• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેવી રીતે સ્વાસ્થય પર અસર કરે છે સંબંધો

|

કહેવાય છેને કે "મન સુખી તો તન સુખી" મન સાથે તન અને સ્વાસ્થયનો ઊંડો સંબંધ છે. સંબંધોની આંટાઘૂંટી એક એવી વસ્તુ છે જેને સમજવું દર વખતે સરળ નથી હોતું.

ધણીવાર બે લોકો વચ્ચે એવો સંબંધ બધાય છે કે વર્ષો વીતી જાય પણ તેમનો પ્રેમ તેવો ને તેવો જ રહે છે. અને ધણીવાર વર્ષોથી સાથે રહેતા લોકો પણ મનથી હંમેશા અલગ હોય છે.

વધુમાં અમુક વખતે સંબંધો એવા પણ થઇ જાય છે કે ના તોડી શકાય અને ના રાખી શકાય.ક્યાંક ને ક્યાંક મનના એક ખૂણામાં આ સંબંધોના સારા નાસારા પાસાઓ તમારા સ્વભાવ અને સ્વાસ્થયને પર પણ અસર કરે છે.

તો ચલો અમે તમને જાણાવીએ કે છે જે સંબંધોના સારા-નસારા પાસા કેવી રીતે તમારા સ્વાસ્થય પર અસર કરે છે. જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટ્રેસ

સ્ટ્રેસ

જ્યારે આપણે કોઇની જોડે સંબંધ બાંધીએ છીએ ત્યારે આપણે તે સંબંધથી આશાઓ અને અપેક્ષાઓ રાખવા લાગીએ છીએ. અને ક્યારેક આ અપેક્ષાઓ જ આપણા સંબંધોનું ગળું દબાવી દેતી હોય છે. કારણે કે અપેક્ષાને પૂરી કરવાના ચક્કરમાં આપણે ટેન્સન લેવા લાગીએ છીએ અને આ ટેન્સન તમને સ્ટ્રેસ આપવા લાગે છે.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર

પરિવારમાં ટેન્સન હોય, ઝધડા થતા હોય, અણગમા જેવું વાતાવરણ હોય ત્યારે બીપી પણ હાઇ થઇ જતું હોય છે. તમે પણ સાંભળ્યું હશે ને કે ઝગડો થતા ફણાયાનું બીપી વધી ગયું ને હોસ્પિટલ લઇ ગયા..

અનિંદ્રા

અનિંદ્રા

ચિંતા,મૂડ સ્વીંગ અને ખરાબ દિવસોમાં આપણે સરખી રીતે રાતના સૂઇ નથી શકતા. આખી રાત વિચારીએ છીએ આમ કરી દઇશ, જોઇ લઇશ તેને વધુમાં અનિંદ્રાથી બીજા દિવસે તમે ચીડાયેલા રહો છો.

વજન વધારો

વજન વધારો

એક રિસર્ચ મુજબ મોટો ભાગના લોકો સ્ટ્રેસમાં વધુ ખાય છે. અને પછી વજન વધતા એકની સાથે એક ફ્રી એમ અન્ય બિમારીઓ પણ શરીરને બગાડે છે.

ચિંતા

ચિંતા

આપણે ત્યાં કહેવત છે "ચિંતા ચિત્તાને સમાન છે" અને આ વાત સો ટકા સાચી છે. બાળકો, પતિ જવાબદારીઓની ચિંતા તમને અંદરથી અશ્કત કરી દે છે.

ડિપ્રેશન

ડિપ્રેશન

જો સતત ચિંતામાં રહેશો અને કોઇને કોઇ ડર અને વ્યથા હેઠળ રહેશો તો મોડા વ્હેલું તનાવ કે ડિપ્રેશન તો આવવાનું છે. ધણીવાર પ્રેમમાં તરછોડાયેલા લોકોને પોતાના પરથી વિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. મોટા ભાગે મહિલાઓ આવા ડિપ્રેશનને અસર જલ્દી થાય છે.

જો કે સંબંધો એટલા પણ ખરાબ નથી

જો કે સંબંધો એટલા પણ ખરાબ નથી

માન્યું કે સંબંધોનો કેટલાક નકારાત્મક પાસા છે પણ જીવન બધી વસ્તુ એકદમ સારી નથી હોતી અને બધી વસ્તુ એકદમ ખરાબ પણ નથી હોતી. તે રીતે જેમ સંબંધોના ખરાબ પાસા છે તેવી રીતે સારા પાસા પણ છે. તો ચલો હવે જાણીએ સંબંધોના સારા પાસા વિષે.

ભાવનાત્મક સપોર્ટ

ભાવનાત્મક સપોર્ટ

આપણે સામાજીક પ્રાણી છીએ. નાનપણમાં ભૂણ્યું જ હશે પણ આ વાત સાચી છે આપણને સથવારો ગમે છે. જ્યારે તમે કોઇની સાથે હોય છો તો તમે પોતાની જાતને વધુ સંપૂર્ણ માનો છો. તમે લાગે છે કે કોઇ છે જે તમને કહેશે "મેં હૂ ના".

જલ્દી સાજા થઇ જાવ છો

જલ્દી સાજા થઇ જાવ છો

એક રિસર્ચ મુજબ એકલા વ્યક્તિઓ લાંબા સમય સુધી બિમાર રહે છે. જ્યારે કોઇ સાથી હોય તો તે જલ્દીથી બિમારીમાંથી બહાર આવી શકો છો.

હેલ્થી ખાવાની આદત

હેલ્થી ખાવાની આદત

જ્યારે તમે કોઇની સાથે હોવ છો ત્યારે તમે એકબીજાની કેર કરો છો અને વધુ હેલ્થી ખાવાનું ખાવ છો અને કસરત પણ કરો છો.

લાઇફસ્ટાઇમાં ફરક આવે છે

લાઇફસ્ટાઇમાં ફરક આવે છે

હેલ્થી ખોરાક, યોગ્ય ટાઇમે ખાવાનું ખાવું, ટાઇમથી સુવું આ બધી વસ્તુઓથી તમારા શરીર પર પણ સારી અસર થાય છે વધુમાં તમે ભાવનાત્મક રીતે સંતુષ્ટ અને સુખી હોય છો જે તમારી લાઇફસ્ટાઇલને પોઝોટિવ બનાવે છે.

English summary
A relationship can be viewed from different angles. No two relationships are the same and not all go through the same ups and downs. In spite of there being diversities in relationships there are certain things that run common among all. One of those is the effects it has on the health of partners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more