મીઠાઇ, માવા અને દૂધની ભેળસેળને તપાસવા, આટલું કરો!

Posted By:
Subscribe to Oneindia News

હાલ નવરાત્રીનો મહાઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં માં અંબેની ભોગ ચઢાવા માટે આપણે બજારમાંથી જાત જાતની મીઠાઇઓ લાવીએ છીએ. તો વળી ધણીવાર નવરાત્રીમાં પ્રસાદી તરીકે પણ આપણે કોઇને કોઇ જગ્યાએ માવાની મીઠાઇઓ ખાઇએ છીએ. ત્યારે આ માવાની મીઠાઇઓમાં, તેમાં વપરાતા દૂધમાં કોઇ ભેળસેળ તો નથી તે જાણવા માટે તમારે કોઇ લેબોરેટ્રીના ટેસ્ટની જરૂર નથી.

આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ જેથી તમે ઘરે બેસીને જ આ મીઠાઇ, માવા કે દૂધની ભેળસેળની તપાસ કરી શકો છો. વળી આજકાલ જાણીતી કંપનીના દૂધ પણ ભેળસેળ વાળા નીકળી રહ્યા છે તેવા રિપોર્ટ આવતા રહે છે.

 

ત્યારે તમે તમારા બાળકને કે પોતાની ચા માટે જે દૂધનો ઉપયોગ કરો છો. તેમાં કોઇ ભેળસેળ તો નથી ને તે વિષે જાણો અમારા આ આર્ટીકલમાં. જાણો ભેળસેળ વાળા દૂધ વિષે અને માવામાંથી બનતી મીઠાઇઓ વિષે નીચેના આ માહિતી સભર આર્ટીકલમાં...

દૂધની ભેળસેળ
  

દૂધની ભેળસેળ

તે વાત તો બધા જ જાણે છે કે દૂધમાં ડિટર્જન્ટથી લઇને યૂરિયા જેવી અનેક વસ્તુઓ નાખવામાં આવે છે. જે બાળકો અને મોટેરાના સ્વાસ્થય માટે ધીમું ઝહેર સાબિત થઇ શકે છે. ત્યારે તેનાથી બચવા માટે અને ઘર તેની ચકાસણી કરવા માટે નીચેના નુસખા અપનાવો

કેવી રીતે ચકાસશો?
  

કેવી રીતે ચકાસશો?

એક કપ દૂધમાં પાણી મેળવી તેને ચમચથી હલાવો. જો તેમાં ઝાગ થવા લાગે તો સમજો આ દૂધમાં સાબુ કે ડિટર્જન્ટ મેળવેલો છે.

કેવી રીતે ચકાસશો?
  
 

કેવી રીતે ચકાસશો?

થોડુંક દૂધ હથેળીમાં લો અને તેની હાથમાં રગડો જો તમને તે ચીકણું લાગે તો સમજો કે આમાં કોઇ પ્રકારની ભેળસેળ છે.

યુરિયા વાળું દૂધ
  

યુરિયા વાળું દૂધ

જાણકારોનું માનીએ તો યુરિયા વાળા દૂધને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે પીળું પડી જાય છે.

કેવી રીતે ચકાસશો?
  

કેવી રીતે ચકાસશો?

દૂધને ગરમ કરીને તેને ઠંડુ કરો પછી તેમાં ગુલાબજળ નાંખો. તે બાદ જો તેમાં કોઇ મલાઇ જેવી વસ્તુ દેખાય તો સમજવું દૂધમાં ધી મળેલું છે જે તમારા સ્વાસ્થય માટે ઠીક નથી.

યુરિયાવાળુ દૂધ
  

યુરિયાવાળુ દૂધ

દૂધમાં યુરિયા મેળવવામાં આવ્યું હશે તો તેવા દૂધને વાટકી લઇ તેમાં હળદળ નાખશો તો તે જલ્દી ગાઢ હળદરનો રંગ પકડશે.

માવો કેવી રીતે ચકાસશો?
  

માવો કેવી રીતે ચકાસશો?

માવો ચકાસવા માટે તેને થોડો ચાખો. જો તમને તેમાં દાણાવાળું કંઇ લાગે તો જાણી લો કે તેમાં માવા સિવાય પણ કંઇક ભેળસેળ કરવામાં આવી છે.

માવાની ચકાસણી
  

માવાની ચકાસણી

માવામાં થોડી ખાંડ નાંખી તેને ગરમ કરો જો તે પાણી છોડવા લાગે તો સમજો કે માવામાં ભેળસેળ છે.

ઘીની શુદ્ધતા
  

ઘીની શુદ્ધતા

ઘીની શુદ્ધતા તપાસવા માટે એક ચમચીમાં ઘી લઇને તેમાં ખાંડ ભેળવીને છોડી દો જો તેના રંગમાં કોઇ ફરક દેખાય તો સમજો ઘીમાં કોઇ ભેળસેળ છે.

English summary
Food adulteration has now become a major problem to public health.Here is some tips to check adulteration of milk, ghee, butter at home.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.