• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: જો આપની દીકરી હોસ્ટેલમાં રહેતી હોય જો જરૂર વાંચો

|
Google Oneindia Gujarati News

[અજબ ગજબ] શું આપની દીકરી અભ્યાસ કરવા માટે ઘરથી દૂર રહે છે? શું આપની દીકરી હોસ્ટેલમાં રહે છે? શું આપની દિકરીને ભણાવવા માટે આપ હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? જો હા તો આપે આ સમાચાર ચોક્કસ વાંચવા જોઇએ. આ સમાચાર આપની આંખો ખોલી દેશે અને આપને એ ભાન થઇ જશે કે શું આપે આપની દિકરીને અભ્યાસ કરવા માટે ઘરેથી દૂર હોસ્ટેલમાં મૂકવી જોઇએ કે નહીં.

જો વાત કરવામાં આવે હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થિનીઓની તો તેમના પર કરવામાં આવેલા એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે હોસ્ટેલમાં રહેતી ઘણી યુવતીઓ ખરાબ આદતોનો શિકાર થઇ રહી છે. ગ્લોબલ એડલ્ટ્સ ટોબેકો સર્વે અનુસાર મહિલા સ્મોકર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્મોકર્સની કતારમાં એ મહિલાઓની સંખ્યા વધારે છે જે હોસ્ટેલમાં રહે છે.

સર્વેની મુખ્ય બાબતો જુઓ નીચેના સ્લાઇડરમાં અને તેમ છતા પણ જો આપ માનો છો કે આપની દીકરીને હોસ્ટેલમાં ભણવા માટે મોકલવી જોઇએ તો પહેલા આપની દીકરીને આપ બધી બદીઓથી અવગત કરાવો અને ખુદ પણ તેમની પર ચાંપતી નજર રાખો.

સ્લાઇડરમાં જુઓ સર્વે અને વીડિયો...

શાળામાં શરૂઆત, કોલેજમાં લત

શાળામાં શરૂઆત, કોલેજમાં લત

આ સર્વે દરમિયાન દિલ્હીમાં જ્યારે યુવતીઓને પૂછવામાં આવ્યું કે તેમણે પહેલા ક્યારે સિગરેટ પીધી હતી તો તેમનો જવાબ મળ્યો કે શાળાકાળ દરમિયાન જ આ શરૂઆત થઇ હતી અને કોલેજ પહોંચ પહોંચતા તે આદત બની ગઇ.

નારીવાદથી મળે છે પ્રોત્સાહન

નારીવાદથી મળે છે પ્રોત્સાહન

છોકરીઓ અનુસાર કોલેજમાં પ્રોફેસરને જોઇને, ક્રિએટિવ ડિસ્કશનમાં ભાગ લેતી વખતે અને નારીવાદ અને નારી સશક્તિકરણ જેવી વાતો સાંભળ્યા બાદ તેમને સિગરેટની લત લાગી ગઇ હતી.

લિંગ સશક્તિકરણનું પ્રતિક

લિંગ સશક્તિકરણનું પ્રતિક

સર્વે અનુસાર સિગરેટ પીવાની લત યુવતીઓમાં કોલેજોની વિભિન્ન સૌસાયટીની બેઠકોમાં પણ લાગે છે. ઘણી યુવતીઓ તો સિગરેટ પીવાને લિંગ સશક્તિકરણનું પ્રતિક પણ માને છે.

કેવી રીતે રાખશો આ બદીથી દૂર

કેવી રીતે રાખશો આ બદીથી દૂર

આવામાં જો આપ માનો છો કે આપની દીકરીને હોસ્ટેલમાં ભણવા માટે મોકલવી જોઇએ તો પહેલા આપની દીકરીને આપ બધી બદીઓથી અવગત કરાવો અને ખુદ પણ તેમની પર ચાંપતી નજર રાખો.

સ્મોકિંગની લત જુઓ વીડિયોમાં

યુવતીઓને કેવી રીતે લાગે છે સ્મોકિંગની લત જુઓ વીડિયોમાં

English summary
If Your Daughter Stay in Hostel then you Must read this new survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X