For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 10 દિવસમાં આ ઘરેલુ ઉપચારથી બનો ગોરા

|
Google Oneindia Gujarati News

ભારતીયો માટે ત્વચાનો રંગ ગોરો હોવો ઘણો જ અગત્યનો માનવામાં આવે છે. આપણાં દેશમાં દરેક બીજો વ્યક્તિ પોતાની ત્વચાના ડલ થઈ રહેલા સ્કીન ટોનને નિખારવા માટે મોંઘામાં મોઁઘા પ્રસાધનોનો ઉપયોગ કરે છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે લોકોની ત્વચાનો રંગ થોડો ઘઉંવર્ણો હોય છે તે લોકો સમજ્યાં વિચાર્યા વગર જ ગોરા બનવાના સૌદર્ય પ્રસાધનોની પાછળ આંધળી દોડ લગાવે છે. પરંતુ આમ કરવાની જગ્યાએ જો આપણે આપણી આસપાસ જ નજર દોડાવીએ તો પ્રકૃતિએ આપણને એટલું બધું આપ્યું છે કે તેના નિયમીત પ્રયોગ વડે આપણે ત્વચાનો રંગ ગોરો બનાવી શકીએ છીએ.

ક્રીમ અને લોશનની સરખામણીમાં આ તમામ ઘરેલું ઉપચાર લાંબા સમય સુધી પોતાની અસર છોડે છે. સૌથી સારી વાત તો એ છે કે આ તમામ ઘરેલું ઉપચાર લાંબા સમય સુધી પોતાની અસર કાયમ રાખે છે.

જો તમે પણ 10 દિવસની અંદર તમારી ત્વચાનો રંગ નીખરેલો અને ગોરો જોવા માંગો છો તો તમારા કીચનમાં જાવ અને આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દો.

લીંબુ

લીંબુ

શરીરનો રંગ નીખારવા માટે તમારે લીંબુ અને મધના મિશ્રણથી આખાય શરીર પર મસાજ કરવો જોઈએ. આમ રોજ કરવાથી 10 દિવસની અંદર તમારી ત્વચાનો રંગ નિખરવા લાગશે.

ગુલાબ જળ

ગુલાબ જળ

ગુલાબ જળમાં લીંબુના ટીપા ભેળવીને નાહવાથી ત્વચા બ્લીચ થઈ જાય છે.

ઈંડાની જર્દી

ઈંડાની જર્દી

ઈંડાનો પીળો ભાગ શરીર પર લગાવો અને બાદમાં ધીરેધીરે ત્વચાને સાફ કરી લો. આ રીતે 10 દિવસ કરો અને પછી જૂઓ તેનો લાભ.

દુધથી સ્નાન

દુધથી સ્નાન

જો તમારે ગોરી ત્વચા જોઈએ છે તો 10 દિવસ સુધી દુધથી સ્નાન કરો. તે માટે સાબુની જરૂર નથી. દુધથી જ તમારૂં શરીર સાફ અને ટોન થઈ જશે.

દહીં

દહીં

શરીરનો મસાજ દહીં અને લીંબુથી કરો.

જીરૂં

જીરૂં

શું તમે જાણો છો કે જીરાના પાવડર વડે નાહવાથી પણ આપની સ્કીનનો ટોન નીખરી શકે છે. તમે ઈચ્છો તો જીરૂં પાવડર અને દુધની પેસ્ટ બનાવી શરીર પર લગાવી થોડીવાર બાદ સ્નાન કરવાથી ગજબનો ફાયદો થશે.

 નારિયળ પાણી

નારિયળ પાણી

નારિયળ પાણીમાં એવા તત્વો છે, જે ત્વચાને માત્ર નીખારતું જ નથી પણ ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર પણ કરે છે.

English summary
What is remarkable about these home remedies is it works within 10 days. So, if you want to get fair in just 10 days, here are some of the best kitchen ingredients you can use on your entire body, with no side effects!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X