For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની દિવાલથી લઇને એફિલ ટાવર સુધી યોગાસન, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગનું મહત્વ જણાવ્યું અને યોગને વૈશ્વિક ફલક પર ઉજવવાની ભલામણ કરી. સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, જેને યુએનના 177 દેશોની તેને માન્યતા પ્રાપ્ત થઇ હતી. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ધામધૂમથી ઊજવાઇ ગયો. યોગ એક પ્રાચીન કળા છે જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કરવામાં આવે છે. યોગને માત્ર મોટેરાઓ જ નહીં પરંતુ બાળકો પણ સરળતાથી કરી શકે છે, જે આખા વિશ્વના યોગપ્રીય લોકોએ સાબિત કરી બતાવ્યું છે.

આજે યોગને કોઇપણ પ્રકારના પરિચયની જરૂરીયાત નથી. આ આખા વિશ્વમાં ફેલાઇ ચૂક્યું છે અને લોકો તેને ખૂબ જ ઝડપથી પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે. હજારો વર્ષોથી ભારતીયોની જીવન શૈલીનો ભાગ યોગ રહ્યું છે.

યોગ દિવસની ઊજવણીના પ્રસંગે નવી દિલ્હીમાં રાજપથથી લઇને કોલકાતા સુધી, ચેન્નાઇથી લઇને લદ્દાખ સુધી યોગની લહેર દેખાઇ રહી છે. ચાલો આપને લઇ જઇએ વિશ્વના અલગ અલગ દેશોમાં જ્યાં યોગ દિવસ પર યોગાસન કરવામાં આવ્યા હતા.

તસવીરો જોઇને આપને આનંદની સાથે ગર્વ પણ થશે કે ભારતીય સંસ્કૃતિને, ભારતીય વડાપ્રધાનના કહેવાથી આખુ વિશ્વ અપનાવી રહ્યું છે...

યોગને અપનાવતું વિશ્વ

યોગને અપનાવતું વિશ્વ

દુનિયાના અલગ અલગ ખુણામાં યોગ દિવસની ઉજવણી કરતી આકર્ષક તસવીરો..

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં યોગ દિવસની ઉજવણીની આકર્ષક તસવીરો. કાંગારૂઓએ યોગાસન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયામાં પણ દેખાયો યોગનો રંગ, યોગ કરતા હજારો લોકો.

બહરીન

બહરીન

બહરીનમાં લોકો કંઇક આ રીતે કરી હતી યોગની ઉજવણી.

બાલી

બાલી

બાલીમાં પણ યોગની ઉત્સુકતા લોકોમાં જોવા મળી હતી. જે તસવીરમાં જોઇ શકાય છે.

બેલારૂસ

બેલારૂસ

બેલારૂસમાં કંઇક આ અંદાજ અને ઉત્સુકતાથી યોગની ઉજવણી કરવામાં આવી હતી.

શિકાગો

શિકાગો

શિકાગોમાં લોકોએ મોટી સંખ્યામાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

કંબોડિયા

કંબોડિયા

કંબોડિયામાં યોગ દિવસની ઉજવણી લોકોએ કંઇક આ રીતે કરી હતી.

દુબઇ

દુબઇ

દુબઇમાં દેખાયો યોગનો રંગ, લોકોએ રણની વચ્ચે કર્યા વિવિધ આસન અને કરી યોગ દિવસની ઉજવણી.

ચીન

ચીન

વિશ્વની અજાયબી ચાઇના વોલ પર પણ મોટી સંખ્યામાં લોકોએ યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

હોંગકોંગ

હોંગકોંગ

હોંગકોંગમાં લોકોએ યોગ દિવસની ઉજવણી કંઇક આ રીતે કરી હતી

હંગેરી

હંગેરી

હંગેરીમાં લોકોએ યોગને અપનાવ્યું. હંગેરીમાં યોગ કરતા લોકો.

ઇટલી

ઇટલી

ઇટલીમાં લોકોએ કંઇક આ રીતે યોગ કરીને યોગને પોતાના જીવનનો ભાગ બનાવ્યું હતું.

પેરિસ

પેરિસ

પેરિસના એફિલ ટાવરની પાસે પણ લોકોએ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ને યોગ દિવસની ઉજવણી કરી હતી.

બ્રાઝીલ

બ્રાઝીલ

બ્રાઝીલે પણ ફુટબોલ મૂકીને એક દિવસ યોગાસનને સમર્પિત કર્યો હતો. અને વિશ્વની સાથે યોગાસન કર્યા હતા.

રશિયા

રશિયા

રશિયાએ પણ અપનાવ્યા યોગાસન. વિશ્વમાં યુદ્ધના હથિયારો સપ્લાય કરનાર રશિયામાં પણ શાંતિ માટે યોગાસન કર્યા હતા.

ચીન

ચીન

ચીનમાં યોગને લઇને ઉત્સુકતા કંઇક આ રીતે જોવા મળી હતી.

ભારત યોગમય બન્યુ

ભારત યોગમય બન્યુ

આખા ભારતમાં યોગાસનની બોલબાલા જોવા મળી.

English summary
International yoga day Celebration pics from over world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X