For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગર્ભાઅવસ્થા દરમિયાન કેરી ખાવી જોઇએ?

|
Google Oneindia Gujarati News

ફળોનો રાજા કેરીની હાલ સિઝન ચાલી રહી છે. અને આવા સમયે ગર્ભવતી મહિલાઓને કેરી ખાવાનું મન ન થાય તેવું તો બની ના શકે. આમ પણ ગર્ભાઅવસ્થા દરમિયાન સ્ત્રીને કોઇને કોઇ વસ્તુ ખાવાની ઇચ્છા થતી રહેતી હોય છે. કાચી કેરીથી લઇને રસભરેલી કેસર કેરી ખાવાનું મન તેને પણ થાય છે.

પણ આજ કાલ જે રીતે કાર્બન યુક્ત કેરીઓ મળે છે તે જોતા અને મહિલાઓના સ્વાસ્થયને જોતા તે સવાલ ઊભો થાય છે કે ગર્ભવતી મહિલાએ કેરી ખાવી જોઇએ કે નહીં. કેમિકલથી પકવેલી કેરીમાં અનેક તેવા તત્વો હોય છે જે બાળક અને માતાને મોટી માત્રામાં નુક્શાન પહોંચાડી શકે છે. ત્યારે શું ગર્ભાઅવસ્થા દરમિયાન કેરી ખાવી જોઇએ અને જો હા તો કંઇ કંઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે વિષે જાણો અહીં...

કેરીના ગુણ

કેરીના ગુણ

કેરીની ઋતુમાં કેરી ખાવાથી તેમાં વિટામિન સી, એ અને બી6 જેવા વિટામીનની સાથે જ પોટેશ્યમ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે જે ગર્ભાઅવસ્થા દરમિયાન માતા અને બાાળકને લાભ પહોંચાડી શકે છે.

રોગ પ્રતિકારક શક્તિ

રોગ પ્રતિકારક શક્તિ

વળી કેરીમાં એન્ટી ઓક્સીડેંટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે ગર્ભવર્તી મહિલાની રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને ઊર્જા આપે છે.

કબજિયાત અને ગેસ

કબજિયાત અને ગેસ

વળી કેરી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા પણ ઓછી થાય છે કારણ કે કેરીમાં ફાઇબર સારી માત્રામાં હોય છે.

શું ધ્યાન રાખવું

શું ધ્યાન રાખવું

જે ગર્ભવતી મહિલાઓને મધુમેહની સમસ્યા હોવ અને જેને પ્રેગનેન્સી વખતે લોહીમાં શર્કરા વધુ રહેતી હોય તેવી મહિલાઓએ ખૂબ જ ઓછી માત્રા કેરીનું સેવન કરવું જોઇએ. વધારે સુગર હોય તો કેરીનું સેવન કરવાનું રહેવા દેવું જોઇએ.

આર્ગેનિક કેરી

આર્ગેનિક કેરી

ગર્ભવતી મહિલાએ ઓર્ગેનિક કેરી ખરીદીને ખાવી જોઇએ. જેનાથી માં અને બાળકો બન્ને કુત્રિમ રસાયણોથી દૂર રહે.

English summary
Is It Safe To Eat Mangoes During Pregnancy?Are you a pregnant woman who loves mangoes? Do you want to know if it is safe to eat mangoes during pregnancy? If yes, read on...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X