For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસબગુલના આ સાઇડ ઇફેક્ટ તમને ચોંકવી દેશે!

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઇસબગુલને ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. અને આમ પણ જે લોકોને કબજિયાત અને મસાની સમસ્યા હોય છે તમને ત્યાં કોઇને કોઇ કંપનીના ઇસબગુલની બોટલ જોવા જરૂરથી મળશે. ઇસબગુલના અનેક ફાયદા છે. જે તમને તંદુરુસ્ત રાખે છે. વળી તેનો અનેક રીતે ઉપયોગ પણ થાય છે.

સામાન્ય રીતે તેનો ઉપયોગ કબજિયાતના દર્દીઓ વધુ કરે છે. તો ધણા લોકો તેની સ્વાસ્થય વર્ધક તરીકે રોજ પીવા પણ છે. એટલું જ નહીં અમિતાભ બચ્ચનની જાણીતી ફિલ્મ પીંકૂની જેમ જે લોકોના ઇમોશન મોશન સાથે જોડાયેલા છે તેમના માટે આ કોઇ વરદાન સમાન છે.

પણ શું તમને ખબર છે કે ઇસબગુલના કેટલાક સાઇડ ઇફેક્ટર પણ છે. આજે અમે તમને ઇસબગુલના આવા જ કેટલાક સાઇડ ઇફેક્ટ વિષે જણાવાના છીએ. તો જાણો ઇસબગુલના આ સાઇડ ઇફેક્ટ અને સાથે જ જે લોકો આનો મોટો પાયે ઉપયોગ કરતા હોય તેમને આ મહિતીસભર આર્ટીકલ જરૂરથી શેયર કરજો...

શું છે ઇસબગુલ

શું છે ઇસબગુલ

ઇસબગુલને અંગ્રેજીમાં સિલીઅમ હસ્ક કહે છે. ઇસબગુલ મૂળભૂત રીતે પ્લાંટાગો ઓવાટા નામના એક છોડના બીજ છે. જેના પાન એલોવેરા જેવા જ દેખાય છે. પણ આ છોડ પર મોટા મોટા ફૂલ આવે છે. જેમાં ઇસબગુલના બીજ મળે છે. આયુર્વેદિક દ્રષ્ટ્રિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમાં લૈક્સટિવ, કૂલિંગ અને ડાઇયૂરેટિક ગુણો છે.

કેવી રીતે પ્રભાવિત છે?

કેવી રીતે પ્રભાવિત છે?

ઇસબગુલ કુદરતી રીતે ચિકણો પદાર્થ છે. તેને પાણીમાં ડૂબાવાથી તે ફૂલી જાય છે. અને એક જેલ જેવો બની જાય છે. આ જેલ સ્વાદહીન અને ગંધહીન હોય છે. તે તેના લૈક્સટિવ ગુણોના કારણે આંતરડાને સાફ કરે છે અને પાચનતંત્રને મજબૂત કરે છે.

માત્રા

માત્રા

મોટા લોકોએ તેને 7 થી 10 ગ્રામ એટલે કે 4 થી 5 ચમચી લેવું જોઇએ તમે દિવસમાં 3 વાર તેને પાણી સાથે કે જ્યૂસ સાથે લઇ શકો છો. પણ સેવન પહેલા પૂરી રાત તેને પાણીમાં ફુલાવો.

ફાયદા

ફાયદા

ઇસબગુલમાં કુદરતી લૈક્સટિવ ગુણ છે. તે ફાઇબરથી ભરપૂર છે. તે નેચરલ બોઅલ મુવમેન્ટને મજબૂત પણ કરે છે. ઇસબગુલને પાણીમાં 5 થી 6 કલાક રાખી રાતે ગરમ દૂધ જોડે તેને પી શકો છો.

ફાયદો 2

ફાયદો 2

આ ડાયરિયાનો પ્રાકૃતિક ઉપચાર છે. જો તમે ડાયરિયાથી પીડાતા હોવ અને વારંવાર તમને ડાયરિયા થતો હોય તો તેમ ઇસબગુલને દહીં સાથે મેળવીને ખાવ.

ફાયદો 3- એસિડિટી

ફાયદો 3- એસિડિટી

આ પેટનું સુરક્ષા કવચ છે. તે પેટમાં હાજર એસિડ દ્રવ્યોને પ્રભાવિત કરી તેમને નિષ્ક્રિય કરે છે.

ફાયદો

ફાયદો

ઇસબગુલ પ્રાકૃતિક હાઇગ્રોસ્કોપિક હોય છે. જે કોલોનમાં જઇને એએમએ નામના નુક્શાનકારક ટોક્સિનને ખેંચી લે છે. તે દ્વારા તમે સ્વાસ્થય સંબંધી સમસ્યાઓથી નિજાત મેળવી શકો છે.

વજન ધટાડો

વજન ધટાડો

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો પાણીમાં મેળવીને તેનું એક મિક્ચર બનાવો અને તેને લીબુંના રસની જોડે પીવો. સવારે ખાલી પેટ આનું સેવન કરો વજન ધટવામાં મદદરૂપ થશે.

હદયની બિમારી

હદયની બિમારી

ઇસબગુલ ફાઇબર યુક્ત હોય છે. તે કોલેસ્ટરોલ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વળી ભોજન બાદ ફેટને પણ તે શોષે છે.

પાચન શક્તિ વધારે

પાચન શક્તિ વધારે

તેમાં વધારે ફાઇબર હોવાથી તે પાચનમાં પણ મદદ કરે છે. અને તે પેટના ટોક્સિનને પણ સાફ કરે છે. વળી અંતમાં પેટની મૂવમેન્ટ પણ સારી કરે છે. પાચનશક્તિ વધારવા માટે તેને ભોજનની પછી છાશની સાથે પીવું જોઇએ.

ડાયાબિટીઝ

ડાયાબિટીઝ

ડાયાબિટીઝ કે મધુમેહ હોય તો ઇસબગુલ તમારા ગ્લુકોઝને પણ શોષે છે. અને તે આ રોગને નિયંત્રિત કરવામાં મદદરૂપ પણ થાય છે.

મસા

મસા

વળી જે લોકોને મસા એટલે કે પાઇલ્સની સમસ્યા હોય તેમના માટે પણ ઇસબગુલ ફાયદાકારક છે. તે નેચરલી પેટને સ્ટ્રોંગ કરે છે.

કેવી રીતે ખરીદવું

કેવી રીતે ખરીદવું

તમને સામાન્ય રીતે કોઇ પણ દુકાને ઇસબગુલ મળી છે. વળી તમે ઓનલાઇન પણ ખરીદી શકો છો. જો કે તેની કેપ્સ્યૂલ ના લેવી જોઇએ અને કોઇ ફ્લેવર વાળા ઇબસગુલને પણ ના પસંદ કરવું જોઇએ. તેને તેના પ્રાકૃતિક સ્વાદ સાથે જ ખરીદવું જોઇએ.

સાઇડ ઇફેક્ટ

સાઇડ ઇફેક્ટ

ઇસબગુલથી તમને ગંભીર રૂપે એલર્જીક રિએક્શન આવી શકે. તેના આમ તો સુરક્ષિત માનવામાં આવે છે પણ તેનો વધુ પડતો અને લાંબા ગાળાનું સેવન નુક્શાન કારક પણ હોઇ શકે છે. સાથે જ હંમેશા તેનો ઉપયોગ પાણીમાં પલાડીને જ કરો.

ગર્ભઅવસ્થા

ગર્ભઅવસ્થા

ક્યારે પણ ભૂલથી પણ તેનો ઉપયોગ ગર્ભઅવસ્થા દરમિયાન ના કરવો. અને જરૂર પડે ડોક્ટરની સલાહ લઇને જ અને તેટલી માત્રામાં જ કરો.

English summary
Isabgol Health Benefits, Uses, Side Effects Name Isabgol might sound peculiar to you, but it has many benefits. You can use this in various ways every day for your well being. It is a household name popular for constipation. It has other health benefits also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X