For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jaggery Syrup Benefits : બળબળતી બપોરની ગરમીમાંથી રાહત આપશે ગોળનું સરબત, જાણો રેસિપી

|
Google Oneindia Gujarati News

Jaggery Syrup Benefits : ગરમીમાં સૌથી જરૂરી છે, શરીરને ઠંડું રાખવું. આ માટે તમે ઘણા ઉપાય કરી શકો છો. જેમાં ગોળનું શરબત તમારા પેટને ઠંડું રાખવાની સાથે ઘણા લાભ આપે છે. ગોળના શરબતને બનાવવાની રીત ઘણી સરળ છે. આ સાથે તેને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો.

ગોળનું શરબત પીવાથી શરીરમાં તાપમાન સંતુલિત થઈ શકે છે. આ સિવાય ઉનાળામાં પેટની સમસ્યા પણ વધી જાય છે, જેમાં ગોળનું શરબત પીવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. તેમજ ઉનાળામાં ગોળનું શરબત પીવાના ઘણા ફાયદા છે.

Jaggery Syrup

ગોળનું શરબત બનાવવાની રીત

  • ગોળનું શરબત માટે સૌપ્રથમ બનાવવા માટે એક જગમાં પાણી લો
  • હવે તેમાં ગોળ પલાળી દો અને સારી રીતે મિક્સ કરો
  • ગોળ ઓગળી જાય એટલે તેને ચાળણી વડે બે ત્રણ વાર ગાળી લો
  • હવે તેમાં તુલસીના બીજને 5 મિનિટ પલાળી રાખો
  • પલાળેલા અને ફૂલેલા તુલસીના બીજને મિક્સ કરો
  • હવે ઉપરથી લીંબુનો રસ મિક્સ કરો
  • હવે ફુદીનાના પાનને પીસીને મિક્સ કરો
  • જે બાદ તેમાં બરફ ઉમેરીને પીવો

હીટ સ્ટ્રોકથી બચાવે છે ગોળનું શરબત - ગોળનું શરબત હીટ સ્ટ્રોકથી બચવામાં મદદરૂપ છે. આ શરબત પીવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને તમે અચાનક ગરમી અને ઠંડીનો શિકાર નથી બનતા. આ ઉપરાંત ગોળનું શરબત પીવાથી શરીરના પીએચને સંતુલિત કરવામાં અને વધતા અને ઘટતા તાપમાન વચ્ચે તેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

આયર્નની ઉણપ દૂર કરે છે ગોળનું શરબત - આયર્નની ઉણપને દૂર કરવા માટે ગોળનું શરબત પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં એનિમિયાને દૂર કરી શકે છે. જો તમને એનિમિયા છે, તો તમારે ગોળનું શરબત પીવું જોઈએ.

લીવર ડિટોક્સમાં મદદરૂપ છે ગોળનું શરબત - લંચ અને ડિનર પછી ગોળનું શરબત પીવાથી પાચન ઉત્સેચકો સક્રિય થાય છે અને કબજિયાત મટે છે, પરંતુ ખાસ વાત એ છે કે તે લીવરને ડિટોક્સ કરીને શરીરને સાફ કરે છે. આ ઉપરાંત ગોળનું પોટેશિયમ શરીરમાં હાઇડ્રેશન વધારવા અને સ્નાયુઓના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ છે. આ રીતે ગોળનું શરબત શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

English summary
Jaggery Syrup Benefits : Jaggery syrup will provide relief from the intense afternoon heat, know the recipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X