• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, હસ્તમૈથુનથી શરીર પર કેવો પ્રભાવ પડે છે..!

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય ટિપ્સ] હસ્તમૈથુન અંગે આપણો સમાજ ખુલીને વાત કરવાનું પસંદ નથી કરતો, પરંતુ જાણીને પણ અજાણ્યો બનવું ખોટી વાત છે. હસ્તમૈથુનને લઇને ઘણા લોકોની અંદર ખૂબ જ ભ્રાંતિઓ છે, જેમકે શું આવું કરવું યોગ્ય છે? શું ટીનેજમાં આવું કરવાથી વિકાસ રોકાઇ જાય છે? શું તેને કરવાથી શરીરને નુકસાન પહોંચે છે? અથવા તો શું તેને વધારે વખત કરવું હિતાવહ છે?

આવા જ અજીબો-ગરીબ સવાલોનો જવાબ આજે અમે અત્રે આપીશું અને જણાવીશું કે વાસ્તવમાં હસ્તમૈથુન શરીર પર કોઇપણ પ્રકારે ખરાબ પ્રભાવ નથી પાડતું. જો આપને પણ હસ્તમૈથુનની વાત કરતા શરમ અનુભવાતી હોય તો, આપની જાણકારી માટે જણાવી દઇએ કે 95 ટકા પુરુષ અને 89 ટકા મહિલાઓ, ડેલી બેસિસ પર હસ્તમૈથુન કરે છે.

જો આપે આની આદત પાડી દીધી હોય તો, આ એક નશાની જેમ આપની પાછળ પડી જશે. હવે આવો જોઇએ કે હસ્તમૈથુન કરવાથી શરીર પર કેવો પ્રભાવ પાડે છે.

હોર્મોનનું નિયમન

હોર્મોનનું નિયમન

2009માં મિશિગન વિશ્વવિદ્યાલય, દ્વારા કરવામાં આવેલી એક શોધમાં સામે આવ્યું છે કે કામેચ્છાના કારણે શરીરમાં ડોપામાઇન, એંડોર્ફિન અને ઓક્સીટોસિન નામનું હોર્મોન (જે લવ હોર્મોનના નામથી ઓળખાય છે) તે રિલીઝ થવાનું શરૂ થઇ જાય છે. આ હોર્મોનોના કારણે શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન જોકે તણાવને વધારે છે તેના રિલીઝ થવાની ક્ષમતા ધીમી પડી જાય છે. એટલા માટે હસ્તમૈથુન કરવાથી આપ ખુશ અને તણાવ રહિત બનો છો.

જંક ફૂડ ખાવાની ઇચ્છા ઘટાડો

જંક ફૂડ ખાવાની ઇચ્છા ઘટાડો

ઓક્સીટોસિન હોર્મોનનું લેવલ જ્યારે હાઇ હોય છે, ત્યારે આપણે ખુશ થઇ જઇએ છીએ. જે કારણે આપણને ખાંડ, ચીઝ, અને અન્ય જંક ફૂડ ખાવાની ઇચ્છા ઓછી થાય છે.

સ્પર્મની ક્વોલિટી વધારે

સ્પર્મની ક્વોલિટી વધારે

એવું કરવાથી ડીએનએની ક્ષતિ ઓછી થાય છે અને તાજા શુક્રાણુઓની ગતિશીલતામાં વધારો થાય છે.

સકારાત્મકતા વધે છે

સકારાત્મકતા વધે છે

તે મહિલાઓ જે હસ્તમૈથુન નિયમિત કરે છે, તે પોતાના શરીરને લઇને ખૂબ જ સકારાત્મક રહે છે. તેમને ખબર હોય છે કે કામેચ્છા અને ખુશી મેળવવા માટે તેમણે શું કરવું પડશે. સાથે જ તેમની આ ભાવાત્મક બુદ્ધિને પ્રોત્સાહન આપીને તેને પોતાના શરીર સાથે જોડવામાં વધારે મદદ કરે છે.

મહિલાઓ માટે

મહિલાઓ માટે

હસ્તમૈથુનથી જ્યારે કામેચ્છા વધે છે તો શરીરમાં લોહીનું ભ્રમણ દિમાગ અને પ્રજનન અંગો સુધી વધી જાય છે, જેનાથી માથાનો દુ:ખાવો અને માસિક સમયે થતી પીડા ઓછી થાય છે.

સેક્સ લાઇફ સુધારો

સેક્સ લાઇફ સુધારો

જ્યારે આપ એકલા જ આવું કરો છો તો, આપ ખુદને લાંબા સમય સુધી કામેચ્છામાં રાખવાનો પ્રયાસ કરો છો. તેનાથી આપની આપની ઘણી પ્રેક્ટિસ થાય છે અને પછી આપ આપના પાર્ટનરની સાથે સારી રીતે સેક્સ કરી શકો છો.

રાત્રે સારી ઊંઘ

રાત્રે સારી ઊંઘ

જ્યારે ઓક્સિટોક્સિન અને એંડોર્ફિન હોર્મોન્સ રિલીઝ થઇ જાય છે, ત્યારે આપ ફીલ ગુડ જોનમાં હોવ છો. હસ્તમૈથુન દરમિયાન આ હોર્મોન્સ નીકળી જવાથી આપ મુક્તપણે કોઇ બેચેની વગર ઊંઘો છો. સારી ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

English summary
Do you masturbate? Here are some of the health benefits of masturbation which will shock you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X