સારવાર કરાવતા પહેલા દર્દી તરીકે જાણી લો તમારા આ 14 અધિકાર

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે જ્યારે આપણે દર્દી તરીકે ડોક્ટરને વધુ પડતા સવાલ પૂછી લઇએ છીએ ત્યારે પરિવારજનોને એ જ ચિંતા રહે છે કે બહુ સવાલ પૂછીને જો આપણે ડોક્ટરનું માથું ખાઇ જઇશું તો ડોક્ટર આપણા ઇલાજમાં કોઇ ગરબડના કરી દે.

જીવનમાં દરેકે ક્યારેક ને ક્યારેક તો હોસ્પિટલના ચક્કર ખાવા જ પડે છે. ત્યારે શું તમને દર્દી તરીકે તમારી જોડે કેવા કેવા અધિકાર છે તે વિષે જાણો છે. તમને ખબર છે કે દર્દી તરીકે તમે સંવિધાન પ્રમાણે કેવા કેવા અધિકારો ધરાવો છો. જો ના ખબર હોય તો આ લેખ તમારા ખુબ જ કામમાં આવી શકે છે.

 

તો વાંચો એક દર્દી તરીકે તમારી પાસે કેવા અધિકારો છે. અને સાથે જ આ આર્ટીકલને શેયર કરવાનું પણ ના ભૂલતા. જેથી કરીને કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિ સાથે જાણકારીના અભાવે અન્યાય ના થાય. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ...

જાણો તમારા અધિકારો
  

જાણો તમારા અધિકારો

તમને તમારી બિમારી વિષે જાણવાનો અધિકાર છે. સાથે જ તેની સારવાર અને તેના પરિણામ વિષે પણ જાણવાનો અધિકાર છે.

જાણો તમારા અધિકારો
  

જાણો તમારા અધિકારો

જો તમે હોસ્પિટલની સારવારથી સંતુષ્ટ નથી તો તમે તમારી સારવાર ત્યાં કરાવાની ના પાડી શકો છો. અને પોતાના માટે બીજી સારવારની વ્યવસ્થા કરી શકો.

જાણો તમારા અધિકારો
  
 

જાણો તમારા અધિકારો

જો સારવાર દરમિયાન તમે વાત નથી કરી શકતા તો તમે કોઇ વ્યક્તિની પસંદગી કરી શકો છો જે સારવાર દરમિયાન તમારા વતી નિર્ણય લે.

ગોપનીયતાનો અધિકાર
  

ગોપનીયતાનો અધિકાર

હોસ્પિટલમાં તમારી પાસે ગોપનીયતાનો અધિકાર છે. તમે ડોક્ટર, નર્સને આ વિષે જણાવી શકો છો.

રેકોર્ડ ગુપ્ત રાખવા
  

રેકોર્ડ ગુપ્ત રાખવા

જો તમે ઇચ્છો તો તમે સારવાર દરમિયાન તમારી સારવારના રેકોર્ડને ગુપ્ત રાખી શકો છો.

રિવ્યૂ કરવાનો અધિકાર
  

રિવ્યૂ કરવાનો અધિકાર

જો તમે ઇચ્છો તો તમે ભવિષ્યમાં તમારા દસ્તાવેજોનો રિવ્યૂ પણ કરી શકો છો. શર્ત ખાલી એટલી જ રહેશે કે કાનૂની રીતે તે પ્રતિબંધિત ના હોવું જોઇએ.

જાણો તમારા અધિકારો
  

જાણો તમારા અધિકારો

જો તમારી હોસ્પિટલ તમને બીજી હોસ્પિટલ માટે રેફર કરે છે તો જ્યાં સુધી બીજી હોસ્પિટલ તમને સ્વીકારતો નથી ત્યાં સુધી તમને રેફર નહીં માનવામાં આવે.

જાણો તમારા અધિકારો
  

જાણો તમારા અધિકારો

જે હોસ્પિટલમાં તમારી સારવાર થઇ રહી છે. તેમાં જે બહાર લોકો આવેલા છે અને જે હોસ્પિટલમાં તમારી સાથે જોડાયેલા છે. અને તમારી સારવારને પ્રભાવિત કરી રહ્યા છે તેમના વિષે જાણવાનો તમને અધિકાર છે.

ના પાડી શકો છો
  

ના પાડી શકો છો

જો તમારી ઉપર કોઇ રિસર્ચ થઇ રહી હોય અને તમે એવું કરવા નથી ઇચ્છતા તો તમે તે વાતની ના પાડી શકો છો.

જાણો તમારા અધિકારો
  

જાણો તમારા અધિકારો

જો તમારી હોસ્પિટલની હાલત સારી ના હોય તો તમારો તે અધિકાર બને છે કે તમને તે હોસ્પિટલ વિષે યોગ્ય જાણકારી આપવામાં આવે.

નિયમ અને કાયદા
  

નિયમ અને કાયદા

હોસ્પિટલમાં પેમેન્ટથી લઇને દરેક નિયમ જે તમારી સારવારને પ્રભાવિત કરે છે તેને જાણવાનો તમને પૂર્ણ અધિકાર છે.

પોસ્ટમાર્ટમ
  

પોસ્ટમાર્ટમ

દર્દીના પરિવારજનોને તે ડોક્ટરની જાણકારી પહેલાથી આપવામાં આવશે જે શબનું પોસ્ટમાર્ટમ કરવાનો હોય.

શોષણ
  

શોષણ

કોઇ પણ હોસ્પિટલનો કોઇ પણ ડોક્ટર તમારું હરેસમેન્ટ ના કરી શકે.

ડોક્ટર વિષે જાણવાનો અધિકાર
  

ડોક્ટર વિષે જાણવાનો અધિકાર

તમારી બિમારી વિષે તમે ડોક્ટર જોડે ચર્ચા કરી શકો છો અને તમારી સારવાર કયો ડોક્ટર કરી રહ્યા છે તે વિષે જાણવાનો પણ તમને અધિકાર છે.

English summary
Must know rights of the patient in hospital, If you are going to hospital for the treatment, then you must know your rights as patient.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.