For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરસ/બવાસીર (પાઇલ્સ)ના દુખાવાથી મુક્તિ અપાવશે આ ઉપચાર

|
Google Oneindia Gujarati News

હરસને હિન્દીમાં બવાસીર અને અંગ્રેજીમાં પાઇલ્સ કહે છે. આ બિમારી ગુદા કે મળાશયમાં થનારી સમસ્યાના કારણે થાય છે જેનાથી તે ભાગમાં સોજા રહે છે અને તે ભાગમાં વ્યક્તિને તીવ્ર બળતરા રહે છે. એક અધ્યન મુજબ 50 ટકા લોકોને 50 વર્ષની ઉમરં કે તે પહેલા આ બિમારી થાય છે. જો કે આ એક સામાન્ય બિમારી છે અને તેનાથી કોઇ સંક્રમણ પણ નથી થતું પણ તેનો દુખાવો અસહનીય હોય છે.

જો કે હરસને ઠીક કરવાના મેડિકલ ઉપચાર છે પણ લોકો શરમના કારણે જતા નથી અને ડોક્ટર પાસે તેની યોગ્ય તપાસ પણ નથી કરાવતા. વળી આ બિમારીને વધવાથી લોહી પણ પડે છે. અને ભયાનક દર્દ પણ થાય છે. જેના કારણે બેસવામાં પણ તકલીફ થાય છે. ત્યારે હરસના દુખાવાને ઓછું કરવા માટે તમે નીચેના ધરેલુ ઉપચાર ટ્રાય કરી શકો છો...

ઠંડા પાણીથી સ્થાન

ઠંડા પાણીથી સ્થાન

દિવસમાં ત્રણથી ચાર વાર નવસેકા પાણીથી સ્થાન કરો. બને તો થોડી વાર પાણીમાં બેસો. જેથી તે જગ્યાએ ઠંડક પણ રહેશે અને બળતરા પણ નહીં થાય.

સંતુલિત આહાર

સંતુલિત આહાર

હરસને ઠીક કરવા માટે તમારે સંતુલિત આહાર ખાવો બહુ જરૂરી છે. તમે તમારી કબજિયાત અને પેટદર્દની બિમારીથી મુક્ત થશો તો જ હરસથી મુક્તિ મળશે. માટે ભોજનમાં લીલા શાકભાજી, સાગ, બ્રાઉન રાઇસ, દૂધ અને દલિયા જેવી વસ્તુઓનું સેવન કરો.

બરફનો પેક

બરફનો પેક

જ્યાં બળતરા થતી હોય ત્યાં બરફના ટુકડા કે આઇસ પેક મૂકો તેનાથી આરામ મળશે અને સોજો પણ ઉતરશે.

એલોવેરા

એલોવેરા

હરસ પર એલાવેરાને જેલ કે તેનો રસ લગાવો તેનાથી ઠંકડ પણ મળશે અને બળતરાથી રાહત પણ.

લીબુંનો રસ

લીબુંનો રસ

તમને જાણીને આશ્ચર્ય થશે કે લીબુંનો રસ પણ ખૂબ જ લાભકારક હોય છે. શરૂઆતમાં બળતરા થશે પણ થોડીક જ વારમાં આરામ મળશે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ

વળી જૈતૂન કે ઓલિવના તેલથી પણ લાભ થાય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ત્વચાની બળતરાને શાંત કરે છે. તમે ત્યાં ઓલિવ વાળું કોટનનું પૂમડું મૂકી શકો છો.

એક જગ્યા ના બેસો

એક જગ્યા ના બેસો

તમે કોઇ પણ જગ્યાએ લાંબા સમય સુધી ના બેઠા રહો. વ્યાયામ કરો. અને લોહી પડે ત્યારે ડોક્ટરનો ચોક્કસ પણે સંપર્ક કરો.

English summary
Natural Remedies To Get Rid Of Piles Pain.The best way to get rid of piles pain or haemorrhoids is through natural remedies. Read to know the home remedies to cure Haemorrhoids at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X