નવરાત્રિમાં કરો આ ટોટકા અને મેળવો હેલ્થ, વેલ્થ અને મની

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં માઁ અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે, ત્યારે દરેક ભક્ત નવરાત્રિના નવે નવ દિવસ માઁ અંબાના વિવિધ રૂપોની પૂજા અર્ચના કરીને તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે બનતા તમામ ઉપાયો કરે છે. નવરાત્રિના દિવસોમાં આરાધના, ઉપવાસ, હોમ, હવન સિવાય કેટલાક ટોટકા પણ અચૂક કાર્ય કરે છે. આ કારણે જ ઘરના વડીલો બાળકોને નવરાત્રિમાં કોઇના ઘરે જવા માટે રોકે છે, અથવા તો કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ નહીં લેવાની સલાહ પણ આપે છે.

 

પરંતુ ટોટકા હંમેશા ખોટી નિયતથી જ નથી થતા. કેટલાક ટોટકા સારા પણ હોય છે. જે આપના જીવનને સરળ અને સુખમયી બનાવી શકે છે. અને એટલે જ જો તમે નવરાત્રિના દિવસોમાં આ ટોટકા અપનાવો છો, તો તમારા જીવનમાં જરૂરથી લક્ષ્મી અને વૈભવની કૃપા બનેલી રહે છે.

આવો જાણીએ આવા જ કેટલાક ટોટકા અંગે
લીંબુ: નવરાત્રિના પર્વમાં તમારા ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ બાંધી લો. જે તમને ખરાબ નજરથી બચાવશે અને તમને સ્વસ્થ્ય પણ રાખશે.
કાળા તલ:
નવરાત્રિના દિવસોમાં જરૂરિયાતવાળા લોકોને કાળા તલનું દાન કરવાથી તમારા પર લક્ષ્મી કૃપા થાય છે.
લાલ કપડા:
નવરાત્રિમાં કોઇ કુવારી કન્યાને લાલ રંગના કપડા ગીફ્ટ કરો. જેથી તમારા સન્માનમાં વધારો થશે.
આવા જ કેટલાક નાના નાના પણ કારગર ટોટકા છે જે જાણવા માટે સ્લાઇડર પર ક્લીક કરો.

પીળા વસ્રો
  

પીળા વસ્રો

નવરાત્રિના દિવસોમાં પીળા રંગના વસ્રો પહેરવાની કોશિષ કરો, આ ટોટકો તમને આર્થિક મજબૂતી આપશે.

કાળા રંગથી દૂર રહો
  

કાળા રંગથી દૂર રહો

નવરાત્રિના નવ દિવસ કાળા રંગનો કોઇ પણ સામાન જેમકે કપડા, જૂતા, ઘડિયાળ, બેગ વગેરેથી દૂર રહો, તે તમને ખર્ચાળ બનાવશે.

ભણવામાં ઉત્તમ થવા માટે
  

ભણવામાં ઉત્તમ થવા માટે

જો ભણતરમાં તમે સારૂં પરિણામ મેળવવા માંગો છો, તો માં દુર્ગાની પૂજા કર્યા બાદ તમે તમારા હાથ પર લાલ રંગનો દોરો બાંધી લો.

માંનું ધ્યાન
  
 

માંનું ધ્યાન

નવ દિવસ દરમ્યાન પ્રાત વહેલા ઉઠીને માંનું ધ્યાન કરીને પાણી અર્પણ કરો તમને નોકરી જલ્દી મળશે.

સફેદ ચોખા
  

સફેદ ચોખા

નવ દિવસ સુધી સફેદ ચોખા કોઇ ભિખારીને આપો, જેમના લગ્ન નથી થતા તેમના લગ્નની વાત આગળ વધશે. અને જેમને બાળકો નથી થતા તેમના ઘરે પારણું બંધાશે.

English summary
Here is Navratri Totke for job, promotion, money , health and marriage. Its very effective.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.