
Neck Pain : ડોકના દુઃખાવાને અવગણશો નહીં, આ ગંભીર રોગનું છે લક્ષણ
Neck Pain : ગરદન આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કેટલીકવાર જ્યારે આપણને ગરદનમાં દુઃખાવો થાય છે, ત્યારે આપણે બેચેની અનુભવીએ છીએ. કારણ કે ગરદનના દુઃખાવાના કારણે આપણે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેમને ખાવા-પીવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
લાંબા સમય સુધી કામ કરવાને કારણે ગરદનનો દુઃખાવો પણ આપણી સમસ્યાઓમાં વધારો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, ગરદનમાં દુઃખાવો થવો એ કેટલીક ગંભીર બીમારીઓની નિશાની હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

ગરદન શા માટે દુઃખે છે?
સવારે ઉઠ્યા પછી ગરદનના દુઃખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સૂતી વખતે સખત ગાદલું અથવા ઓશીકું વાપરવું અથવા ઊંચાઓશીકા પર સૂવું, તમારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડૉકટર્સ ઓશીકું વિના સૂવાની ભલામણ કરે છે.
આ સિવાય કોમ્પ્યુટરઅને લેપટોપ પર લાંબા સમય સુધી કામ કર્યા બાદ, વ્યક્તિને ગરદનમાં દુઃખાવો અને તાણ થવા લાગે છે. કેટલીકવાર તમને રાત્રે યોગ્યરીતે ઊંઘ ન આવવાને કારણે પીડાનો સામનો કરવો પડે છે.

બિન-વિશિષ્ટ નેક પેન
ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે, ગરદનના દુઃખાવાનું ચોક્કસ કારણ શોધવું મુશ્કેલ બની જાય છે, પરંતુ જ્યારે કોઈ કારણ વગરગરદનમાં દુઃખાવો થાય છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તમારી સ્નાયુની એક પેશી તૂટી ગઈ છે. જોકે ગરદનમાં આ પ્રકારનો દુઃખાવોસામાન્ય છે.

ચિંતા અને તાણાવ
પીઠ અને ગરદનના દુઃખાવાની ફરિયાદો વારંવાર તણાવમાં જોવા મળે છે. કારણ કે સ્ટ્રેસને કારણે માંસપેશીઓ જકડાઈ જાય છે. ગરદનનાપાછળના ભાગમાં દુઃખાવો એ પણ સૌથી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી, યોગ્ય મુદ્રામાં નઊંઘવાથી અને અચાનક ગરદનમાં નસો આવવાના કારણે થઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે એક નાની સમસ્યા પાછળથી ર્વાઇકલસ્પોન્ડિલોસિસમાં ફેરવાઈ શકે છે. ગરદનમાં દુઃખાવો, જડતા, માથાનો દુઃખાવો અને ખભાની આસપાસનો દુઃખાવો અથવા ખભાની જડતાતેના સામાન્ય લક્ષણોમાં છે.

આ બાબતો ધ્યાનમાં રાખો
- ગરદનના દુઃખાવાથી છૂટકારો મેળવવા માટે દરરોજ કસરત કરો.
- પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લેવાથી પણ આ પ્રકારના દુઃખાવામાં રાહત મળે છે.
- હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોમ્પ્રેસ કરવાથી પણ ફાયદો થાય છે.
- દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત પ્રેક્ટિસ કરો.
- જ્યારે પણ તમે બેસો કે સૂઈ જાઓ, ત્યારે ધ્યાન રાખો કે ગરદન સીધી રહે.
- જ્યારે પણ તમે વાહન ચલાવો ત્યારે તમારી પીઠ સીધી રાખો.
- સૂતી વખતે નરમ અને ઓછી ઊંચાઈના ઓશીકાનો ઉપયોગ કરો.