For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસરત કરતા પહેલા ભૂલથી પણ ના ખાતા આ 7 વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

તમે જીમમાં જઇને કસરત કરવાનું કે પછી સવારે જોગિંગ કરવાનું વિચારી રહ્યા છો. તો જોગિંગ કે કસરત કરતા પહેલા નીચે મુજબ વસ્તુઓ ના ખાતા. કારણ કે આમ કરવાથી તમે તમારા જ શરીરને નુક્શાન પહોંચાડી રહ્યા છો. આ વસ્તુઓ ખાવાથી તમારે તમારી કસરતને યોગ્ય ન્યાય તો નથી જ આપી રહ્યા સાથે જ પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યા છો. તો જો તમને લાગતું હોય કે હું આટલી કસરત કરું છું તેમ છતાં પતળો કેમ નથી થઇ રહ્યો તો બની શકે તે માટે જવાબદાર હોય તમારી આ આદત.

1 પીણું + 1 અઠવાડિયું= 5 કિલો વજન ઓછું!

તો જીમમાં જતા પહેલા કે પછી તમારી 45 મિનિટની વોક પર જતા પહેલા શું શું ના ખાવી કે પીવું જોઇએ તેનું સમગ્ર લિસ્ટ વાંચો નીચેના ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ આ આર્ટીકલ મિત્રોને પણ શેયર કરજો જેથી કરીને તે પણ તેમની હેલ્થ ની યોગ્ય રીતે જાણવણી કરી શકે તો વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર....

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીનો સલાડ ખાઇ તમે જો કસરતની શરૂઆત કરી રહ્યા છો તો તે ખોટું છે. આવા શાકભાજીમાં હાઇ ફાઇબર હોય છે જે તમારા પેટમાં ગેસ પેદા કરે છે જેના કારણે તમને કસરત વખતે પેટમાં દુખાવાની સમસ્યા રહી શકે છે. અને તમારું કસરત કરવું પણ મુશ્કેલ બની શકે છે.

તેલી ખોરાક

તેલી ખોરાક

તેલ વાળો ખોરાક ખાઇને તમે કસરત કરવા જશો તો એસિડિટીની સમસ્યા તમને કસરત કરવા નહીં દે. તો કસરત પહેલા તળેલું તેલવાળુ ખાવાનું રહેવા દો.

બ્રેડ

બ્રેડ

બ્રેડમાં હાઇ ફાઇબર હોય છે. જેના કારણે તેને પચતા વાર લાગે છે. તો કસરત પહેલા આ પણ ખાવાનું રહેવા દો.

સૂકો માવો

સૂકો માવો

કસરત પહેલા સૂકો મેવો જેમ કે કાજૂ, બદામ, અખરોટ વધુ માત્રામાં ખાવો અયોગ્ય છે. યાદ રાખો કસરત કરવાની 30 મિનિટ પહેલા કશું પણ ખાવુંનું છોડી દો.

તીખું ભોજન

તીખું ભોજન

તીખી વસ્તુ ખાવાથી કસરત વખતે તમને છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે. વળી તમારી કસરત તમારી બળતરા વધારી શકે છે તો શ્રેષ્ઠ તે જ રહેશે કે તેવો ખોરાક ટાળો.

જંક ફૂડ

જંક ફૂડ

આપણામાંથી ધણાને આદત હોય છે પહેલા પીઝા કે બર્ગર ખાશે અને પછી કલાક ચાલવા ઉપડશે. પણ આવા ખોરાક તમારી ફેટને વધારે છે અને તે તમને ચાલતા હંફાવે છે. જેથી તમે પૂર્ણ ગર્મજોશીની કસરતને ન્યાય નથી આપી શકતા.

સ્પોર્ટ્સ ડ્રિંક

સ્પોર્ટ્સ ડ્રિંક

ધણા લોકોની તેવી માન્યતા છે કે સ્પોર્ટ્સ ડ્રિંક્સ પીવાથી કસરત પહેલા તેમનો સ્ટેમિના વધે છે. પણ આ પ્રકારના સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં ખાંડ મોટી માત્રામાં હોય છે. તેના બદલે તાજા બનાવેલા ફ્રૂટ જ્યૂસ વધુ સુયોગ્ય રહેશે.

English summary
You have promised yourself that you will achieve your fitness goals by the end of the year and so you have started on a strict workout regime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X