For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! ઓઇલી ફૂડ આપને બનાવી દેશે ગજનીનો આમિર

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 30 માર્ચ: હેડલાઇન વાંચીને આપને આશ્ચર્ય થયું હશે, પણ હા આવું અમારુ કહેવું નથી પરંતુ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા નવા સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વધારે ઓઇલી ફૂડના વધારે સેવનથી માત્ર શરીરમાં ચરબીનો જ વધારો નથી થતો પરંતુ મેમોરી પણ જઇ શકે છે. અને વ્યક્તિની હાલત ફિલ્મ ગજનીના આમિર ખાન જેવી થઇ શકે છે, જેને 15 મિનિટ પહેલાનું કંઇ યાદ ન્હોતું રહેતું.

food
'બાયોલોજિકલ સાઇકિયાટ્રી'માં પ્રકાશિત શોધ-પત્ર અનુસાર વધારે તેલવાળુ ભોજન માનવ શરીરના મગજ પર પણ આડઅસર કરે છે, જેના કારણે વ્યક્તિને ગભરામણ, સ્મૃતિલોપ અને વર્તનમાં ચિડિયાપણું પણ થઇ શકે છે. શોધકર્તાઓ અનુસાર, તેલવાળા ભોજનના કારણે ઉદરમાં મળી આવતા જીવાણુંઓમાં પરિવર્તનના કારણે સ્વાસ્થ્ય અને વર્તનમાં આ પ્રકારનું હળવું પરિવર્તન પેદા થાય છે.

આપને જણાવી દઇએ કે અમારી બોડીમાં અરબોની સંખ્યામાં સૂક્ષ્મજીવ મળી આવે છે, જેની ઘણી મોટી સંખ્યા આપણા આંતરડામાં પણ મળી આવે છે. ઓઇલી ફૂડ વ્યક્તિના ફિગરને તો બગાડે જ છે, સાથે સાથે વ્યક્તિના મેંટલ લેવલને પણ બગાડી શકે છે. એટલા માટે ક્યારેક-ક્યારેક તો ઠીક છે પરંતુ રોજ ઓઇલી ફૂડ ખાવાથી બચો કારણ કે તે આપને માત્ર નુકસાન જ પહોંચાડશે.

English summary
Eating fatty food appears to take an almost immediate toll on both short-term memory and exercise performance, according to new research on rats and people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X