For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : બ્રેક અપ પછી બની શકો છો ડિપ્રેશનનો શિકાર, જાણો લક્ષણો

Relationship Tips : વર્તમાન સમયમાં ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો સંબંધો જાળવી રાખવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે. ત્યારે બ્રેકઅપ થવું હવે સામાન્ય બની ગયું છે. આવા સમયે ભાવાત્મક વ્યક્તિઓ અંદરથી તુટી જાય છે.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : વર્તમાન સમયમાં ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો સંબંધો જાળવી રાખવામાં નિષ્ફળ નિવડી રહ્યા છે. ત્યારે બ્રેકઅપ થવું હવે સામાન્ય બની ગયું છે. આવા સમયે ભાવાત્મક વ્યક્તિઓ અંદરથી તુટી જાય છે. જેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે. બ્રેકઅપના કારણે લોકો ડિપ્રેશનનો શિકાર થઇ જાય છે. આવામાં અમે બ્રેકઅપ બાદ દેખાતા ડિપ્રેશનના લક્ષણો દેખાય છે.

બ્રેકઅપ ડિપ્રેશનના લક્ષણો શું છે?

લોકોથી દૂર રહેવું

લોકોથી દૂર રહેવું

બ્રેકઅપના કારણે ડિપ્રેશનમાં જવું વ્યક્તિને શાંત બનાવે છે. તેને કોઈને મળવાનું મન થતું નથી. જો તમારામાં પણ આવી આદત આવી રહીછે, તો તેને અવગણશો નહીં, બલ્કે વાત કરવાનું અને લોકોને મળવાનું શરૂ કરો. આમ કરવાથી તમે તમારી જાતને હતાશામાંથી બહાર લાવીશકો છો.

ચીડિયાપણું આવી જવું

ચીડિયાપણું આવી જવું

જો બ્રેકઅપ બાદ વ્યક્તિ ડિપ્રેશનમાં ગયો હોય, તો તે ચીડિયાપણું અનુભવી શકે છે અથવા તમારી અંદર ગુસ્સો વધી ગયો છે. આવીસ્થિતિમાં આ લક્ષણને હળવાશથી ન લો, પરંતુ તમારી જાતને શાંત રાખો અને લોકો સાથે વાત કરો. આમ કરવાથી તમારી ચીડિયાપણું દૂરથઈ જશે.

શારીરિક નબળાઇ આવવી

શારીરિક નબળાઇ આવવી

વ્યક્તિ સાથે સંબંધ તોડવાના દુ:ખમાં વ્યક્તિ પોતાના આહાર પર ધ્યાન આપી શકતી નથી. માનસિક રીતે ભાંગી પડેલી વ્યક્તિની શારીરિકક્ષમતા ઓછી થવા લાગે છે અને તે નબળી પડી શકે છે. આ સાથે જ વ્યક્તિને આ સમયે ભૂખ પણ નથી લાગતી. આમ કરવાથી તમારા શરીરમાં નબળાઈ આવે છે.

કાર્યક્ષમતામાં ઘટાડો

કાર્યક્ષમતામાં ઘટાડો

બ્રેકઅપ બાદ જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હોય, તો તેની કામ કરવાની ક્ષમતા પર પણ વિપરીત અસર થઈ શકે છે. આવીસ્થિતિમાં જો તમે તમારી કાર્યક્ષમતા ગુમાવી દીધી હોય અને તમારું બ્રેકઅપ થઈ ગયું હોય, તો તમારી જાત પર ધ્યાન આપવાની જરૂર છે.

English summary
Relationship Tips : You can become a victim of depression after a break up, know the symptoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X