For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો સાવધાન! તમારામાં પણ આવી જશે નપુંસકતા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: જો આપ ટાઇટ અંડરવિયર પહેરતા હોવ અને અવારનવાર ડાઇટિંગ કરતા હોવ તો સાવધાન થઇ જાવ કારણ કે એવું કરવાથી આપનું સ્પર્મ કાઉંટ ઓછું થઇ શકે છે, એટલે કે આપ નપુંસકતાનો શિકાર બની શકો છો.

ફ્રાંસમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 1990ના દાયકા બાદથી આખા વિશ્વમાં સ્પર્મ કાઉંટ એટલે કે પ્રતિ મિલીલીટર વીર્યમાં શુક્રાણુંઓની સંખ્યા ઘટી ગઇ છે. એટલું જ નહીં શુક્રાણુઓની ગુણવત્તામાં પણ ઉણપ આવી છે. આ શોધ 1989થી લઇને 2005 સુધી લાંબા અંતરાલ સુધી કરવામાં આવેલ આ શોધમાં જાણવા મળ્યું છે કે ટેકનોલોજીના આ જમાનામાં પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ વધ્યું છે.

man
26 હજાર લોકો પર કરવામાં આવેલ આ શોધમાં સામે આવેલ તારણ પ્રમાણે 1985થી 2005 વચ્ચે પુરુષોમાં સ્પર્મ કાઉંટમાં 30 ટકાની ઓછપ નોંધાઇ છે. સ્વસ્થ્ય શુ્ક્રાણુ પણ હવે જલ્દી નથી મળી રહ્યા. ફ્રાંસના શોધકર્તાઓનું કહેવું છે કે ફ્રેંચી પહેરનારાઓ પર આની અસર વધારે પડે છે. ફ્રાંસના પુરુષોમાં સ્પર્મ કાઉંટમાં એક તૃતિયાંશનો ઘટાડો નોંધાયો છે.

શોધકર્તાઓએ આની પાછળ અવ્યવસ્થિત ખાણીપીણી, ડાયટિંગ અને ટાઇટ ફિટિંગ પહેરવેશને કારણભૂત જણાવ્યું છે. ખાસ કરીને ટાઇટ અંડરવીયર પહેરવાથી વીર્ય પર અસર પડે છે. અથવાતો આપ જો ટાઇટ અંડરવીયર પહેરતા હશો તો આજથી જ બંદ કરી દેવું તમારા માટે હિતાવહ છે.

English summary
According to latest French research, tight under wear is the main cause of falling in sperm counts. and this is serious public health warning for men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X