For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન: આ વસ્તુઓ થાઇરોઇડ ગ્રંથિને પહોંચાડે છે નુક્શાન!

|
Google Oneindia Gujarati News

થાઇરોઇડ ગ્રંથિ ગળાની વચ્ચે અને સૌથી આગળની તરફ હોય છે. તેમાંથી થાઇરોઇડના હોર્મોન પેદા થાય છે. અને આ હાર્મોન શરીરની પાચન ક્રિયાને નિયંત્રિત કરે છે. આજકાલ થાઇરોઇડ હોવો એક સામાન્ય બિમારી થઇ છે વળી મહિલાઓમાં તે સૌથી વધુ જોવા મળે છે. વધુમાં ગર્ભવતી મહિલાઓમાં થાઇરોઇડનો ખતરો જોવા મળે છે.

અને તેના કારણે ગર્ભપાત પણ થઇ શકે છે. તથા ગર્ભધારણ કરવાની શક્યતાઓ પણ ધટે છે. ત્યારે આજના આ આર્ટીકલમાં અમે તમને કેટલીક તેવી વસ્તુઓ વિષે જણાવાના છીએ જે આ રોગનું કારણ બની શકે છે કે પછી તેના વધારો કરવા માટે પણ કારણ બની શકે છે. તો જો તમને થાઇરોઇડ હોય તો નીચેની વસ્તુઓથી એક દૂરી જરૂરથી બનાવી લો. ત્યારે વાંચો આ રસપ્રદ અને માહિતીસભર આર્ટીકલ...

પ્લાસ્ટિક

પ્લાસ્ટિક

પ્લાસ્ટિકના ડબ્બા કે વાસણામાં ખાવા, પીવાની વસ્તુઓ રાખવાની કે પછી તેના ગરમ કરવાથી થાઇરોઇડની ગ્રંથિ પ્રભાવિત થાય છે. પ્લાસ્ટિકમાં કેટલાક હાનિકારક તત્વ હોય છે જે શરીરમાં પ્રવેશ કરીને નુક્શાન પહોંચાડે ચે. વળી તે કેન્સર જેવી ખતરનાક બિમારીઓ માટે પણ કારણભૂત બને છે.

સોયા

સોયા

સોયામાં સાયટોસ્ટરોજેન હોય છે જે થાઇરાઇડ ગ્રંથિથી થતા થાઇરાઇડ સ્ત્રાવને રોકે છે. સોયા થાઇરોઇડ ગ્રંથિથી આયોડિન અધિક માત્રામાં ગ્રહણ કરે છે. જેનાથી થાઇરોઇડ પેદા નથી થતો.

કીટનાશક નાંખેલા શાક કે ફળો

કીટનાશક નાંખેલા શાક કે ફળો

આજકાલ દરેક શાક અને ફળો પર અલગ અલગ પ્રકારના કિટનાશક નાખવામાં આવે છે. જેના થાઇરોઇડની ગ્રંથિને નુક્શાન પહોંચાડે છે. વળી તેનાથી માથા અને મગજને પણ નુક્શાન પહોંચે છે. અને અન્ય બિમારીઓ પેદા થાય છે.

ફ્લોરાઇડ વાળું પાણી

ફ્લોરાઇડ વાળું પાણી

પાણીમાં ફ્લોરાઇડ હોય છે. પણ તેની વધુ માત્રાથી થાઇરોઇડ ગ્રંથિને નુક્શાન પહોંચે છે. અને પાણી અને ખોરાકમાં મળેલો ક્લોરિન પણ થાઇરોઇડ ગ્રંથિને નુક્શાન પહોંચાડી શકે છે.

ઇંધણનું પરક્લોરેટ

ઇંધણનું પરક્લોરેટ

ઇંધણના બળવાથી તેમાંથી પરક્લોરેટ બને છે. જે ધુમાડા સાથે ભળીને શરીરમાં પ્રવેશ કરે છે. આ કેમિકલ ખાવાની વસ્તુઓ અને પાણીમાં પણ હાજર હોય છે. જે થાઇરોઇડની ગ્રંથિને પ્રભાવિત કરે છે. અને અન્ય સ્વાસ્થય સંબંધિ મુશ્કેલીઓને પણ નોતરે છે.

English summary
Avoid eating, drinking and warming foods in plastic containers, as it can damage your thyroid gland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X