જાણો: વધુ લીંબુ પાણી બની શકે છે ખતરો

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે લોકો વજન ઉતારવા માટે, વજન ઓછું કરવા માટે અથવા તો શરીરની અંદરનો કચરો સાફ કરવા માટે લીંબુ પાણીનું સેવન કરે છે. પાણીમાં લીંબુ પાણી પીવાથી વિટામીન સી, પોટેશિયમ અને ફાઇબર પ્રાપ્ત થાય છે. જો કે કહેવાય છે કે કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાન કારક હોય છે. બસ તેજ રીતે લીંબુ પાણી વધુ પીવાથી પણ કેટલીક સાઇડ ઇફેક્ટ થતી હોય છે.

વધુ પડતુ લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણી ઓછું થઇ જાય છે અને ડીહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. આ સિવાય કેટલાક લોકોને દાંતમાં ઠંડા, ગરમનો અનુભવ પણ થવા લાગે છે.

 

આ સિવાય પણ એવી ઘણી સમસ્યાઓ છેકે જે વધુ લીંબુ પાણી પીવાથી થઇ શકે છે. લીંબુ પાણીનું નિયમિત સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લઈ લેવી જોઇએ. આવો જાણીએ કે વધુ લીંબુ પાણી પીવાથી શું શું સાઇડ ઇફેક્ટ થઇ શકે છે.

દાંતોમાં ઠંડુ-ગરમ
  

દાંતોમાં ઠંડુ-ગરમ

લીંબુમાં સાઇટ્રીક એસિડ હોય છે. જેનો દાંત સાથે વધુ સંપર્ક થવાથી દાંત સંવેદનશીલ થઇ જાય છે. જો તમારે લીંબુ પાણી પીવુ જ હોય તો હંમેશા સ્ટ્રોનો ઉપયોગ કરો જેથી પાણી દાંતને સ્પર્શ ન કરે.

છાતીમાં બળતરા
  

છાતીમાં બળતરા

જો તમને એસીડીટીની સમસ્યા છે, તો તરત જ લીંબુ પાણીનું સેવન બંધ કરો.

પેટ ખરાબ થઇ શકે છે
  
 

પેટ ખરાબ થઇ શકે છે

ઘણી વખત લોકો જમવાનું પચાવવા માટે લીંબુ પાણીનો પ્રયોગ કરે છે. કારણ કે લીંબુ પાણીનો એસિડ પાચનમાં મદદ કરે છે. પરંતુ લીંબુ પાણીના વધુ સેવનના કારણે પેટમાં એસિડ જમા થઇ જતા પેટ ખરાબ થઇ શકે છે. લીંબુને હંમેશા ખાવામાં મેળવીને જ ખાવુ જોઇએ.

કિડની અને પિત્તાશયની થેલીની સમસ્યા
  

કિડની અને પિત્તાશયની થેલીની સમસ્યા

લીંબુમાં એસિડીક લેવલ સિવાય ઓક્સલેટ પણ હોય છે. તેથી લીંબુ પાણીના વધુ પડતા સેવનના કારણે શરીરમાં ક્રીસ્ટલ બની જાય છે. પરિણામે કિડની સ્ટોન અને ગોલસ્ટોનની સમસ્યા થઇ શકે છે.

ડીહાઇડ્રેશન
  

ડીહાઇડ્રેશન

લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબ કરવા માટે જવુ પડે છે. જેનાથી બોડીમાં ડીહાઇડ્રેશન થઈ શકે છે. એટલે લીંબુ પાણીનું સેવન જ્યારે પણ કરો, ત્યારે અલગથી સાદુ પાણી પણ ખુબ પ્રમાણમાં પીવુ જોઇએ.

કેટલીક સાવધાની
  

કેટલીક સાવધાની

લીંબુ પાણીને ક્યારેય પણ કોઇ બિમારી દુર રાખવા માટે ન પીવુ જોઇએ. જો લીંબુ પાણી પીધા બાદ કોઇ સાઇડ ઇફેક્ટ લાગે તો તેનું સેવન તરત જ બંધ કરી દેવુ જોઇએ. જો વિટામીન સી માટે તમે લીંબુ પાણી પીવા માંગો છો, તો માત્ર અડધા લીંબુનો જ ઉપયોગ કરો.

English summary
Side Effects of Drinking Too Much Lemon With Water Lemon water may also cause side effects if you drink too much of it. There are some important things you need to know about having too much lemon and the lemon side effects.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.