• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જિમમાં વધારે વર્કઆઉટ કરવાથી થઇ શકે છે આ નુકસાન

|

[લાઇફસ્ટાઇલ] અમે આપને ક્યારેય એ સલાહ નહીં આપીએ કે આપ આપના જીમની વર્કઆઉટને મિસ કરો. પરંતુ જીમમાં ખૂબ જ વધારે કસરત કરવાથી પણ વધારે ફાયદો થતો નથી. જીમમાં હંમેશા પોતાની ક્ષમતા અનુસાર જ વર્કઆઉટ કરવું જોઇએ.

પરંતુ કેટલાંક લોકો મસલ્સ બનાવવા અથવા વજન ઓછુ કરવાના ચક્કરમાં એટલા ગાંડા બનીને કસરત કરતા હોય છે કે ના પૂછો વાત, આમને આમ તેઓ ખુદને નુકસાન પણ પહોંચાડતા હોય છે. મિત્રો ક્યારેક ક્યારેક થાક લાગવો અલગ વાત છે પરંતુ શ્વાસ વધારે ચડવો એ યોગ્ય બાબત નથી.

આવો અમે અમારા આ લેખમાં આપને જણાવીએ કે વધારે વર્ક આઉટ કરવાથી શું નુકસાનીનો સામનો કરવો પડી શકે છે.

શ્વાસ ફુલાઈ જવા

શ્વાસ ફુલાઈ જવા

એક્સરસાઇઝ સમય દરમ્યાન શ્વાસ ચડે એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે આપ વર્કઆઉટ ના કરતા હોવ તો પણ આ જ પ્રક્રિયા થાય હોય તો તમે વધારે વર્ક આઉટ કરી રહ્યા છો. જો તમે ઊભા રહી જાવ છો કે આરામ કરી લો છો તો તમે 60 સેકંડમાં ઠીક થઇ જશો. જો તમને શ્વાસ જલ્દીથી નથી આવતો તો એનો અર્થ છે કે આપ વર્ક આઉટ વધારે કરી રહ્યા છો. આવી પરિસ્થિતિમાં તમને ઠીક થતાં થોડો સમય લાગશે, પરંતુ શરીર સામાન્ય વર્ક આઉટ કરી શકે છે. તો પણ જો તમને પગમાં અને તળીયામાં સોઝા છે, વધારે તાવ, ખાંસી, શરદી લાગવી, આંગળીયોનું ભૂરું થઇ જવું અને ગભરામણ થાય તો તરત જ ડોક્ટર પાસે જઇને સલાહ લેવી જોઈએ, આ બધાં હાર્ટ અટૈકના લક્ષણો હોઇ શકે છે.

હૃદયની બીમારી

હૃદયની બીમારી

કોઇપણ મોટી કસરત કર્યા પછી જો તમને શ્વાસ રુંધાવા લાગે કે પછી જો તમને હ્રદયમાં બેચેની થાય તો આને ટાળશો નહીં. આ હાર્ટ અટેક કે એંજિમા (રૂધિરની જે રક્તવાહિનીઓમાં રોકાઇ જાય તો લોહી અને ઓક્સિજન હ્રદયમાં પહોંશે નહીં.) આના લક્ષણ હોય શકે છે. ઘ્યાન રાખો કે છાતીના બધાં દુ:ખાવા એક જ જેવા હોય છે, જેમ કે બળતરા થવી કે વાગવું કે પછી ભારે લાગવું.

ઉબકા અને ઉલ્ટી થવી

ઉબકા અને ઉલ્ટી થવી

આ એક જાણીતી વાત છે કે વ્યાયમ દરમ્યાન કે પછી ખોરાક લીધેલો છે તે નીકળી જવો એ સારુ નથી. અને જો તમને આ વધારે જ થતુ હોય તો તમારે તમારા આહાર બદલવાની જરુર છે. કામ કરતી વખતે જો તમને ઉલ્ટી થાય તો આનો મતલબ એ છે કે તમને ડિહાઇડ્રેશન અથવા આપના શરીરમાં ગરમીના કારણે જો તમને થાક લાગે તો તરત જ ઠંડી જગ્યા પર આરામ કરી લેવો જોઇએ, જો તમે આને નજર અંદાજ કરશો તો આનાથી હીટ સ્ટ્રોક, શરીરના અંગોમાં ખરાબી કે મૃત્યું પણ થઇ શકે છે.

તાવ

તાવ

બીમારી વખતે કસરત કરવાની સલાહ આપવામાં આવતી નથી, ખાસ કરીને જ્યારે તાવ હોય ત્યારે. જો તાવ 100.5 તાપમાન થી વઘારે હોય તો તમારે વર્કઆઉટ ના કરવું જોઇએ. અને જો તમે આવું કરો છો તો તમે તમારા જીવનને જોખમમાં મુખી રહ્યા છો.

વાહીની ઓમાં દુખાવો

વાહીની ઓમાં દુખાવો

વર્કઆઉટ કરતી વખતે કે અડધો કલાક પછી જો તમને સાંધામાં દુ:ખાવો થઇ શકે છે, પરંતુ આના પછી પણ જો આજ રીતે દુખાવો રહે તો સાવધાન રહેવાની જરુર છે. જો વર્કઆઉટના બીજા દિવસે પણ સાંધામાં દુ:ખાવો છે તો એનો મતલબ એ છે કે આપે વર્કઆઉટ વધારે કરી લીધું છે. અને જો સામાન્ય દિવસોમાં પણ જો આવું જ થાય તો તમારે આરામ કરવાની જરૂર છે.

મનમાં પરિવર્તન .co

મનમાં પરિવર્તન .co

જો તમે શારીરિક રીતે ઠીક નહીં હોવ તો તમે માનસિક રીતે થાક અનુભવશો. શારીરિક ગતિવિધિયો જ્યા તણાવ અને ચિંતાને ઓછી કરવા સાથે જોડાયેલ છે તો વધારે કરવાથી ચિડચિડિયાપણું અને કંટાળાજનક લાગે છે. એથલીટોની સાથે બને છે કે જો તેઓ વધારે વર્કઆઉટ કરે છે તો તેઓ પોતની પ્રતિદ્વંદ્ધીતાની ભાવના છોડી દે છે.

સારી ઊંઘ ના આવવી

સારી ઊંઘ ના આવવી

દિવસમાં કાર્યરત હોઇએ તો રાતે સારી ઊંઘ આવે છે, પરંતુ જો તમે વધારે પડતું વર્કઆઉટ કરો છો તો આના કરતા વિરુધ્ધ થઇ શકે છે. વધારે કામ કરવાથી બેચેની, થાક, ઊંઘ ના આવવી કે પછી વધારે આવવી એવી મુશ્કેલીઓ થઇ શકે છે પરંતુ જ્યારે તમે આ ઓછું કરી દેશો તો તમારી ઉંગ સામાન્ય થય જશે.

કસરત ઓછી થઇ જવી

કસરત ઓછી થઇ જવી

જો આપ સતત વર્કઆઉટ કરી રહ્યા છે તો ધ્યાન આપો કે આપણું પરફોર્મન્સ સુધર્યું છે કે એવું જ છે. જો તમને પેલા કરતા વધારે થાક લાગે છે તો તમે સમજી લેવું કે તમે કામ વધારે કરો છો આના માટે જો તમે કસરત કરતી વખતે ક્વાલીટી પર ધ્યાન આપો નહીં કે ક્વોન્ટિટી પર. જો તમે એવું માનતા હોય કે વધારે વ્યાયામ કરવો એ ફાયદાકારક છે તો તમે ખોટા છો.

English summary
We’d never advise you to miss your workout sessions, but too much gym time can actually do more harm than good. When it comes to the gym, it’s important to realise that more is not better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more