For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિનામાં 10 કિલો સુધી ચરબી ઓછી કરવા અપનાવો આ પ્લાન

|
Google Oneindia Gujarati News

જે લોકો પોતાના વજનથી પરેશાન છે તે લોકો તેવા કોઇ પણ આર્ટીકલ પર ક્લિક કરવાનું નથી ચૂકતા જે તેમના લબડી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થઇ શકે. આમ પણ આપણા ગુજરાતીઓ વજન વધારાની સમસ્યાથી વધુ પીડાય છે. જો કે હવે ગુજ્જુઓ જાગૃત તો થયા છે પણ ચરબી એવી વસ્તુ છે કે એક વાર માંડ માંડ ઓગાળી હોય અને હજી માંડ શાંતિનો શ્વાસ લીધો હોય ત્યાં જ ફરી તે પોતાની જમાવડો પાછો શરૂ કરી દે છે.

વળી તે વાત તો બધા જ સ્વીકારે છે કે મોટાપો ઓછો કરવા માટે મેટોબોલિઝમ રેટ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે અને ઉંમર વધતા મેટાબોલિઝમ રેટ ઓછો થતો જાય છે. ત્યારે જો તમે પણ પતળા થવા માટે મન બનાવી લીધુ છે તો વાંચો આ પ્લાન જે તમને પતળા થવામાં મદદ જરૂરથી કરી શકે છે...

ઠંડા પાણીથી નાહવું

ઠંડા પાણીથી નાહવું

તમને નવાઇ લાગશે પણ ઠંડા પાણીથી નાહવાના પોતાના ફાયદા છે. તેનાથી શરીરનું તાપમાન ઓછું રહે છે અને શરીરનું તાપમાન બનાવી રાખવા માટે બોડીને ફેટ સેલ્સનો ઉપયોગ કરવો પડે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આમ પણ આપણે ત્યાં સારી એવી ગર્મી હોય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

રોજ સવારે ચાના બદલે ગ્રીન ટી પીવો અને બપોરે પણ ગ્રીન ટી પીવાનું રાખો. ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મેટાબોલિઝમને વધારે છે.

કિંગ સાઇઝ નાસ્તો

કિંગ સાઇઝ નાસ્તો

પતળા થવાનો પહેલો નિયમ નાસ્તો પેટ ભરીને કરો. અને કદી પણ બ્રેકફાસ્ટના છોડો. વળી સાંજના 7 વાગ્યા બાદ ખાવાનું બિલકુલ છોડી દો. તે પહેલા ભલે ખાવ પણ તે પછી જો ભૂખ લાગે તો દૂધ જ લો.

વ્યાયામ ન ભૂલો

વ્યાયામ ન ભૂલો

સતત 45 મિનિટ સુધી બ્રિસ્ક વોક કરવાનું શરૂ કરો. સાથે જ હાથ અને શરીરના અન્ય અવયવોની હળવી કસરત શરૂ કરો. સાથે જ એબ ક્રન્ચ કરવાનો પ્રયાસ કરો જેથી તમારી પેટની ગોળી ગળી શકે.

બ્રેકફાસ્ટમાં પ્રોટિન

બ્રેકફાસ્ટમાં પ્રોટિન

પોતાના સવારના નાસ્તામાં પ્રોટિનને ભરપૂર ઉપયોગ કરો. પ્રોટિનના કારણે પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. અને પ્રોટિન ચરબીથી લડવામાં પણ મદદરૂપ થાય છે. ઓટ્સ, બીટ અને ફણગાવેલા કઠોળનો રોજ નાસ્તામાં ઉપયોગ કરો.

એક્ટવિ રહો

એક્ટવિ રહો

કોઇ પણ જગ્યાએ 30 મિનિટ વધુ બેઠા ના રહો. 30 મિનિટ પછી તે જગ્યાએથી પાંચ મિનિટ માટે પણ ઊભા થાવ એક રાઉન્ડ મારો. વળી બને એટલા એક્ટિવ રહો.

સૂરજ

સૂરજ

રિસર્ચ જણાવે છે કે જે લોકો સવારનો કોમળ તડકો લે છે તેમનું વજન જલ્દી ઓછું થાય છે. વળી તેનાથી શરીરને વિટામિન ડી પણ મળે છે.

English summary
Simple Morning Habits Will Help You Lose Up To 10 Kilos In A Month Have a look at these simple morning habits you need to follow to lose more than 10 kg in just a month!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X