For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસોડામાં પડેલા આ ખોરાક તમારા પ્રાણ લઈ શકે છે!

|
Google Oneindia Gujarati News

તમને લાગશે કે રસોડામાં પહેલો ખોરાક તમારા માટે ધાતક કરી રીતે હોઇ શકે પણ આ વાત સાચી છે. આજે અમે બટાકા, કાજુ, બદામ જેવા ખોરાક જે તમે રોજ બરોજના જીવનમાં પણ ખાવ છો તે કેવી રીતે તમારા માટે ઝેરી હોઇ શકે છે તે વિષે જણાવીશું.

એટલું જ નહીં અમુક ફળોના બીજ, ટમેટાના પાન પણ કેટલીક વાર ધાતક સાબિત થાય છે. આ ખતરનાક ખોરાક તમારા સ્વાસ્થયને ચપટીમાં બગાડી શકે છે. અને તમને ગંભીર રીતે બજાર કરી શકે છે.

ત્યારે જાણો કેવી રીતે રસોઇમાં રહેતા આ સામાન્ય લાગતા ખોરાક તમારા માટે પ્રાણધાતક બની શકે છે તે વિષે જાણો નીચેના આ રસપ્રદ આર્ટીકલમાં. અને જાણો તેવા તો કયા કયા ઝેર આ ખોરાક પેદા કરે છે. તો વાંચો આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડર...

ફળના બીજ

ફળના બીજ

પીચ અને એપ્રિકોટના બીજ જીવલેણ હોઇ શકે છે. આ ફળોના બીજ હાઇડ્રોજન સાઇનાઇડ પ્રકારનું ઝેર જેને પ્રસિક એસિડ કહેવાય છે તે ધરાવે છે. જે તમારા શરીરને નુક્શાન પહોંચાડી શકે છે.

રેવંચી

રેવંચી

આ હર્બ ખૂબ જ ઝેરી પ્રકૃતિ ધરાવે છે. કહેવાય છે કે રેવંચીના પાન માણસને મારી પણ શકે છે. જો કે રેવંચીના મૂળિયા ખૂબ જ સ્વાસ્થય વર્ધક હોય છે. અને તેનો ઉપયોગ ખાલી કબજીયાતમાં જ કરવો જોઇએ.

ટામેટા

ટામેટા

ટામેટા આપણે સામાન્ય રીતે રોજ ખાઇએ છીએ. દાળ-શાકમાં એક ટામેટું તો પડતું જ હોય છે. પણ તેના પાન અને તેના દાંડી એક પ્રકારનું રસાયણ ધરાવે છે જેને ગાલ્ય્કોલકોલિડ કહેવાય છે જે ઝેરી હોય છે. જો કોઇ ભૂલથી આ પાન કે દાંડી ખાઇ લે તો ગભરામણ અને પેટના ગંભીર દુખાવો થઇ શકે છે જે જીવલેણ પણ હોઇ શકે છે.

બટાકા

બટાકા

લીલા પડતા જે બટાકા આવે છે જે ઝેરી હોય છે. તેમાં પણ ટામેટાની જેમ જ ગાલ્ય્કોલકોલિડ ઝેર હાજર હોય છે. જે તમને લાંબા ગાળાની માંદગી આપી શકે છે અને કોમા જવાનો પણ વારો આવી શકે છે.

બદામ

બદામ

જો બદામનો ટેસ્ટ થોડા પણ બદલાય તે કડવી લાગે તો તેને ફેંકી દો અને બને તો તેને શેકી કે પાણીમાં પલાળી રાખ્યા બાદ જ ખાવ. જેથી તેની અંદરનું સાઇનાઇડ ઝેર દૂર થઇ જાય.

જાયફળ

જાયફળ

ખરાબ થયેલા જાયફળ તમારા મગજને ખલાશ પણ કરી શકે છે. તો આ જાયફળને પણ ખાસ ધ્યાન રાખીને ખાજો.

મધ

મધ

દુકાનમાં અધિકૃત એગમાર્ગ વાળુ મધ જ લેવું હિતાવહ છે. પેસ્ચ્યુરાઇઝ કર્યા વગરનું મધ ગ્રયાનોટોક્સિન નામનું ઝેર ધરાવે છે. જે તમને 24 કલાક સુધી ઉલટીઓ કરવી શકે છે.

ટૂના

ટૂના

ટૂનામાં સારા એવા પ્રમાણમાં મર્ક્યૂરી હોય છે. માટે ગર્ભવતી મહિલાઓને તેને ના ખાવી જોઇએ. તેનાથી બાળકને પણ અસર થાય છે અને મિસકેરેજ પણ થઇ શકે છે.

કાજૂ

કાજૂ

રો કાજૂ એટલે કે કાચા પ્રોસેસ કર્યા વિનાના કાજૂ પ્રાણધાતક હોઇ શકે છે કારણ કે તેમાં ઉરુશિઓલ નામનું રસાયણ હોય છે. આ ઝેર પોઈઝન આઇવીમાં પણ જોવા મળે છે.

ટેપીઓકા કે અરવી

ટેપીઓકા કે અરવી

અરવીના પાન અને મૂળિયાની અંદર મોટા પ્રમાણમાં સાઇનાઇડ હોય છે. જે પ્રાણ ધાતક સાબિત થઇ શકે છે.

English summary
There are some humans who love to eat anything that walks in their path, like literally! In the world, there are more than 80 percent of people who love to try out new and adventurous foods which in a way are harmful and toxic to the body. A new study shows that there are some foods in our kitchen itself which is harmful to our body. Strange right?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X