જાણો: તંદુરસ્તી માટે ભોજનની સાથે ક્યા સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી

Posted By:
Subscribe to Oneindia News

આપણે રોજ ભોજન લઇએ છીએ, પરંતુ તેમ છતા દૈનિક ભોજનમાં કેટલાક પોષક તત્વો નથી હોતા. તેથી જરૂરી છેકે વધતી ઉંમરની સાથે કેટલાક સપ્લીમેન્ટ્સ પણ લેવાનું શરૂ કરી દેવુ જોઇએ. જેમકે ખાસ કરીને મહિલાઓએ પ્રસવ કે મોનોપોઝની પ્રક્રિયા શરૂ થયા બાદ હેલ્થી લાઇફ માટે સપ્લીમેન્ટસ લેવા જોઇએ.

આ સપ્લીમેન્ટ્સ ઉપરાંત સારો આહાર અને નિયમીત વ્યાયામ તમને સ્વસ્થ્ય રાખવામાં હંમેશા મદદ કરશે. અને એટલે જ જમવાની સાથે કેટલાક સપ્લીમેન્ટ્સ લેવાની શરૂઆત પણ કરી દેવી જોઇએ કે જે તમને પાચનતંત્ર, હાડકા, મગજ, અને અન્ય રોગોથી લડવાની શક્તિને વધારવામાં મદદરૂપ થઇ શકે.

 

આવો જાણીએ કે એવા કયા સપ્લીમેન્ટ્સ છેકે જે તમારી તંદુરસ્તીને હંમેશા કાયમ રાખી શકે છે.

પાચન એન્જાઇમ
  

પાચન એન્જાઇમ

પાચન એન્જાઇમ તમારા ભોજનને પોષક તત્વોમાં બદલવામાં મદદગાર સાબિત થાય છે. સાથે જ આ એન્જાઇમ પોષક તત્વોને અબ્સોર્બ કરવામાં પણ મદદરૂપ બને છે. જો તમે આ સપ્લીમેન્ટ્સ નથી લઇ રહ્યાં તો તમારે ફળ અને શાકભાજીનું સેવન નિયમીત રીતે કરવુ જોઇએ.

પ્રો-બાયોટીક
  

પ્રો-બાયોટીક

પ્રો-બાયોટીક સપ્લીમેન્ટ્સ લેવાથી પેટના બેક્ટેરીયાનું સ્તર જળવાઇ રહે છે. જેનાથી તંદુરસ્તી સારી રહે છે. તે માટે તમે એક વાડકી દહીં અથવા તો તેના સપ્લીમેન્ટસનો ઉપયોગ કરી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, કારણ કે તે તમારી પાચનક્રિયાને મજબૂત કરે છે.

ઓમેગા સપ્લીમેન્ટ્સ
  
 

ઓમેગા સપ્લીમેન્ટ્સ

શું તમને ખબર છેકે તમારે ઓમેગા સપ્લીમેન્ટ્સ શા માટે ખાવા જોઇએ? સૌથી મોટુ કારણ કે એ છેકે ઓમેગા હ્રદય રોગના ભયને ઓછો કરે છે. શરીર પરના સોજા અને હોર્મોન સંતુલન માટે પણ આમેગા બેસ્ટ પુરવાર થાય છે.

મેગ્નેશિયમ
  

મેગ્નેશિયમ

હાડકા માટે મેગ્નેશિયમ બેસ્ટ સપ્લીમેન્ટ છે. જેને રોજ લેવાથી હાડકા તો મજબૂત થાય જ છે. સાથે જ નર્વસ સીસ્ટમ પણ સારૂં રહે છે.

વિટામીન સી
  

વિટામીન સી

હંમેશા સારા સ્વાસ્થ્ય માટે વિટામીન સીના સપ્લીમેન્ટ્સ લેવા જોઇએ. સાથે જ પાચનક્રિયાને પણ મજબૂતી આપે છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. વિટામીન સી માટે ખાટા ફળો ખાવા જોઇએ.

વિટામીન ડી
  

વિટામીન ડી

વિટામીન ડી કેલ્શિયમ માટે ખુબ જરૂરી છે. જે તમને સૌથી વધારે સુર્યના કીરણોમાંથી મળે છે.

મલ્ટી વિટામીન
  

મલ્ટી વિટામીન

જો તમે મલ્ટી વિટામીન ખાવા ઇચ્છો છો, તો સૌથી પહેલા તમે તમારા ડૉક્ટરને મળો જે તમને સારા ઓપ્શન બતાવશે. કોઇ પણ દવાનો ઉપયોગ જાતે ન કરવો જોઇએ. દવાઓ લેતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ.

English summary
Supplements You Need To Take For Better Health Supplements are essential for your health, which is why we have shared a couple of supplements you need to take on a daily basis to stay healthy.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.