• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમને વંધ્યત્વના આ ચિહ્નો વિષે ખબર છે? અવગણના ના કરો!

By desk
|

શું તમે બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છો? શું તમે પણ તમારા જીવનમાં કોઇ બાળકની પા પા ભરે તેવું ઝંખી રહ્યા છો? પણ તમારા પ્રયાસો બાદ પણ માં-બાપ બનવાનું તમારું આ સ્વપ્ન તમને પૂર્ણ થતું નથી લાગી રહ્યું....તો તમારે કેટલાક ચિહ્નો અને સંકેતોને તપાસી સમય વિસરે તે પહેલા યોગ્ય તબીબી સહાય લેવાની જરૂર છે.

પણ તમે કેવી રીતે જાણશો કે તમારો આ ભ્રમ છે કે પછી હકીકત. ધણીવાર બહાર તમે બિલકુલ સ્વસ્થ હોવ છો અને તમારી બન્ને વચ્ચે બધુ નોર્મલ ચાલી રહ્યું હોય છે પણ તેમ છતાં કેટલાક સંકેતો છે જે વંધ્યત્વ દર્શાવે છે. અને તેવું પણ નથી કે તેનો કોઇ ઉપાય નથી. મેડિકલ સાયન્સ મુજબ આજકાલ ટેકનોલોજી વિકસી ગઇ છે. પણ જરૂર છે યોગ્ય સમયે યોગ્ય સંકેત જાણીને ડોક્ટરની સલાહ લેવાનો.

તો નીચે અમે તમને કેટલાક સંકેતો જણાવી રહ્યા છે જે વંધ્યત્વના ચિન્હો બતાવે છે. અને જો આવા ચિન્હ તમારા કે તમારા પાર્ટનરમાં હોય તો તેની અવગણના કર્યા વગર યોગ્ય તબીબી સહાય લેવી જરૂરી બની જાય છે....

6 મહિનાની સમય સીમા

6 મહિનાની સમય સીમા

તમે પાછલા 6 મહિનાથી ગર્ભધારણ માટે પ્રયાસ કરી રહ્યા હોવ અને સફળતા ના મળી હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જ રહી.

માસિક

માસિક

જો તમારા માસિક અનિયમિત હોય તો વંધ્યત્વ ચાન્સ વધી જાય છે વળી તમારે PCOD નામની બિમારી અંગે પણ તપાસ કરાવી જોઇએ.

માસિક

માસિક

જો તમને માસિક દરમિયાન ભારે બ્લિડિંગ કે દુખાવો રહેતો હોય અને માસિક પાંચ દિવસથી વધુ રહેતો હોય તો તમારે આ અંગે ડોક્ટર જોડે પહેલા યોગ્ય સલાહ લેવી જોઇએ.

દુખાવો

દુખાવો

માસિકના પહેલા 2 દિવસ છોડીને પણ તમને માસિક દરમિયાન બહુ જ દુખાવો રહેતો હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જ રહી.

ચહેરા પર ડાધ

ચહેરા પર ડાધ

અચાનક જ તમારા ચહેરા પર અજીબ ડાધ જેવા મળે તો તે PCODની બિમારી હોઇ શકે જે વંધ્યત્વ તરફ દોરી શકે છે તો ચેતતા રહો અને ડોક્ટરને બતાવો.

અંડકોશના સોજા

અંડકોશના સોજા

જો તમને તમારા અંડકોશ પર સોજા દેખાય તો આ અંગે તમારે ડોક્ટરને બતાવવું જોઇએ. બની શકે આ વંધ્યત્વની શરૂઆત હોય.

શુષ્ક ઉત્તેજના

શુષ્ક ઉત્તેજના

જ્યારે સમાગમ વખતે તમે શુષ્ક ઉત્તેજના અનુભવો છો તો આ વંધ્યત્વની નિશાની હોઇ શકે છે. જે માટે ડોક્ટરને બતાવું જ રહ્યું.

English summary
If you have been trying to conceive and start a family for a while now, you will surely understand how frustrating and emotionally stressful it c
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X