For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એકવાર ચોક્કસ ટ્રાય કરો મોદીના રાજ્યની આ વાનગીઓ

|
Google Oneindia Gujarati News

જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશભરના લોકોમાં ગુજરાતી ચીજવસ્તુઓ, વાનગીઓ વગેરે અંગે જાણવાની ઉત્સુક્તા વધી ગઈ છે. જો ગુજરાતી ભોજનની વાત કરવામાં આવે તો ગુજરાતી ભોજનને હવે દેશભરમાં એક નવી જ ઓળખ મળી ગઈ છે.

ભારતીયો જેટલું મોદી અંગે વિચારે છે તેટલું જ હવે ગુજરાતી ભોજન અંગે પણ વિચારે છે. તો આવો અચ્છે દિનની વાત કરી રહેલા મોદીના ગુજરાતની કેટલીક રસભર અને પ્રખ્યાત વાનગીઓની વાત કરીએ કે જેને જોયા અને માણ્યા બાદ આપ પણ બોલી ઉઠશો...."કુછ દીન તો ગુજારો ગુજરાતમે"

કઢી

કઢી

ગુજરાતી કઢીમાં એક મીઠો સ્વાદ હોય છે. આ કઢીમાં ગુજરાતી પકોડા પણ હોય છે. અને જોવામાં થોડી સુપ જેવી લાગે છે.

ખાંડવી

ખાંડવી

એક રોયલ નાસ્તો છે જે ગુજરાતીઓના ઘરે નાસ્તામાં ચાનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બનાવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ તેને વધુ પસંદ કરવામાં આવે છે.

 ઢોકળા

ઢોકળા

ગુજરાતીઓની પહેલી ઓળખ એટલે ઢોકળા. પંજાબીઓમાં જેટલું મહત્વ લસ્સીનું છે, તેટલું જ મહત્વ ગુજરાતીઓમાં ઢોકળાનું છે.

ચક્રી

ચક્રી

ગોળ ગોળ અને ક્રીસ્પી ચક્રીના સ્વાદને કેવી રીતે ભૂલાય. ચક્રી વિવિધ તહેવારો અને ઉત્સવો દરમ્યાન બનાવવામાં આવે છે.

થેપલા

થેપલા

જો આપ ગુજરાત જઈ જ રહ્યાં છો તો થેપલાનો સ્વાદ માણવાનું ભૂલતા નહીં. થેપલા પરાઠા જેવા હોય છે. થેપલાની ઘણી વેરાયટી પણ હોય છે.

કચોરી

કચોરી

વરસાદની મોસમમાં મગ દાળની ગુજરાતી કચોરી ખાવાની મઝા જ કઈંક અલગ હોય છે. જો મગ દાળની કચોરી સાથે ફુદીનાની ચટની પણ મળી જાય તો સ્વાદનો લુફ્ત વધુ ઉઠાવી શકાય.

ખીચડી

ખીચડી

ગુજરાતી ખીચડી એ લોકો માટે ઘણી ખાસ બની જાય છે જે લોકો પોતાનું વજન નથી વધારવા માંગતા. ગુજરાતી ખીચડીમાં સાદી ખીચડી, મસાલા ખીચડી, અને શાકભાજી વાળી ખીચડી એવી અનેક વેરાયટી હોય છે.

ખાખરા

ખાખરા

ખાખરા એક એવો ક્રીસ્પી નાસ્તો છે જે ચા, અથાણા અને છાશ સાથે
પણ ખાઈ શકાય છે.

શ્રીખંડ

શ્રીખંડ

ગરમીની સીઝનમાં શ્રીખંડનો આનંદ લિજ્જતથી માણી શકાય. શ્રીખંડ દહીંથી બને છે.

કેરીની ચટની

કેરીની ચટની

આ એક ગરમ અને મીઠી કેરીની વાનગી છે. જેને પરાઠા, રોટી, થેપલા અને પ્લેન ભાતની સાથે ખાઈ શકાય છે.

English summary
Gujarati cuisine is one of the the oldest culinary treasures of India. We do a quick ready reckoner of food from the land of Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X