નવા ઘરમાં શિફ્ટ થાવ છો તો યાદ રાખજો આ 10 કામની વાતો

Posted By:
Subscribe to Oneindia News

જો તમે કે તમારો કોઇ મિત્ર હાલમાં જ નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે આ લેખ તમારા જરૂરથી કામમાં આવશે. અને જો તમે ક્યાં નજીકના ભવિષ્યમાં શીફ્ટ ના પણ થવાના હોય તેમ છતાં આ લેખ તમારા કામમાં જરૂરથી આવશે.
કારણ કે આ લેખ શીફ્ટીંગ વખતે તમારા કામને સરળ કરવામાં અને તમારા કામને સુવ્યવસ્થિ કરવામાં મદદરૂપ જરૂરથી થશે.

તે વાત તો બધા જ જાણે છે કે નવા ઘરમાં શીફ્ટ થતી વખતે જૂના ઘરમાંથી સામન લઇ જવો, ભરવો અને મૂકવો એક માથાના દુખાવાનું કામ હોય છે. અને તમે ભલેને પેકિંગ માટે કોઇને બોલાવી પણ લો પણ નવા ઘરમાં તો બધુ તમારે જ મુકવાનું છે.

 

ત્યારે અમે તમારું કામ સરળ કરવા માટે એક સૂચિ બનાવી છે જેનાથી તમને જૂના ઘરમાં સામાન શીફ્ટ કરતી વખતે અને નવા ઘરમાં તેને મૂકતી વખતે સરળતા રહેશે. અને તમારો માથાનો દુખાવો કંઇક અંશે ઓછો થશે. તો જાણઓ નીચેનો આ આર્ટીકલ. અને તેની શેયર કરવાનું ના ભૂલતા.

રસોઇથી જોડાયેલી વસ્તુઓ
  

રસોઇથી જોડાયેલી વસ્તુઓ

કેન ઓપનર, છરી, વેલણ, ચમચીને ખાસ ચમચાઓને એક અલગ જ ડબ્બામાં રાખો. તેની પર લાલ લેબલ લગાવી દો. જેથી તે તમને જલ્દીથી અને સરળતાથી મળી શકે.

ઓજાર
  

ઓજાર

નવા ઘરમાં સ્કૂ ડ્રાઇવર, ખીલી, હથોડીની જરૂર પહેલી પડવાની છે તો તેને હાથવગું રાખો

પ્લાન્ટ
  
 

પ્લાન્ટ

તમને જો ગાર્ડનિંગનો શોખ હોય અને તમે કુંડામાં છોડ વાયા હોય તો નવા ઘરમાં તે ક્યાં રહેશે તે વિચારી લેજો. અને તેની તૂટે ના તેવી જગ્યા રાખજો. સાથે જ કૂંડાની નીચે પ્લાસ્ટિક થેલી લગાવજો જેથી તે ટ્રાવેલિંગ તૂટે તો પણ પ્લાસ્ટિકની થેલીમાં જ માટી જાય.

પુસ્તકો
  

પુસ્તકો

એક મોટા બોક્સમાં પુસ્તકો મૂકો. અને બહાર એક લિસ્ટ ચોંટાડો કે કયા બોક્સમાં કંઇ કંઇ બુકો મૂકવામાં આવે છે.

બેકિંગ સોડા અને વિનેગર
  

બેકિંગ સોડા અને વિનેગર

જે ઘરમાં તમે શીફ્ટ થાવ છો ત્યાં સફાઇ કરવા માટે તમે વિનેગર અને બેકિંગ સોડા હાથ વધો રાખી શકો છો. આનાથી સિંક, દાગ જલ્દી સાફ થશે.

લાઇટ
  

લાઇટ

નવા ઘરમાં શીફ્ટ થતા પહેલા એક વાર તે ઘરની લાઇટ અને પંખા ચેક કરી લેજો.

આરામદાયક ઘર
  

આરામદાયક ઘર

નવા ઘરમાં શીફ્ટ થતી વખતે તે ચેક કરવું જરૂરી છે કે તમારા જૂના ઘરના મોટા સામાન જેમ કે સોફા, પલંગ, કબાટ નવા ઘરમાં અંદર ધૂસી શકશે? ફીટ થઇ શકશે? લીફ્ટની વ્યવસ્થા છે તે જોઇ લેજો.

એક્સ્ટેશન કોર્ડ
  

એક્સ્ટેશન કોર્ડ

એક્સ્ટેશન કોર્ડને પણ નવા ઘરમાં જતી વખતે હાથવગા રાખવા જરૂરી છે. ધણીવાર નવા ઘરમાં યોગ્ય જગ્યા સ્વિચ બોર્ડ ના હોય તો તમે આનાથી તમારું કામ થોડા સમય માટે ચલાવી શકો છો.

કટર
  

કટર

કટરને તમારી ખિસ્સા કે પર્સમાં ખાસ મૂકી દેજો નહીં તો નવા ઘરમાં જઇને તમામ બોક્સને કેવી રીતે ખોલશો. તો બધુ મૂકતા પહેલા આને વ્યવસ્થિત જગ્યા મૂકવાનું ના ભૂલતા.

પૈસા
  

પૈસા

એટીએમથી પૈસા જરૂરથી નીકાળીને રાખજો. કારણ કે નવા ઘરમાં શીફ્ટ થતી વખતે તમારે નાના મોટા ખર્ચા કરવામાં હાથ છૂટો રાખવા માટે પૈસાની જરૂર રહેશે.

English summary
10 Things Every First Apartment Should Have Here’s a handy checklist of things you’ll need to organize your new apartment. So, check out things every first apartment should have.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.