
હવે 3 વર્ષ પહેલા જાણી શકાશે હાર્ટ એટેકનું જોખમ, આ ટ્રીકથી જાણો
નવી દિલ્હી : ભારતમાં હૃદય રોગથી પીડિત દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને તેલયુક્ત ખોરાક ખાવાને કારણે યુવાનોને હ્રદયરોગ ઘણી હદે અસર કરે છે, પરંતુ તમે સમયસર આ જોખમને ઓળખી શકો છો.

3 વર્ષ પહેલા જાણી શકાશે હાર્ટ એટેકનું જોખમ
હવે વૈજ્ઞાનિકોએ એક એવો રસ્તો શોધી કાઢ્યો છે, જેના દ્વારા તમે લગભગ 3 વર્ષ પહેલા હાર્ટ એટેકના જોખમને જાણી શકો છો. આ એટલો મોટો ટેસ્ટ છે કે, જેનાથીહ્રદયની બીમારીઓથી થતા મૃત્યુનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે.

વૈજ્ઞાનિકોએ સંશોધનમાં મોટો ખુલાસો
વૈજ્ઞાનિકોએ ક્રોનિક હાર્ટ એટેકના દર્દીઓના સી રિએક્ટિવ પ્રોટીનનું પરીક્ષણ કર્યું છે, જે બળતરાને શોધી કાઢે છે. આ સાથે ટ્રોપોનિનનું પ્રમાણભૂત પરીક્ષણ પણ કરવામાંઆવ્યું હતું.
ટ્રોપોનિન એ એક ખાસ પ્રોટીન છે, જે હૃદયને નુકસાન થાય ત્યારે લોહીમાંથી મુક્ત થાય છે. અભ્યાસ અનુસાર 2.5 લાખ દર્દીઓમાં જેનું CRP સ્તર ઊંચુંહતું અને ટ્રોપોનન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા, 3 વર્ષમાં મૃત્યુનું જોખમ લગભગ 35 ટકા હતું.

લાખો લોકોના જીવ બચી જશે
વૈજ્ઞાનિકોના મતે જો યોગ્ય સમયે મોનિટરિંગ કરવામાં આવે અને બળતરા વિરોધી દવાઓનું સેવન કરવામાં આવે તો લાખો લોકોને મૃત્યુથી બચાવી શકાય છે. લંડનનીઈમ્પીરીયલ કોલેજના ડૉ. રામજી ખમીઝે જણાવ્યું કે, આ ટેસ્ટની શોધ એવા સમયે થઈ છે, જ્યારે બીજા ટેસ્ટ કરતા વધુ સંવેદનશીલ લોકોમાં તેના જોખમની ઓળખકરવામાં આવી રહી છે.

ઘટાડી શકાય છે 43 ટકા ખતરો
આ સંશોધન માટે ભંડોળ પૂરું પાડનાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના પ્રોફેસર જેમ્સ લીપરે જણાવ્યું હતું કે, ડૉક્ટર્સની મેડિકલ કીટમાં શામેલ થવું એ એક મૂલ્યવાન સાધન છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તમારી જાતને દિવસમાં લગભગ 4 કલાક સક્રિય રાખવાથી હૃદય રોગનું જોખમ 43 ટકા ઓછું થઈ શકે છે.

હાર્ટ એટેકના લક્ષણો કેવી રીતે ઓળખવા?
અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને હાર્ટ એટેકના ઘણા લક્ષણો આપ્યા છે. આમાં છાતીમાં દુઃખાવો અને અથવા અસ્વસ્થતા સૌથી મહત્વપૂર્ણ છે.
નબળાઈ, ગળા, કમર કે જડબામાં દુઃખાવો પણ આ ગંભીર રોગ તરફ ઈશારો કરે છે. જો તમને ખભામાં અગવડતા હોય કે દુઃખાવો થતો હોય તો સાવધાન રહેવાનીજરૂર છે.