For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મોમોઝની સ્ટોરી: નોર્થ ઇસ્ટની આ ડિશ કેમ થઇ ગઇ ફેમસ?

|
Google Oneindia Gujarati News

મોમોઝ એક એવી ડિશ છે જેને એક વાર ખાઇ લો તો વારંવાર ખાવાનું મન થાય. પહેલા તો તે ખાલી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જ મળતી આ ડીશ હવે રેકડીની દુકાનો પર પણ મળે છે. વળી તમે તળેલા મોમોઝ ના ખાવ તો એક રીતે તે હેલ્થી પણ છે. અને મોટાથી લઇને નાના તમામને ગમે તેવી પણ છે.

સામાન્ય રીતે આ ડિશ સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. અને હવે તો ભારતભરમાં મળે છે. પણ ચીની સમુદાય દ્વારા નોર્થ ઇસ્ટમાં આ ડિશને લાવવામાં આવી હતી. અને નોર્થ ઇસ્ટે તેમાં પોતાની આગળ ઓળખ ભરી તેની વધુ સ્વાદિષ્ટ બનાવી છે. અને હવે તો તે નેપાળ અને તિબ્બટને એક પારંપરિક ડિશ બની ગઇ છે. ત્યારે શું છે મોમોઝની કહાની તે વિષે વધુ રસપ્રદ વાતો જાણો અહીં...

મોમોનો મતલબ

મોમોનો મતલબ

મોમો એક ચાઇનીઝ શબ્દ છે. ચીનથી આવેલી આ રેસીપીના નામનો મતલબ થાય છે બાફમાં પકાવેલી રોટલી.

મુખ્ય આહાર

મુખ્ય આહાર

અરુણાચલ પ્રદેશ, મોનપા અને શેરદુકપેન જનજાતિ જે તિબ્બત બોર્ડર સાથે જોડાયેલી છે. તેમના માટે મોમાઝ એક મુખ્ય આહાર છે. અને અહીં મોમોઝ સાથે તીખા મરચાનો સોસ પર આપવામાં આવે છે.

સિક્કમ સુધી કેવી રીતે પહોંચ્યો

સિક્કમ સુધી કેવી રીતે પહોંચ્યો

મોમોઝ ભૂટિટા, લેપચા અને નેપાળી સમુદાયોના કારણે સિક્કમ સુધી પહોંચ્યો. તિબ્બતિયોએ મોટી સંખ્યામાં જ્યારે તેમના દેશથી પલાયન કરીને ભારત આવ્યા અને ભારતના વિવિધ વિસ્તાર સિક્કમ, મેધાલય, પશ્ચિમ બંગાળ અને દાર્જિંલિંગમાં રહેવા લાગ્યા ત્યારે તેમની સાથે તેમનો ખોરાક પણ આવ્યો. અને કામની શોધમાં પાછળથી તે દિલ્હી સુધી પહોંચ્યા ત્યાં ધીમે ધીમે તેમનો આહાર પણ લેતા ગયા.

ફિલિંગ

ફિલિંગ

પરંપરાગત મોમઝમાં માંસનું ફિલિંગ કરવામાં આવે છે. તેમાં માંસ સાથે વેજિટેલબનું પણ ફિલિંગ હોય છે. પણ ભારતમાં આવતા જ વેજીટેબલ અને ચીઝ ભરેલા મોમોઝનો પણ ટ્રેન્ડ શરૂ થયો.

મોમો કે ડિમસમ?

મોમો કે ડિમસમ?

મોમોને નેપાળ, તિબ્બટ, ભૂટાનમાં મોમોઝ નામે ઓળખાય છે. પણ તેનું ચીની નામ ડિમસમ છે. ચાઇનીઝ ડીમસમમાં માંસ, ટોફુ વગેરે ભરવામાં આવે છે.

તિબ્બટી મોમો

તિબ્બટી મોમો

તિબ્બટમાં ફ્રાય અને સ્ટીમ એમ બન્ને પ્રકારે મોમોઝ ખાવામાં આવે છે. વળી સાથે જ ગરમ તેલમાં ટમેટા, આદુ, લસણ અને સૂકા લાલ મરચાંની પેસ્ટ પણ નાખી સર્વ કરવામાં આવે છે. તિબ્બટમાં તેને ડિમસમ જ કહેવાય છે.

ભૂટાન

ભૂટાન

ભૂટાનમાં તિબ્બટી સમુદાયે મોમોઝને લોકપ્રિયતા આપી. અહીં લોકોએ તેને પોતાનો જ આકાર અને ટેસ્ટ આપ્યો.

કેવી રીતે બને છે આટલા ટેસ્ટી

કેવી રીતે બને છે આટલા ટેસ્ટી

મોમોઝને જે વસ્તુ ટેસ્ટી બનાવે છે તે છે તેના બનાવાની રીત. જો લોટ તાજો હોય તો મોમોઝ પણ સારા જ બને છે. વળી તેમાં જે ફિલિંગ ભરાય છે તેના આદુ અને લસણ મેળવવામાં આવે છે જે તેના ટેસ્ટને વધારે છે.

English summary
The Story of Momos: What Makes This Dish So Popular? Have you ever wondered about the journey of momo? Come to think of it, the momo has probably travelled the farthest of all foods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X