• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો હજી સુધી નથી કરી આ વસ્તુઓ, તો 10 વર્ષ પછી તમે જ પસ્તાશો!

|

આમ તો આપણે આપણા જીવનમાં દરેક વસ્તુ પ્લાન કરીને કરીએ છીએ પણ હકીકત એ છે કે જીવનની બીજી ક્ષણે આપણી સાથે શું થવાનું છે તેની આપણને પોતાને નથી ખબર. બની શકે હાલ તમે જે રીતનું જીવન જીવી રહ્યા છો તેમાંથી કશું પણ તમારા ભવિષ્યમાં તમારી સાથે ના હોય.

ધણીવાર આપણે આપણા ભૂતકાળને યાદ કરીને વિચારીએ છીએ કે કાશ તે ક્ષણે મેં આવું કરી લીધુ હોત તો મારું જીવન ખરેખરમાં કંઇક અલગ જ હોત. પણ તમે તમારો ભૂતકાળ નથી બદલી શકતા પણ ભવિષ્યમાં તમારે આ રીતે ભૂતકાળને દોષ ના આપવો હોય તો નીચેની 10 વસ્તુઓ પર હાલ જ ધ્યાન આપવા લાગો. જેથી કરીને પાછળથી પસ્તાવોનો તમને વારો ના આવે...

ફિટનેસને સિરીયસલી ના લેવી

ફિટનેસને સિરીયસલી ના લેવી

જ્યારે તમે યુવાન હોવ છો ત્યારે તમારે ફિટનેસની તેટલી જરૂર નથી હોતી. અને આ જ કારણે તમને તમારી ફિટનેસને ઇગ્નોક કરતા રહો છો પણ જ્યારે 35-40 વર્ષની ઉંમરે તમારું શરીર જવાબ આપવા લાગે છે ત્યારે તમને પસ્તાવો થાય છે કે કાશ થોડું ફિટનેસને ધ્યાન આપ્યું હોત તો. માટે જ જગ્યા ત્યારથી સવાર. આજને સ્વસ્થ બનાવશો તો કાલ તમારું સ્વસ્થ રહી શકશે.

અકારણ પૈસાનો બગાડ

અકારણ પૈસાનો બગાડ

ધણા લોકોને મઝાના નામે પૈસા ઉડાવાની આદત હોય છે. મિત્રો સામે કે પરિવાર જનો સામે દેખાડો કરવા માટે તે લોકો પૈસાનો દેખાવો કરતા હોય છે. પણ જે રીતે મોંધવારી વધી રહી છે તે રીતે બચત કરવી ખૂબ જ મહત્વની વાત બની જાય છે. અને તેની આદત જેટલી જલ્દી નાંખો તેટલી સારી. કારણ કે કાલે કેવી આવવાની છે તે કોઇએ નથી જાણી!

પોતાનું ધ્યાન રાખવુ

પોતાનું ધ્યાન રાખવુ

આપણામાંથી મોટાભાગના તમામ બીજા લોકોનું ધ્યાન બહુ સારી રીતે રાખી લે છે. પત્ની, માં, બાળક, ગર્લફ્રેન્ડ, ફ્રેન્ડનું ધ્યાન રાખવું આપણને સારી રીતે આવડે છે પણ આપણે કદી આપણા પોતાના પર ફોકસ નથી કરતા. વચ્ચે વચ્ચે પોતાને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે.

જે કામમાં મઝા આવે તે કરો

જે કામમાં મઝા આવે તે કરો

નોકરી કરવી, પૈસા કમાવવા જરૂરી જ છે. પણ તેની સાથે પોતાના મઝા આવે તેવી વસ્તુઓ કરવા માટે પણ સમય નીકાળો. મી ટાઇમ નીકાળો અને તે તમામ વસ્તુઓ કરો જેને તમે કરવા ઇચ્છો છો.

ખોટા સંબંધોમાં અટવાતા રહેવું

ખોટા સંબંધોમાં અટવાતા રહેવું

આપણામાંથી અનેક લોકો હોય છે તે ખોટા સંબંધોમાં ખોટી રીતે અટવાઇને બેઠેલા હોય છે. તે સંબંધો તેમની દુખ, ગુસ્સા અને નકારાત્મકતા સિવાય બીજું કંઇ ખાસ નથી આપતા તેમ છતાં પણ તે કહેવાતા પ્રેમના નામે આવા સંબંધો સાથે જોડાયેલા રહે છે. તેવા સંબંધો પાંજરામાં પુરાઇ રહેવા કરતા મુક્ત થવું સારું કારણ કે જીવન એક જ વાર જીવવા મળે છે.

મન ગમતી જગ્યાએ ના જવું

મન ગમતી જગ્યાએ ના જવું

તમારું નાનપણનું કોઇ સપનું હોય કે ઊંચા પહાડ પરથી બન્ઝીજમ્પિંગ કરવું છે. બીચ પર જવું છે તો પૈસા જોડા અને સપનાને હકીકતમાં જીવી લો. અને હા તે જગ્યા પર કદાચ તમને તમારા સપના જેટલી મઝા ના પણ આવે તો મઝા માણતા શીખી લેજો.

પરિવાર સાથે સમય વીતાવવો

પરિવાર સાથે સમય વીતાવવો

આપણે નોકરી-ધંધાના ચક્કરમાં ધણીવાર પરિવારને જ ભૂલી જઇએ છીએ. સંસારનું ગાડું ચલાવવા માટે જેટલો પૈસા જરૂરી છે તેટલો જ પોતાના લોકોનો પ્રેમ પણ. તો પ્લાનિંગ કરો અને બન્ને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો.

ઓફિસમાં જ રહેવું

ઓફિસમાં જ રહેવું

કામ તમને એક પ્રકારની ખુશી જરૂરથી આપી શકે છે. ધણાં લોકો કામમાં જ પોતાની ખુશીઓ શોધતા હોય છે જે સારી વાત છે પણ આ ચક્કરમાં પોતાને એક મિશન બનાવી લેતા હોય છે તો એવા મશીનને બનતા પોતાની જાતને રોકજો.

જલ્દી લગ્ન કરવા

જલ્દી લગ્ન કરવા

લગ્ન કરવા ખરાબ વાત નથી પણ જલ્દી શું છે? લગ્ન કરવાથી માણ ઘર અને જવાબદારીઓ વચ્ચે ગોથા ખાતો થઇ જાય છે. પહેલા પોતાને સાથ સાથે જીવનને માણી લો પછી લગ્ન કરી જવાબદારીઓને નિભાવો.

જેને ચાહો છો તેને કહી દો

જેને ચાહો છો તેને કહી દો

મરતી વખતે જો તમે તે વિચારીને મરવા ના માંગતા હોવ કે કાશ મેં તેને મારા મનની વાત નહતી કરી તો આજે તે તેને કહી દો કે તમે તેને ચાહો છો પછી શું થશે તે વિચારવાનું રહેવા દો અને આ પળમાં જીવી લો જીવનને.

English summary
Things You’re Going To Regret 10 Years From Now A life with regrets is a life wasted. Here are 17 things you’re going to regret not doing in your 20s later in life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X