For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિગરેટ છોડી રહ્યા છો? તો આ 7 ટિપ્સ ઓછી કરશે તમારી તલપને

|
Google Oneindia Gujarati News

સિગરેટ છોડવાનો વિચાર કરવો સરળ છે પણ તે વિચાર પર સફળ થવું તેટલું સરળ નથી. પણ હા કોઇ પણ કાળે સિગરેટ જેવી શરીરને નુક્શાન કરતી વસ્તુથી છૂટકારો મેળવવો લાખ દરજ્જે સારો વિચાર છે. અને જો તમે મન બનાવી જ લીધો છે કે તમારા જીવનથી સિગરેટને જાકારો આપીને જ રહેશો તો તમારા આ નિર્ણયમાં અમે તમારી સાથે છીએ!

સાથે જ વાંચો: સની લિયોન હવે લોકોની સિગરેટ છોડાવશે

અને ખાલી સાથ જ નહીં આપીએ. તમને તેવી ટિપ્સ પણ આપીશું જે પ્રાકૃતિક અને સરળ રીતે તમારી સિગરેટની તલપને ઓછી કરે. અને તમને વધુ હેલ્થી બનાવે છે. તો કેવી રીતે સિગરેટ પીવાની ઇચ્છાને ઓછી કરશો તે વિષે જાણો અહીં. અને હા આ આર્ટીકલ શેયર કરવાનું ના ભૂલતા. કારણ કે જેટલા સિગરેટથી દૂર તેટલા સ્વાસ્થય અને પરિવારથી નજીક. તો વાંચો આ ટિપ્સ...

ટિપ્સ 1

ટિપ્સ 1

જ્યારે પણ તમને સિગરેટ પીવાની તલપ લાગે ત્યારે કાચું ગાજર, કાકડી કે પછી રિંગણું ખાવ. હા રિંગણું તે પણ કાચું! આમ કરવાથી તમને સિગરેટ પીવાની તલપ નહીં લાગે. જો કે તમે ગાજરનો રસ પણ પી શકો છો.

ટિપ્સ 2

ટિપ્સ 2

મીઠું ચાટી લો. જ્યારે તમને મન થાય કે સિગરેટ જોઇએ છે ત્યારે ચપટી મીઠું ચાટી લો. મીઠાનો ટેસ્ટ તમારી ઇચ્છાને થતી રોકશે.

ટિપ્સ 3

ટિપ્સ 3

જ્યારે પણ તમને સિગરેટ પીવાનું મન થાય નાનો કપ ભરીને નવસેકું દૂધ પી લો. તેનાથી તમારું મોઢું પણ સારું રહેશે અને તમને સ્વસ્થ પણ રહેશો.

ટિપ્સ 4

ટિપ્સ 4

જ્યારે પણ તમને સિગરેટનું મન થાય ત્યારે નવસેકું પાણી પીવો. તમે તાજગી પણ અનુભવશો અને સારું પણ લાગશે. જો કે સિગરેટ છોડવાની સાથે ચા-કોફી પણ ઓછી કરી દો. તેમ કરવાથી તમે સિગરેટથી વધુ સમય દૂર રહેશો.

ટિપ્સ 5

ટિપ્સ 5

સુગર ફ્રી મિન્ટ વાળી ચિંગમ પણ સારો ઉપાય છે. તે તમારા મોઢાના ટેસ્ટ અને મૂડ સ્વિંગ બન્નેને સુધારવામાં મદદરૂપ થશે.

ટિપ્સ 6

ટિપ્સ 6

મોસંબી કે લીબુંનો જ્યૂસ પીવો. દિવસમાં 4-5 વાર આ જ્યૂસ પીવાથી તમારા શરીરમાં વિટામિન સીની અછત પૂર્તિ થશે અને તમને તલપ પણ ઓછી લાગશે.

ટિપ્સ 7

ટિપ્સ 7

આદુ તમારી તલપને ઓછી ચોક્કસથી કરશે. પણ જાણકારોના કહેવા મુજબ તેને દિવસમાં 2-3 ખૂબ જ ઓછી માત્રામાં લેવું જોઇએ.

English summary
This tips can kill your smoking urge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X