For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી જીભ ખોલશે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પ્રખ્યાત અમેરિકન ગાયિકા તથા અભિનેત્રી કેરને મશહૂર યુવા પોપ ગાયિકા માઇલી સાયરસ સાથે પ્રસ્તુતિ આપતી વખતે પોતાની જીભ બહાર નિકાળવાની મનાઇ કરી હોવાને થોડા દિવસો થયા છે, કે વિશેષજ્ઞોએ જીભને લઇને એક રસપ્રદ તથ્યનો ખુલાસો કર્યો છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જીભને જોઇને કોઇ વ્યક્તિની સ્વચ્છતા પ્રત્યેના તેના વલણ અને તથા તે વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે.

તમે તમારા એવા કોઇ તમારા મિત્ર અથવા એવી લોકપ્રિય હસ્તી વિશે વિચારો જે મોટાભાગે પોતાની જીભ બહાર કાઢતો રહે છે. જો તેની જીભ પર જાડા સફેદ સ્તર જોવા મળે તો નિશ્વિત જ તેના માટે એકદમ પરેશાનીનું કારણ બની શકે છે.

તમે જાણીને આશ્વર્ય થશે કે તમારી જીભ ફક્ત સ્વાદને જાણી શકે છે પરંતુ જીભ દ્વારા તમારા સ્વાસ્થ્યનું રહસ્ય દર્શાવે છે. જી હાં ચીની ચિકિત્સા અને નૈચુરોપૈથીમાં જીભનો સંબંધ શરીરના કેટલાક ભાગો સાથે માનવામાં આવે છે. એટલે કે તમારી જીભનો રંગ, ત્વચ અને ભેજના પ્રમાણના આધારે તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે.

આવો જાણીએ શું કહે છે તમારી જીભના કયા લક્ષણ તમારા સ્વાસ્થ્યનું રહસ્ય ખોલે છે.

જીભનો રંગ ફિક્કો

જીભનો રંગ ફિક્કો

જો તમારી જીભનો રંગ ફિક્કો લાગી રહ્યો હોય તો નૈચુરોપૈથના અનુસાર આ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય શકે છે, જેનાથી આરબીસીની સંખ્યા ઓછી થઇ જાય છે. તો ચીની ચિકિત્સામાં માનવામાં આવ્યું છે કે આ ફેફસાંની સમસ્યાના સંકેત હોય શકે છે.

જીભનો રંગ લાલ

જીભનો રંગ લાલ

જો જીભ વધુ લાલ રંગની હોય તો બની શકે છે કે શરીરમાં વિટામીન બી અને આયરનની ઉણપ હોય શકે છે. ચીની ચિકિત્સામાં તેને આંતરડાની ગરમીના સંકેત માનવામાં આવે છે.

જીભનો રંગ જાંબલી

જીભનો રંગ જાંબલી

જીભનો રંગ જો ત્રણ ગણો ગાઢ થઇ જાય છે કે દૂરથી જોતાં જાંબલી રંગનો લાગે છે તો બની શકે કે તમને હાઇ કોલેસ્ટ્રોલના દર્દી હોવ. બ્રોંકાઇટિસની સ્થિતીમાં પણ આ લક્ષણ જોવા મળે છે. ચીની ચિકિત્સા અનુસાર, જીભનો રંગ શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ ન થતું હોવાના સંકેત આપે છે.

જીભની ત્વચા

જીભની ત્વચા

જો જીભની ત્વચા પર લાલ અથવા ગુલાબી રંગના ફોલ્લા જોવા મળે છે તો નૈચુરોપૈથના અનુસાર આ શરીરમાં વિટામીન સીમાં જોવા મળતા બાયોફ્લેવોનોયડ્સની ઉણપના સંકેત હોય શકે છે જેનાથી પેઢાની સમસ્યા સર્જાઇ શકે છે. ચીની ચિકિત્સા અનુસાર આ એક્ઝિમા અથવા દમ જેવા રોગોના લક્ષણ હોય શકે છે.

જીભનો ભેજ

જીભનો ભેજ

જો જીભ પર ભેજ ઓછો છે તો તેનું કારણ સલાઇવા ગ્લૈંડમાં સોઝો હોય શકે છે. નૌચુરોપૈથ તેનું કારણ સ્ટ્રેસ માનવામાં આવે છે. તો બીજી તરફ ચીની ચિકિત્સા અનુસાર તેનું કારણ લોહીમાં શર્કરાની વધતી જતી માત્રા પણ માનવામાં આવે છે.

સફેદ સ્તર

સફેદ સ્તર

જીભ પર સફેદ રંગનું પતળું સ્તર હોય તો તે સ્વાસ્થ્યપ્રદ હોવાના સંકેત છે પરંતુ જો આ સ્તર જાડું અને ઘાટા સફેદ રંગનું હોય તો આ બેક્ટીરિયલ સંક્રમણના સંકેત હોય શકે છે. ચીની ચિકિત્સા અનુસાર આ પાચાનતંત્રમાં ગડબડીનું કારણ હોય શકે છે.

English summary
It wasn't long ago that singer Cher advised pop sensation Miley Cyrus not to stick her tongue out if it's coated, which is certainly not visually appealing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X