For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંદરતા વધારતા પ્રોડક્ટ તમારા માટે આ રીતે છે નુક્શાનકારક

|
Google Oneindia Gujarati News

દરેકને સુંદર બનાવાની ચાહ હોય છે. અને તે ઇચ્છાના કારણે તે અનેક વાર અનેક સૌદર્ય ઉત્પાદનો ઉપયોગ પણ કરતા હોય છે. જો ધણીવાર આ જ સુંદરતા વધારતા ઉત્પાદનો તમારા ચહેરાની સુંદરતાને બગાડે છે.

અને ધણીવાર આની આ આડઅસર તમને ખૂબ જ લાંબા ગાળે ખબર પડે છે. વધુમાં કેટલીક વાર આ પ્રોડક્ટના કારણે તમારા ચહેરા પર સંક્રમણનો ખતરો પણ આવી શકે છે.

તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કયા કયા પ્રોડક્ટ તમારા શરીરને કેવી કેવી રીતે નુક્શાન પહોંચાડી શકે છે. જુઓ આ તસવીરો...

આઇલાઇનર

આઇલાઇનર

આઇલાઇનરમાં અનેક કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે. તેને ખાલી બહારના ભાગમાં જ લગાવવી જોઇએ. અંદરના ભાગમાં લગાવાથી કેટલીક વાર તે આંખોની અંદર આવેલા આંસુઓની ગ્રંથિને નુક્શાન પહોંચાડી શકે છે.

ટાઇટ માથું

ટાઇટ માથું

ટાઇટ ચોટલી વાળવાથી વાળના ટિસ્યૂ પર જોર પડે છે અને તેનાથી માથુ દુખવું, વાળ તૂટવા જેવા પ્રશ્નો ઊભા થઇ શકે છે.

હેર ડાઇ

હેર ડાઇ

હેર ડાઇની તમારા માથાની સ્ક્રીનને ડેમેજ થાય છે. વળી વાળ ખરવાની સમસ્યા પણ વધે છે.

વાળ સ્ટ્રેટ કરવા

વાળ સ્ટ્રેટ કરવા

વાળ સ્ટ્રેટ કરવાથી અને વધુ પડતા પર્મિંગ કરવાથી વાળોની બહારની ત્વચા ડેમેજ થાય છે અને તેના લીધે તે પતળા થઇને તૂટી જાય છે.

મસ્કરા

મસ્કરા

મસ્કરાને જો બરાબર રીતે પાંપણો પરથી નીકાળવામાં ના આવે તો તેમાં બેક્ટેરિયા આવવા લાગે છે. જેથી આંખોને નુક્શાન થઇ શકે છે.

લિપસ્ટિક

લિપસ્ટિક

તમામ લિપસ્ટિકમાં લેડ એટલે કે સીસું હોય છે જે તમારા માટે નુક્શાનકારક હોય છે.

ફિશ પેડિક્યોર

ફિશ પેડિક્યોર

જાણકારોનું કહેવું છે કે ફિશ પેડિક્યોરથી કેટલાક કેસમાં એચઆઇવી અને હેપેટાઇટિસ જેવા વાયરસનો ફેલાવો થાય છે.

બીજાના પ્રસાધનો

બીજાના પ્રસાધનો

બીજાના પ્રસાધનોનો ઉપયોગ કરવાથી ત્વચાની એલર્જી થવાનો ભય રહે છે.

એસિડ

એસિડ

આજકાલના અનેક ઉત્પાદનોમાં અનેક કેમિકલ નાંખવામાં આવે છે જેનાથી તમારી સંવેદનશીલ ત્વચાને નુક્શાન પહોંચી શકે છે.

નકલી નાખ

નકલી નાખ

લાંબા સમય સુધી આવા નકલી નખને પહેરી રાખવાથી ફંગલ ઇનફેક્શન થવાનો ડર રહે છે.

English summary
It is very important to know the procsand cons of beauty treatments from parlour as well as home. From salon treatments to everyday beauty procedures, check out the top10 beauty health hazards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X