For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓના વાળ ખરવાના 10 મુખ્ય કારણો

|
Google Oneindia Gujarati News

મહિલાઓના શરીરમાં જીવનના દરેક ચરણમાં પર્રિવર્તન થાય છે. આ પર્રિવર્તન તેમના વાળના ખરવાનું મુખ્ય કારણ હોય છે. ત્યારે જો તમારા પણ વાળ ખરતા હોય તો તમારે તે જાણવું ખૂબ જ જરૂરી થઇ જાય છે કે તે વાળ ખરવા પાછળનું કારણ શું છે. જેથી તમે તે વાળોનો યોગ્ય ઉપચાર કરી શકો.

તો ચલો આજે વાળ ખરવાના 10 પ્રમુખ કારણો વિષે અમે તમને જણાવીએ જેથી કરીને તમે તે કારણો સમજીને યોગ્ય ઉપચાર કરી શકો

ત્યારે જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો શું શું કારણો હોઇ શકે વાળ ખરવા પાછળ. અને આ કારણો જાણીને વાળ ખરતા રોકવાનો પ્રયાસ કરો. તો જુઓ આ 10 પ્રમુખ કારણો આ ફોટોસ્લાઇડરમાં...

વાળની સંભાળ

વાળની સંભાળ

અનેક છોકરીઓ વાળની યોગ્ય કેળવણી નથી કરતી. તે ફેશન અને દેખાડાના ચક્કરમાં તેમની તરુણ અવસ્થામાં વાળને કલર કે ડાઇ કરે છે. વાળને કસીને બાંધે છે. વળી રોલર્સ અને સ્ટ્રેટ કરવાના ચક્કરમાં વાળને ગરમ પણ કરે છે. જે કારણે લાંબા ગાળે વાળ ખરાબ થઇને તૂટવા લાગે છે.

પીસીઓએસ

પીસીઓએસ

પુરુષો સાથે સંબંધ બનાવાથી અને ઓવરીમાં સ્પર્મ જવાથી શરીરમાં અચાનક જ ભારે પરિવર્તન આવે છે. જેની નકારાત્મક અસર વાળ પર થઇ શકે છે. જેના કારણે હારમોન્સ અસંતુલિત થાય છે.

એનીમિયા

એનીમિયા

શરીરમાં આર્યનની ઓછી માત્રાના કારણે પણ લોહીમાં ઓક્સીઝનનો સંચાર ઓછા થાય છે. અને વાળોને પર્યાપ્ત માત્રામાં લોહી અને પોષક તત્વો નથી મળી શકતા. તે પણ એક મહત્વપૂર્ણ કારણ હોય છે.

મેનોપોઝ

મેનોપોઝ

મોટાભાગની મહિલાઓના શરીરમાં મેનોપોઝ દરમિયાન ફેરફાર આવે છે. અને તે કારણે પણ તેમના વાળ ખરે છે.

પ્રસવ

પ્રસવ

અનેક મહિલાઓને પ્રસવ બાદ વાળ ખરવાની મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. તેવું એટલા માટે થાય છે કે ગર્ભાઅવસ્થા દરમિયાન શરીરમાં એસ્ટ્રોજનની માત્રા ખૂબ જ વધી જાય છે. ડિલિવરી બાદ શરીર સામાન્ય થઇ જતા શરીર આ પરિવર્તનને સહન નથી કરી શકતું.

પ્રોટિનની અછત

પ્રોટિનની અછત

વાળમાં કૈરાટિન નામનું પ્રોટિન હોય છે. ત્યારે શરીરમાં આ પ્રોટિનની કમીના કારણે પણ વાળ ખરી શકે છે.

દવાઓ

દવાઓ

જે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ ખાય છે તેમને આ દવાઓની આડઅસર પેટે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

વજન વધારો

વજન વધારો

જો કોઇ મહિલા ખૂબ જ જલ્દી વજન ઓછું કરવાનો પ્રયાસ કરે કે પછી બહુ જલ્દી તેના વજનમાં ધરખમ વધારો આવે ત્યારે પણ વાળ ખરે છે.

થાઇરોઇડ, ઓટોઇમ્યૂન બિમારી

થાઇરોઇડ, ઓટોઇમ્યૂન બિમારી

થાઇરોઇડ જેવી બિમારીઓને કારણે પણ શરીરની પ્રક્રિયા અસંતુલિત રહે છે. અને વાળ ખરે છે.

કોઇ ગંભીર મેડિકલ સ્થિતિ

કોઇ ગંભીર મેડિકલ સ્થિતિ

ડાયાબિટીઝ, સોરાઇસિસ જેવી અન્ય ગંભીર બિમારીઓ પર શરીરની પ્રક્રિયામાં ગડબડ કરે છે. અને તેનાથી વાળ ખરવા લાગે છે. સોરાઇસિસમાં આવું થવું સામાન્ય છે. કારણ કે આ એક ત્વચા સંબંધી રોગ છે.

English summary
A woman’s body goes through a lot of changes through her entire course of life. These changes can at times be a contributing factor in hair loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X