For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: જાણો માનવજાત માટે સૌથી ખતરનાક 15 વાઇરસ અંગે

|
Google Oneindia Gujarati News

મિત્રો મોટાભાગના લોકો એવુ વિચારે છેકે ઇબોલા સૌથી ખતરનાક વાયરસ છે, પરંતુ શું તમે જાણો છોકે ઇબોલા કે HIV જ માત્ર ખતરનાક વાઇરસ નથી પરંતુ એવા ઘણાં વાઇરસ છેકે જે ઘણાં ખતરનાક છે. આવો આજે વનઇન્ડિયાના માધ્યમથી અમે તમને એવા જ કેટલાક ખતરનાક વાઇરસ અંગે જણાવીએ.

મારબર્ગ

મારબર્ગ

મારબર્ગ એક બહુ જ ખતરનાક વાઇરસ છે. જેનુ નામ લાહ્ન નદીના કિનારે વસેલા એક સુખદ શહેરના નામ પરથી પડ્યુ છે. મારબર્ગ વાઇરસ ઈબોલાની જેમજ એક રક્તસ્રાવી તાવનું નામ છે. આ વાઇરસથી થતા મૃત્યુનો દર 90 ટકા છે. આ વાઇરસના તાવના લક્ષણો ઇબોલા વાઇરસ જેવા જ છે.

ઇબોલા વાઇરસ

ઇબોલા વાઇરસ

ઇબોલા વાઇરસ 5 પ્રકારના છે. પ્રત્યેકનું નામ આફ્રિકાના દેશો અને શહેરોના નામ પરથી પડ્યું છે. જાયરે, સુડાન, તાઇવાન, બુંડાઇબિગ્યો અને રેસ્ટન. જાયરે ઇબોલા વાઇરસ જીવલેણ હોય છે. જેનો મૃત્યુદર 90 ટકા છે.

હંટાવાયરસ

હંટાવાયરસ

હંટાવાયરસને મુખ્ય વાઇરસના રૂપે શામિલ કરવામાં આવે છે. આ વાઇરસનું નામ એક નદીના વાઇરસના નામ પરથી પડ્યુ છે. વર્ષ 1950માં કોરિયાઇ યુદ્ધના સમયે અમેરિકી સૈનિક પહેલી વખત આ વાઇરસનો ભોગ બન્યો હતો.

બર્ડ ફ્લુ

બર્ડ ફ્લુ

બર્ડ ફ્લુ એક બહુજ ખતરનાક વાઇરસ છે. જેમા 70 ટકા જીવ જવાનો ભય હોય છે. પરંતુ આ વાઇરસના સંપર્કમાં આવવાનો ખતરો ઓછો છે. કહેવામાં આવે છેકે એશિયામાં લોકો સીધા ચીકનના સંપર્કમાં રહે છે. તેથી અહીં બર્ડ ફ્લુના મામલા વધુ જોવા મળે છે.

લસ્સા વાઇરસ

લસ્સા વાઇરસ

નાઇઝીરિયામાં સર્વપ્રથમ એક નર્સ લસ્સા વાઇરસથી સંક્રમિત થઇ હતી. આ વાઇરસ કૃન્તકો દ્વારા ફેલાય છે. વૈજ્ઞાનિકોના મતે આફ્રિકામાં લગભગ 15 ટકા કૃન્તક વાઇરસ છે.

જનીન વાઇરસ

જનીન વાઇરસ

જનીન વાઇરસ અર્જેંટીના રક્તસ્રાવી તાવ સાથે જોડાયેલો છે. આ વાઇરસના લક્ષણો ઘણાં સ્પષ્ટ હોય છે, એટલે શરૂના તબક્કામાં તેની જાણકારી સરળતાથી થઇ જાય છે.

ક્રિમિયા-કાંગો વાઇરસ
ક્રિમિયા-કાંગો વાઇરસ ઇબોલા અને મારબર્ગ વાઇરસ જેવો જ છે. સંક્રમણના પહેલા દિવસથી જ દર્દીના ચહેરા અને મોંઢામાંથી રક્તસ્રાવ થાય છે.

ડેંગુ

ડેંગુ

આ તાવ હજી પણ એક મોટો પડકાર છે. આ મચ્છર દ્વારા ફેલાતો તાવ છે. ડેંગુના કારણે પ્રતિવર્ષ 50થી 100 મિલિયન લોકો દરેક વર્ષે પ્રભાવિત થાય છે.

રેબીઝ

રેબીઝ

આ વાઇરસને લઇને ભારત અને આફ્રિકામાં હજી પણ સ્થિતિમાં સુધારો નથી આવ્યો. આ વાઇરસ દિમાગને નષ્ટ કરી નાંખે છે. આ વાસ્તવમાં એક ખતરનાક બિમારી છે. જો સમય રહેતા સારવાર ન મળે તો મોત થઇ શકે છે.

HIV

HIV

HIV એક બહુ જીવલેણ વાઇરસ છે. જ્યારે વર્ષ 1980માં આ વાઇરસ ઓળખવામાં આવ્યો ત્યારે લગભગ 36 મિલિયન લોકો આ વાઇરસનો શિકાર થઇ ગયા હતા.

ચેચક

ચેચક

વર્ષ 1980ની સ્વાસ્થ્ય સભામાં વિશ્વને ચેચક વાઇરસથી મુક્ત ઘોષિત કરવામાં આવ્યુ હતુ. આ રોગના કારણે ચહેરા પર નિશાન રહી જ જતા હતા, તેમજ આંધળાપણાનો ભય પણ રહેતો હતો.

ઇંફ્લુએંજા

ઇંફ્લુએંજા

WHOના રીપોર્ટ મુજબ ફ્લુના કારણે ઠંડીની મોસમમાં 500,000 લોકો વિશ્વરભરમાં જીવ ખોઇ બેસે છે. પરંતુ જ્યારે નવો કોઇ ફ્લુ અસ્તિત્વમાં આવે છે, ત્યારે આ રોગ મહામારીની જેમ ફેલાય છે.

રોટાવાઇરસ

રોટાવાઇરસ

વિકાસશીલ દેશોમાં આ વાઇરસ એક આતંકની જેમ છે. કે જ્યાં ડીહાઇડ્રેઝનની સારવાર વ્યાપક રીતે ઉપલબ્ધ નથી. આ વાઇરસ મહત્તમ રીતે નાના બાળકોને પોતાની ગીરફ્તમાં લે છે.

English summary
The Ebola virus may be terrifying, but it's not the most dangerous virus in the world. It isn't HIV either.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X