For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભાવસ્થા દરમિયાન પેટનો ગેસ દૂર કરવા કરો આ ઉપાય

|
Google Oneindia Gujarati News

ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં એસીડીટી, અપચો અને ગેસની સમસ્યા મોટા ભાગની મહિલાઓને રહે છે. અને તેમાં પણ ગર્ભાવસ્થાના પ્રારંભિક દિવસોમાં અનેક મહિલાઓને આના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અને મહિલાઓ આના કારણે જ અજીબ બેચેની અનુભવે છે.

વળી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના હારમોન્સ પણ બદલાતા રહેતા હોય છે. અને તેના કારણે પણ મહિલાઓના શરીરમાં મોટા પરિવર્તન આવે છે. વળી શરીરને પાણી અને પોષણની વધુ જરૂર પડે છે. વળી કેટલીક મહિલાઓને પેટમાં ગેસ ફરવાના કારણે દુખાવો પણ રહે છે.

ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન પેટનો ગેસ દૂર કરવા માટે આજે અમે તમને કેટલાક ઉપાયો કહેવાના છીએ. જે દ્વારા તમે તમારી આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવી શકો તો વાંચો નીચેના આ આર્યુવેદિક અને સરળ ધરગથ્થુ ઉપાયો. જો કે આ ઉપાયો કામ ના કરે તો તમારે ડોક્ટરને બતાવવું જોઇએ. અને તેમને પણ આનાથી માહિતગાર કરવા જોઇએ...

મેથી

મેથી

પેટ સંબંધી મોટા ભાગની સમસ્યાઓ માટે મેથી હંમેશા ફાયદાકારક છે. રાતના મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણી પી જાવ. આનાથી તમને ભારે રાહત રહેશે.

તનાવ

તનાવ

ગર્ભાવસ્થામાં હારમોન્સના કારણે તનાવથી દૂર રહેવું થોડું મુશ્કેલ છે. પણ ટેન્શનના કારણે પણ ધણી વાર એસીટીડી અને સોજા આવે છે. તો બની શકે એટલું તનાવ મુક્ત રહો. અને ટાઇમસર ખાવાનું ખાવ.

પાણી

પાણી

ગર્ભાવસ્થામાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ વધુ રહે છે. આ કારણે પેટમાં બ્લોટિંગ થઇ શકે છે. માટે જ ગર્ભવતી મહિલાએ વધુ પાણી પીતા રહેવું જોઇએ.

ફાઇબર યુક્ત આહાર

ફાઇબર યુક્ત આહાર

ફાઇબર યુક્ત આહાર આવા સમયે મહિલાઓએ વધુ ખાવા જોઇએ. જેથી પાચનક્રિયા સારી રહે છે. કેળા જેવા ફળોમાં વધુ ફાઇબર હોય છે.

વ્યાયામ

વ્યાયામ

જો ડોક્ટર તમને બેડ રેસ્ટ પર રહેવાનું ના કહ્યું હોય તો તમે હળવો વ્યાયામ કરી શકો છો. વળી ડોક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને દિવસમાં 15 મિનિટ હળવી વોક કરવાની સલાહ આપે છે. જે તમને ગેસથી પણ મુક્તિ કરાવશે.

English summary
There are a few remedies that we have suggested in this article, which you could opt from to help treat the bloating issue in pregnancy. Therefore, in this article, we at Boldsky have listed out some of the top remedies to get rid of bloating in pregnancy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X