For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોર્ડની પરીક્ષા વખતે બાળકોના ખાવા પીવામાં જોડો આ આહાર

|
Google Oneindia Gujarati News

બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો બાકી છે. બાળકોમાં જ્યાં એક બાજુ ભણવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં જ માતા પિતાને પણ ચિંતા અને વ્યથાના મારે ઊંધ ઉડી ગઇ છે. સાથે જ બાળકોને જ્યાં શું વાંચવું અને કેવી રીતે યાદ રાખવું તેવા પ્રશ્નો સતાવી રહ્યા છે ત્યાં જ માતા-પિતાને આવા સમયે બાળકને કેવી રીતે મદદ કરવી. કેવી રીતે આ પ્રક્રિયા તેના માટે સરળ બનાવવી તેવા પ્રશ્નો મનમાં ઊઠી રહ્યા છે.

ત્યારે પરીક્ષાના સમયે દરેક માં-બાપની તે જ ચિંતા રહે છે કે તેમના બાળકને તેવું તો શું ખવડાવું કે જેનાથી તેમના બાળકનું મગજ તેજ રહે અને તે વાંચન પર સંપૂર્ણ પણ ધ્યાન આપી શકે. જેથી કરીને પરીક્ષામાં પણ તેનું પર્ફોર્મન્સ સારું રહે. તો વાંચો આ ટિપ્સ. પરીક્ષા સમયે આવા ખોરાક બાળકને આપવાથી તેનું ધ્યાન પણ વધુ કેન્દ્રિત રહે છે અને તે સ્વસ્થ પણ રહે છે....

ખાવાનું ખાવાનું ના ભૂલે

ખાવાનું ખાવાનું ના ભૂલે

બાળકો ભણવાના કારણે ખાવાને મહત્વ આપવાનું ભૂલી જાય છે આવા સમયે મા-બાપની ફરજથી કે પરીક્ષા પર જતાં પહેલા બાળક કંઇકને કંઇક જરૂરથી ખાઇને જાય. તેને ભૂખ ના હોય તો પ્રોટીન શેક કે સ્મૂધી પીવડાવીને તેને તમે મોકલી શકો છો.

મગજ તેજ કરતા આહાર

મગજ તેજ કરતા આહાર

પ્રોટીન વાળા તમામ આહારો બાળકના મગજને તેજ રાખે છે. તો પરીક્ષાના સમયે મેવાની વસ્તુઓ, દહી, પનીર જરૂરથી તેને ખવડાવો. બ્રેકફાસ્ટમાં પણ ઇંડા, ઓટ્સ સાથે મોસંબી, સ્ટ્રોબેરી, કેળા, પાલક, ગાજર જેવા ફળો કે શાકભાજી તેને જરૂરથી ખવડાવો.

આ આહારોથી રાખો દૂર

આ આહારોથી રાખો દૂર

પરીક્ષા સમયે બાળકોને મેદાથી બનેલી વસ્તુઓથી દૂર રાખો. બિસ્કીટ, કેક, મીઠાઇઓ, કેન્ડી જેવી વસ્તુઓ તેની એનર્જી ઓછી કરી દેશે. વધુમાં ભાત અને બટાકા પણ ઓછા ખવડાવો જેથી તેને બહુ ઊંધ ના આવે.

પાણી પીવાનું

પાણી પીવાનું

પરીક્ષાના ચક્કરમાં પાણી પીવાનું બિલકુલ ના ભુલવું જોઇએ ગરમીના આ દિવસોમાં તેને લીબુનો શરબત, છાશ અને પાણી વધુને વધુ માત્રમાં પીવા જોઇએ જેથી ડીહાઇડ્રેશન ના થાય.

શું ના પીવડાવું

શું ના પીવડાવું

બાળકોને વધુ પડતી ખાંડ વાળા કોલ્ડ ડ્રિંક્સ અને વધુ પડતી કોફી કે ચા ના પીવડાવી જોઇએ. વળી આવી કોફીન વસ્તુઓ નાની ઉંમરે તેમને એસિડીટી તરફ પણ દોરી જાય છે.

હળવું ભોજન

હળવું ભોજન

પરીક્ષા પહેલાના ખોરાકમાં હળવું ભોજનનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. વધુ પડતું ખાવાથી પણ મગજને ઊંધ આવવા લાગે છે માટે માપ માપ ખાવું જોઇએ.

મલ્ટીવિટામીન

મલ્ટીવિટામીન

બાળકોને તેવો ખોરાક આપો જે તેમના મલ્ટીવિટામીનની કમીને પૂર્ણ કરે. વિટામિન બી, આર્યન, કેલશિયમ, જીંકથી ભરેલો ખોરાક તેમને તનાવથી લડવામાં મદદ કરશે.

English summary
Food items that are good for kids to have before their exams are those which have low GI or glycemic index. Also, they need to be high on the nutrition meter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X