જાણો: કસરત કરવાથી શરીરમાં કયા ચમત્કારીક બદલાવ થાય છે?

Posted By:
Subscribe to Oneindia News

શું તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છેકે જ્યારે તમે નિયમીત રીતે કસરત કરો છો ત્યારે તમારા શરીરમાં કેટલાક અદભૂત પરિવર્તન થાય છે? કેટલાક લોકોને અનુભવ થાય છેકે નિયમીત કસરત કર્યા બાદ તેમને કકડીને ભૂખ લાગે છે. તો કેટલાકને લાગે છેકે તેમના ચહેરા પર ગજબની ચમક આવી ગઇ છે.

કસરત માટે એક વાત ખુબ જ સરસ કહેવામાં આવી છે કે વ્યાયામ કરવાથી આપણે આપણા શરીરનો બેસ્ટ ઇલાજ કરી શકીએ છીએ. અને જો તેની સાથે સાચા અને સારા ડાયેટને પણ જોડી દેવામાં આવે તો કહેવું જ શું?

 

આજે વનઇન્ડિયાના માધ્યમથી અમે તમને જણાવીશું કે જ્યારે તમે તમારૂં તન અને મન એક્સરસાઇઝમાં લગાવી દો છો, ત્યારે તમારા શરીરમાં કયા કયા પરિવર્તન આવે છે.

મોટાપામાં ઘટાડો
  

મોટાપામાં ઘટાડો

જો તમે સાચી દિશામાં વ્યાયામ અને ડાયેટ લો છો, તો તમારા શરીરનો મોટાપો દૂર થશે.

વજનમાં વધારો
  

વજનમાં વધારો

જો તમે કેટલાક દિવસ જીમમાં ગયા બાદ જીમ જવાનું છોડી દઇને ડાયેટમાં પણ આળસ કરો છો, તો તમારૂં વજન ઝડપથી વધવા લાગશે.

કકડીને ભૂખ લાગશે
  

કકડીને ભૂખ લાગશે

વર્કઆઉટના દિવસોમાં તમને કકડીને ભૂખ પણ લાગશે. કારણ કે તમારા શરીરમાં ચરબી ઓછી થવા લાગે છે, અને તમે કેલરીની માત્રાનું સેવન પણ ઓછું કરો છો.

માત્ર હેલ્થી વસ્તુઓ જ દેખાશે
  
 

માત્ર હેલ્થી વસ્તુઓ જ દેખાશે

સામાન્ય રીતે ઘણાં લોકોની સાથે આમ બને છે કે જ્યારે તેઓ નિયમીત રીતે વર્કઆઉટ કરે છે, ત્યારે તેમને માત્ર હેલ્થી વસ્તુઓ જ દેખાય છે. અને હેલ્થી ચીજ વસ્તુઓ ખાવાનું ભૂત તેમના પર સવાર રહે છે.

ઉંઘ બહુ આવશે
  

ઉંઘ બહુ આવશે

જો તમે જીમમાં કે પછી અન્ય વર્કઆઉટ કરો છો, તો તમારૂં શરીર વધુમાં વધુ ઉંઘની ડિમાન્ડ કરવા લાગશે.

ત્વચામાં નિખાર
  

ત્વચામાં નિખાર

વ્યાયામ કરવાથી ત્વચામાં ગજબનો નિખાર દેખાવા લાગે છે. જી હા, શરીર અને ચહેરા પર ઓક્સીજનના સારા સરક્યુલેશનના કારણે ત્વચામાં નિખાર આવી જશે.

સેક્સ લાઇફમાં પણ સુધારો
  

સેક્સ લાઇફમાં પણ સુધારો

નિયમીત રીતે વર્કઆઉટ કરવાથી મહિલાઓને સેક્સ લઈઇફમાં સારૂં પરિણામ મળે છે.

English summary
What Happens To Our Body When We Exercise It is rightly said exercising is the best treatment we can give to our body and if we follow the right diet along with it, wow, you've hit jack pot!
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.