28 સપ્ટેમ્બરને "વિશ્વ રેબીઝ દિવસ" (World Rabies Day) તરીકે મનાવવામાં આવે છે. રેબીઝ એક ભયંકર જીવલેણ બીમારી છે. જેને "હાઇડ્રોફોબિયા", "લાઇસા", અને "ગાંડપણ" કહે છે.
સામાન્ય રીતે આ રોગ જાનવરો એટલે કે શ્વાન અથવા તો બિલાડીને થાય છે. આ સંક્રમિત પશુઓની લાડના માધ્યમથી ફેલાતો રોગ છે. રેબીઝ માત્ર એક ઘાતક બિમારી જ નથી પરંતુ આ એક સ્વસ્થ્ય માણસનો જીવ પણ લઇ શકે છે.
વિશ્વ રેબીઝ દિવસની શરૂઆત ઇગ્લેન્ડની એક સંસ્થા ગ્લોબલ એલાયન્સ ફોર રેબીઝ કંટ્રોલ દ્વારા વર્ષ 2007માં કરવામાં આવી હતી. ત્યારથી દરેક વર્ષે રેબીઝની રસીના શોધક લુઇસ પાશ્વરના નિધન દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ આ દિવસને મનાવવામાં આવે છે.
આજે વનઇન્ડીયાના આ આર્ટીકલમાં અમે તમને રેબીઝથી બચવાના કેટલાક ઉપાયો જણાવીશું. અમે તમને જાણકારી આપીશું કે જો તમને કોઇ શ્વાન કરડે તો તેના વાઇરસથી કેવી રીતે બચી શકાય છે.
ઘાને પાણી વડે સાફ કરો
શ્વાન જ્યારે કરડે ત્યારે તેને પાણીની તેજ ધાર વડે ધોઇ બરાબર સાફ કરી નાખો. તેનાથી બેક્ટેરીયા અને અન્ય કીટાણુંઓનો સફાયો થઇ જશે. જરૂરિયાત જણાય તો એન્ટીબેક્ટેરિયલ સાબુનો પણ પ્રયોગ કરો.
ઘાને દબાવો
શ્વાનના કરડવાથી જો ઘામાંથી લોહી નીકળે છે, તો તેને દબાવી દો.
એન્ટીબાયોટીક ક્રીમ લગાવો
એન્ટીબાયોટીક ક્રીમ લગાવવાથી ઝેરીલા તત્વોનો ફેલાવો આખા શરીરમાં થતો અટકી જશે.
પાટો બાંધી દો
એન્ટીબાયોટીક ક્રીમ લગાવ્યા બાદ ઘા પર પટ્ટી બાંધી દો. જેથી બહારના બેક્ટેરીયાથી ઘાનું રક્ષણ થઇ શકે અને તેનાથી રોગીને આરામ મળશે.
ડૉક્ટર
શ્વાનના કરડવા પર પ્રાથમિક ઉપચાર કર્યા બાદ ડૉક્ટરની સલાહ લઇને ટીટનેસનું ઇજેક્શન તેમજ દવાઓ લઇ લેવી જોઇએ.