For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ લગ્ન બાદ મહિલાઓનું વજન વધી જાય છે

|
Google Oneindia Gujarati News

આપણે ત્યાં મજાક મજાકમાં નવવધુને ધણીવાર કહેવાય છે કે લગ્નના "હવનનો ધુમડો" આડ્યો એટલે તમારું લગ્નબાદ વજન વધી ગયું. જો કે મજાકમાં કહેવાતી આ વાત ધણા ખરા અંશે સાચી પણ છે.

તમે અનેક મહિલાઓને જોઇ હશે જે લગ્ન પહેલા એકદમ પાતળી પરમાર હોય છે પણ લગ્ન બાદ તેમનું શરીર વધુ તંદુરુસ્ત બની જાય છે.

તો ધણીવાર તેમ પણ કહેવાય છે કે સાસરીમાં જઇને વહુને બહુ સુખ છે એટલે જ ખાઇ પીને તે જાડી થાય છે. જો કે લગ્ન બાદ સ્ત્રીઓના શરીરમાં કેમ વધારો થાય છે તેનું સાસે સાચું કારણ કોઇને નથી ખબર. તો ચાલો આ પાછળ શું શું કારણો હોઇ શકે તે જાણીએ જુઓ આ ફોટોસ્લાઇડર...

ખાતા રહેવું

ખાતા રહેવું

લગ્ન પછીનો થોડો સમય હોય છે હેપ્પી ટાઇમ. અને આ સમયે ડાયેટની ચિંતા ભાગ્યેજ કોઇ કરતું હોય છે. જ્યારે જે મન થાય તે ખાઇ લેવાનું આ કારણે પણ મહિલાઓનું વજન વધે છે.

પોતાને સમય ના આપવો

પોતાને સમય ના આપવો

લગ્ન પછી સ્ત્રીની જવાબદારીઓ એકદમથી વધી જાય છે. તેને સમગ્ર ફેમિલિનું ધ્યાન રાખવું પડે છે. અને માટે જ આ નવી જવાબદારીઓમાંથી તેને પોતાની માટે સમય નીકાળવાનો સમય નથી હોતો. અને માટે તે પોતાના ફિગર પર ધ્યાન નથી આપતી.

પ્રાથમિકતા બદલવી

પ્રાથમિકતા બદલવી

લગ્ન બાદ મહિલાઓની પ્રાથમિકતા બદલાય છે. લગ્ન બાદ તેને પોતાની કસરત કરતા પતિના ટિફિનનો ટાઇમ સારી રીતે યાદ રહે છે. સાંજે ચાલવા જવાની બદલે સાસુ સસરાની ચાનો ટાઇમ તેના માટે સાચવવો વધુ જરૂરી બની જાય છે.

બાહર ડિનર કરવો

બાહર ડિનર કરવો

લગ્ન બાદ સગા વ્હાલાને ત્યાં જમણવાર પણ હોય છે અને ધણીવાર પતિ જોડે રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડિનરનો મોકો પણ મળી જાય છે. ત્યારે મોડે સુધી આવી ફેટી ખાવાથી શરીર પર અસર થાય છે.

ગર્ભાઅવસ્થા

ગર્ભાઅવસ્થા

ગર્ભવતી થયા બાદ માંના શરીરમાં અનેક ફેરફાર થાય છે હોર્મોન્સના કારણે અને તેનું શિડ્યૂલ બદલાતા તેના વજનમાં વધારો થાય છે. જે સ્વાભાવિક છે.

વધુ ખ્યાલ

વધુ ખ્યાલ

અમુક સ્ત્રીઓ ખુબ જ નસીબદાર હોય છે તેમના લગ્ન તેવા ઘરમાં થયા હોય છે જ્યાં તેમને ખાસ કંઇ શારિરીક શ્રમ નથી કરવો પડતો. અને પતિ પણ તેને કદી વજન ઉતારવાનું નથી કહેતા માટે પણ તેનું વજન વધી જાય છે.

આળસું

આળસું

ધણીવાર પતિ પત્ની એકલા જ રહેતા હોય છે અને આવા સમય ધણીવાર સ્ત્રીઓ પોતાની આળસના લીધે કરીને પણ મોટી થઇ જાય છે.

ચિંતા

ચિંતા

સામાન્ય રીતે મહિલાઓ ટેન્સનમાં વધારે ખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મનને ડાયવર્ટ કરવા તે ખાવાનો સહારો લે છે. અને લગ્ન બાદ જવાબદારીઓ વધતા તેમને એક યા બીજી રીતની ચિંતાઓ તો રહે છે. જેને દૂર કરવા તે ખાવાનો સહારો લે છે અને વજન વધારે છે.

એટીટ્યૂડ

એટીટ્યૂડ

ધણી મહિલાઓને તેવું લાગે છે કે "હવે લગ્ન થઇ ગયા હવે શરીરનો ધ્યાન રાખીને શું કરવું છે?" તેમનો આવો એટીટ્યૂડ પણ ધણીવાર તેમનું વજન વધારી દે છે.

English summary
If you are one of those women who have put on weight post marriage, it is time to set yourself right.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X