• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો આ પ્રકારની મહિલાઓ કરે છે વધારે સેક્સ: સર્વે

|

નવી દિલ્હી, 21 માર્ચ: મહિલાઓની સેક્સ લાઇફને લઇને તાજી સ્ટડીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ તાજા અહેવાલ અનુસાર કહેવામાં આવ્યું છે કે કયા પ્રકારની મહિલાઓ સેક્સમાં સૌથી આગળ પડતી હોય છે અને કયા પ્રકારની મહિલાઓ શારિરીક સમાગમથી વધારેમાં વધારે આનંદ ઊઠાવે છે.

એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે જે મહિલાઓ વધારે ઊંઘે છે તેઓ વધારે સેક્સ કરે છે. હા, આ સ્ટડી અનુસાર એક કલાકથી વધારે ઊંઘ લેનાર મહિલાઓમાં બીજા દિવસે સેક્સની ઇચ્છા 14 ટકા સુધી વધી જાય છે.

મિશિગન યૂનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલ સ્ટડીમાં 171 યુવા મહિલાઓની નિંદ્રા અને તેમની સેક્સ લાઇફ પર સતત નજર રાખવામાં આવી. સતત 2 અઠવાડીયા સુધી તેમની લાઇફ પર સંશોધન કર્યા બાદ શોધકર્તાઓએ આ વાતનો ખુલાસો કર્યો.

આ સ્ટડી અનુસાર મહિલાઓ દ્વારા લેવામાં આવેલ સારી અને વધારે ઊંઘથી માત્ર તેમનામાં સેક્સની ઇચ્છામાં વધારો નથી થતો પરંતુ તેઓ સમાગમનો સંપૂર્ણ આનંદ પણ ઊઠાવે છે.

આ અધ્યયન અનુસાર મહિલાઓની સારી ઊંઘ તેમના શરીરને સ્ફૂર્તિલુ બનાવે છે અને તેમનું મૂડ પણ બનાવે છે, જેનો સંબંધ તેમની સેક્સની ઇચ્છા સાથે પણ છે. સ્ટડી અનુસાર મહિલાઓ દ્વારા 7 કલાક 22 મિનિટની એવરેજ ઊંઘ કરતા વધારે નિંદ્રા લેનારી મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે હોય છે.

English summary
Women who get more shut eye generally have more sex, according to researchers from the University of Michigan, who spent over two weeks tracking the sleep and sexual patterns of 171 young women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X