For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Heart Day: સ્વસ્થ હૃદય માટે ભ્રમથી રહો દૂર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : હૃદયરોગ સાથે જોડાયેલા એવી ઘણી અફવાઓ છે, જે સંપૂર્ણરીતે પાયાવિહોણી હોવા છતાં મોટાભાગના લોકોના દિમાગમાં ઘર કરી જાય છે. આ સાચી ખોટી માહિતી આપણને ગમે ત્યાંથી મળી શકે છે. પરંતુ તેના પર વિશ્વાસ કરવો હૃદય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હૃદયના નિષ્ણાંતોનું કહેવું છે કે તેમને હૃદયરોગીઓનો ઉપચાર કરતી વખતે તેમની આ માન્યતાઓને પણ દૂર કરવી પડે છે. કેટલીક માન્યતાઓ અને ભ્રમો તો ખૂબ જ સામાન્ય હોય છે પરંતુ તેને દૂર કરીને સાચુ માર્ગદર્શન કરવાથી જ હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે.

જાણીતા હૃદયરોગ નિષ્ણાંત અશોક શેઠના જણાવ્યા અનુસાર હૃદયરોગ સાથે જોડાયેલી સર્વસામાન્ય ધારણા એ છે કે કોઇપણ પ્રકારનું વ્યાયામ હૃદયરોગ માટે લાભકારી નિવડે છે. તેમણે જણાવ્યું કે 'ઝડપથી 45 મિનિટ સુધી ચાલવું અથવા એરોબિક્સ કરવું એ હૃદય માટે લાભકારી હોય છે, પરંતુ જરૂરી નથી કે વજન ઉચકવાની અને અન્ય કસરત પણ હૃદય માટે લાભકારી હોય.'

લોકોમાં સામાન્ય ધારણા એ પણ હોય છે કે મહિલાઓમાં હૃદયની બિમારીનો ભય ઓછો હોય છે. શેઠે જણાવ્યું કે 'મહિલાઓના મોતમાં સૌથી વધારે કારણોમાં હૃદયની બિમારી જ છે, જોકે સ્તન કેન્સરની તુલનાએ છ ગણી વધારે મહિલાઓનું મોત હૃદયની બિમારીથી થાય છે. તેમણે આગળ જણાવ્યું કે પુરુષો ઓછો દુખાવો હોવા છતાં પણ ડોક્ટર પાસે ઉપડી જાય છે, જ્યારે સહનશક્તિ વધારે હોવાના કારણે મહિલાઓ આ હળવા દુ:ખાવાને સહન કરી લે છે.'

તેમણે એપણ જણાવ્યું કે ઘણી વખત ડોક્ટર પાસે જતા કેન્સર સુધીની તપાસ લખી દેવામાં આવે છે, પરંતુ હૃદયની તપાસ નથી કરાવવામાં આવતી. દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં હૃદયરોગ નિષ્ણાંત કે.કે. તલવારે પણ આ વાતોનું સમર્થન કર્યું. તેમણે જણાવ્યું કે 'મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન રહેતા તે કેટલીક હદ સુધી તેનાથી સુરક્ષીત તો રહે છે પરંતુ ધુમ્રપાન, અસ્વસ્થ ભોજન કરવાની આદત, અને ગર્ભનિરોધક દવાઓ લેવાના કારણે તેમનામાં પણ હૃદયની બિમારીનો ભય રહે છે. મેનોપાજ બાદ તો એ ભય વધારે વધી જાય છે.'

આ ઉપરાંત આવા ઘણા ભ્રમ છે જેને સમાજમાંથી દૂર કરવાની જરૂરીયાત છે, જેમ કે યુવાનોને હૃદયની બિમારી ના થઇ શકે, અથવા તો જ્યારે છાતીમાં ડાબી બાજું દુ:ખાવો થાય ત્યારે જ હૃદય રોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. હૃદયરોગ નિષ્ણાંત સુનીતા ચોધરીએ જણાવ્યું કે દિલની બિમારી થવા પર ડાબો ખભો, ઉપરની બાજું, અથવા જમણા ખભામાં પણ દુ:ખાવો થઇ શકે છે.

મોટાભાગની જાહેરાતમાં કેટલાક ખાસ પ્રકારના ખાદ્ય તેલને હૃદય માટે સારુ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણરીતે સાચી વાત નથી. હૃદયરોગ નિષ્ણાંતોનું માનવું છે કે ઘણીવાર સાચી અને ખોટી માહિતીમાં ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે, માટે સાવધાન રહેવાની જરૂરત છે.

સક્રિય રહો

સક્રિય રહો

નિયમિત 30થી 45 મિનિટ સુધી ચાલવાનું રાખો અને હળવી કસરત કરો, જેનાથી આપનું હૃદય જ નહી પરંતુ આખું શરીર સ્વસ્થ રહેશે.

ભોજન

ભોજન

તમારા ભોજન પ્રત્યે સજાગ રહો. તાજા શાકભાજી અને ફળ ખાઓ, મોટા અનાજની રોટલી અને ચોખાનું સેવન કરો. તથા ચરબીયુક્ત ખોરાકથી બચો. જંકફૂડથી પણ દૂર રહો.

ધૂમ્રપાન ના કરો

ધૂમ્રપાન ના કરો

જો આપ આપના હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ તો ધૂમ્રપાન ના કરો. અને કરો છો તો આજે જ તેનો ત્યાગ કરો.

આલ્કોહોલનું સેવન ટાળો

આલ્કોહોલનું સેવન ટાળો

દારુથી તો દૂર જ રહો. અને જો ના રહી શકતા હોવ તો તેનું સેવન ઓછું કરો. દવાની માત્રામાં જ તેનું સેવન કરો.

તણાવથી મુક્ત રહો

તણાવથી મુક્ત રહો

હૃદયને સુરક્ષિત રાખવા માટે કોઇપણ પ્રકારનુ ટેન્સન એટલે કે તણાવનો અનુભવ ના કરો. પોતાનામાં મસ્ત રહો.

હૃદયરોગ નિષ્ણાંત

હૃદયરોગ નિષ્ણાંત

એક પ્રખ્યાત હૃદયરોગના નિષ્ણાંતે ખૂબ જ વ્યાવહારીક વાત કરી છે કે તણાવ વગર રહી શકાય નહીં, પરંતુ તેનાથી દૂર જવાનો સંપૂર્ણ પ્રયાસ કરવો જોઇએ. તેના માટે તેઓ સંગીતને સૌથી સારો વિકલ્પ ગણાવે છે.

વ્યાયામ હૃદયરોગ માટે લાભકારી

વ્યાયામ હૃદયરોગ માટે લાભકારી

જાણીતા હૃદયરોગ નિષ્ણાંત અશોક શેઠના જણાવ્યા અનુસાર હૃદયરોગ સાથે જોડાયેલી સર્વસામાન્ય ધારણા એ છે કે કોઇપણ પ્રકારનું વ્યાયામ હૃદયરોગ માટે લાભકારી નિવડે છે.

મહિલાઓમાં હૃદયની બિમારી

મહિલાઓમાં હૃદયની બિમારી

લોકોમાં સામાન્ય ધારણા એ પણ હોય છે કે મહિલાઓમાં હૃદયની બિમારીનો ભય ઓછો હોય છે. શેઠે જણાવ્યું કે 'મહિલાઓના મોતમાં સૌથી વધારે કારણોમાં હૃદયની બિમારી જ છે, જોકે સ્તન કેન્સરની તુલનાએ છ ગણી વધારે મહિલાઓનું મોત હૃદયની બિમારીથી થાય છે. તેમણે આગળ જણાવ્યું કે પુરુષો ઓછો દુખાવો હોવા છતાં પણ ડોક્ટર પાસે ઉપડી જાય છે, જ્યારે સહનશક્તિ વધારે હોવાના કારણે મહિલાઓ આ હળવા દુ:ખાવાને સહન કરી લે છે.'

યુવાનોમાં હૃદયની બિમારી ના હોઇ શકે

યુવાનોમાં હૃદયની બિમારી ના હોઇ શકે

આ ઉપરાંત આવા ઘણા ભ્રમ છે જેને સમાજમાંથી દૂર કરવાની જરૂરીયાત છે, જેમ કે યુવાનોને હૃદયની બિમારી ના થઇ શકે, અથવા તો જ્યારે છાતીમાં ડાબી બાજું દુ:ખાવો થાય ત્યારે જ હૃદય રોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. હૃદયરોગ નિષ્ણાંત સુનીતા ચોધરીએ જણાવ્યું કે દિલની બિમારી થવા પર ડાબો ખભો, ઉપરની બાજું, અથવા જમણા ખભામાં પણ દુ:ખાવો થઇ શકે છે.

પ્રકારના ખાદ્ય તેલ

પ્રકારના ખાદ્ય તેલ

મોટાભાગની જાહેરાતમાં કેટલાક ખાસ પ્રકારના ખાદ્ય તેલને હૃદય માટે સારા બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણરીતે સાચી વાત નથી. હૃદયરોગ નિષ્ણાંતોનું માનવું છે કે ઘણીવાર સાચી અને ખોટી માહિતીમાં ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે, માટે સાવધાન રહેવાની જરૂરત છે.

English summary
World Heart Day: Be away from myths about heart disease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X