For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લડ ગ્રુપના આધારે કેવો હોવો જોઇએ તમારો આહાર

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ એક નિશ્ચિત બ્લડ ગ્રુપ ધરાવે છે. વળી આપણા સ્વાસ્થયની સ્થિતીથી પણ આપણા બ્લડગ્રુપનો સંબંધ છે. તેવું પણ જોવામાં આવ્યું છે કે બ્લડ ગ્રુપના આધારે આપણે વિશિષ્ટ પ્રકૃતિ પણ ધરાવીએ છીએ. ત્યારે એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ મુજબ કેટલીક વિશિષ્ટ બિમારીઓનો ખતરો વધુ હોઇ શકે છે.

જેમકે ઓ બ્લડગ્રુપ વાળા લોકોને પેટના અલ્સર થવાના વધુ ચાન્સ છે. પણ હદય રોગની બિમારીની ઓછી શક્યતા છે. તો વળી એ બ્લડગ્રુપ વાળાને બેક્ટેરિયા અને વાયરસ કે ફંગસના સંક્રમણનો ખતરો વધુ છે. એ બ્લડ ગ્રુપ વાળી મહિલાઓમાં વંધ્યત્યનો ખતરો વધુ રહેલો છે. તો બી બ્લડ ગ્રુપને પેન્ક્રીએટિક કેન્સરનો. ત્યારે આ બિમારીઓના આધારે તેમને કેવા ખોરાક ખાવા જોઇએ અને કેવા ટાળવા જોઇએ તે વિષે આજે અમે તમને જાણકારી આપીશું...

એ બ્લડ ગ્રુપ

એ બ્લડ ગ્રુપ

અ બ્લડ ગ્રુપવાળા લોકોની ઇમ્યૂન સિસ્ટર સંવેદનશીલ હોય છે. આ સમૂહના લોકોમાં માંસને પચાવાની શક્તિ ઓછી હોય છે. તેમણે માંસાહારનું સેવન ઓછું કરવું જોઇએ. અને ગાજર, આદુ, લીલા શાકભાજી, અંજીર, બ્રોકલી, અવકાડો જેવા આહારનું સેવન વધુ કરવું જોઇએ.

એ બ્લડ ગ્રુપ

એ બ્લડ ગ્રુપ

એ બ્લડ ગ્રુપે તમામ પ્રકારના દૂધના ઉત્પાદન અને અંડાનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઇએ. જો કે તે દહીં, બકરીનું દૂધ અને સોયા મિલ્કનું સેવન કરી શકે છે.

બી બ્લડ ગ્રુપ

બી બ્લડ ગ્રુપ

દાડમ, કેળા, દ્રાક્ષ અને લીલા શાકભાજીનું વધુ સેવન કરવું જોઇએ. માછલી અને મટનનું સેવન પણ તે અધિક માત્રામાં કરી શકે છે. બી બ્લડ ગ્રુપ વાળા લોકોએ ચિકનની જગ્યાએ ટર્કી ખાવી જોઇએ.

બી બ્લડ ગ્રુપ

બી બ્લડ ગ્રુપ

બી બ્લડ ગ્રુપના લોકોએ દૂધ અને ઇંડાથી બનેલી વસ્તુઓ ખાવી જોઇએ. તે તેને સરળતાથી પચાવી શકે છે. વળી આ વસ્તુઓ તેમના શરીરમાં ફેટની રૂપે જમા નથી થતી.

એ બી બ્લડ ગ્રુપ

એ બી બ્લડ ગ્રુપ

આ બ્લડ ગ્રુપ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. આવા લોકો જો માંસાહાર ખાય તો તે ફેટના રૂપે તેમના શરીરમાં જમા થાય છે. આવા બ્લડગ્રુપ વાળાએ માંસના બદલે શાકભાજી અને ફળ વધુ માત્રામાં ખાવા જોઇએ. ઇંડા પણ આ બ્લડ ગ્રુપ માટે લાભકારક છે.

એબી બ્લડ ગ્રુપ

એબી બ્લડ ગ્રુપ

મટનનું આ બ્લડ ગ્રુપે ઓછું સેવન કરવું જોઇએ. જો કે દૂધના ઉત્પાદનો તે ખાઇ શકે છે. તેનાથી તેમને કોઇ વાંધો નથી.

ઓ બ્લડ ગ્રુપ

ઓ બ્લડ ગ્રુપ

આ સમૂહના લોકોને ઉચ્ચ પ્રોટીન યુક્ત આહાર લેવો હિતકારી છે. તે દાળ, દૂધ, ફળ, શાક અને સમુદ્રી ખાદ્ય પદાર્થોનું સેવન કરી સ્વસ્થ રહી શકે છે.

English summary
We all have a certain type of a blood group and it has been seen there is a link between our health condition and the blood group that we have. It has also been shown that we may have a peculiar nature based on the type of our blood group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X