For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aadhaar for Kids: આ રીતે નીકળો બાળકોનું આધાર કાર્ડ

શું તમે તમારા બાળકનું આધાર કાર્ડ કરવાનું વિચારી રહ્યા છો? તો પહેલા વાંચી લો આ લેખ. જેમાં બાળકોના આધાર કાર્ડને નીકાળતી વખતે કેવા દસ્તાવેજો રાખવા, શું પ્રક્રિયા છે તે અંગે વિગતવાર જણાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

આજના સમયે તમામ મહત્વના કામોમાં આધાર અનિવાર્ય બની ગયું છે. સરકારી શાળામાં બાળકોના મીડ ડે મીલમાં આધાર કાર્ડને જોડવામાં આવ્યું છે. સાથે જ હાલ તમામ શાળાઓ પણ બાળકોના આધાર કાર્ડ નંબર માંગી રહી છે. ત્યારે જેમ મોટા લોકો માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે તેમ જ બાળકો માટે પણ આધાર કાર્ડ હોવું જરૂરી બન્યું છે. ત્યારે જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ નીકાળવા માંગતા હોવ તો જાણો શું છે નિયમો અને કેવી રીતે તમે આ વસ્તુ કરાવી શકો છો...

દસ્તાવેજો કયા જોયશે?

દસ્તાવેજો કયા જોયશે?

બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે તમારે વધારે દસ્તાવેજની જરૂર નહીં પડે. તમે છતાં નીચેના દસ્તાવેજો આ માટે જરૂરી છે.

  • જન્મનો દાખલો
  • બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ
  • વાલીનું એડ્રેસ પ્રૂફ
  • વાલીનું આઇડી પ્રૂફ
  • આ વાતનું પણ ધ્યાન રાખો

    આ વાતનું પણ ધ્યાન રાખો

    નોંધનીય છે કે તમે 1 વર્ષના બાળક કે બાળકીનું આધાર કાર્ડ બનાવી શકો છો.

    • સાથે જ જો બાળક 5 વર્ષથી નાનું છે તો તેનો બાયોમેટ્રિક ડેટા નહીં લેવામાં આવે. કારણ કે 5 વર્ષ સુધી બાળકનો બાયોમેટ્રિક ડેટા સતત બદલાતો રહે છે.
    • 15 વર્ષનું જ્યારે બાળક થશે ત્યારે તેનું છેલ્લી વાર તેનું બાયોમેટ્રિક ડેટા રેકોર્ડ કરવામાં આવશે. તે પછી તેનો બાયોમેટ્રિક વારંવાર બદલાની કે કરાવાની જરૂર નહીં પડે.
    • આધાર કાર્ડ

      આધાર કાર્ડ

      બાળકો અને મોટાઓ માટે આધાર કાર્ડ બનાવાની પ્રક્રિયા એક જ છે. ખાલી દસ્તાવેજોમાં થોડો ફરક છે. તમે આ માટે ઓનલાઇન પણ મુલાકાત બુક કરાવી શકો છો. આ માટેની પ્રક્રિયા નીચે મુજબ છે.

      • યુઆઇડીએઆઇ ની વેબસાઇટ પર જઇ Aadhaar Card Registration લિંક પર ક્લિક કરો.
        • પછી ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં તમારા બાળકોનું નામ, તમારો મોબાઇલ નંબર અને ઇ મેલની જાણકારી ભરો.
        આધાર કાર્ડ

        આધાર કાર્ડ

        • તે પછી Fix Appointment પર ક્લિક કરો. આ પછી આધાર કાર્ડ એનરોલમેન્ટ સેન્ટર કે ઇ સેવા કેન્દ્ર પર તમારી મુલાકાત ફિક્સ કરાવો.
          • નક્કી દિવસે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર તમારા બાળક અને જરૂરી દસ્તાવેજ સાથે હાજર રહો.
          • અહીં તમામ દસ્તાવેજોનું વેરિફેક્શન અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું આધાર કાર્ડ બની જશે.

English summary
How To Apply For Aadhaar Card For Kids in Gujarati? Read here all the details about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X