For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To: આધાર કાર્ડથી ઘરે બેઠા અપોઇન્ટમેન્ટ લો દવાખાનાની

ગુજરાતીમાં સરળ રીતે શીખો આધાર કાર્ડની મદદથી હોસ્પટિલની અપોઇન્ટમેન્ટ લેતા. આ દ્વારા તમે કોઇ પણ સરકારી હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ લઇ શકો છો. કેવી રીતે જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કે આધાર કાર્ડથી તમે સરકારી હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ ઓનલાઇન લઇ શકો છો. ભારત સરકાર પોતાના ડિઝિટલ ઇન્ડિયાના અભિયાન દ્વારા તમામ સુવિધાઓ ડિઝિટલાઇઝ થાય તે માટે પ્રયાસ કરે છે. ત્યારે હવે તમે આધાર કાર્ડ દ્વારા સરકારી હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ પણ લઇ શકો છો. અને આ માટે તમારે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ દ્વારા તમે ભારતના કોઇ પણ સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઇ શકો છો. તો આ માટે તમારે ઓનલાઇન શું કરવું પડશે તે અંગે અમે તમને જણાવીશું...

પહેલુ સ્ટેપ

પહેલુ સ્ટેપ

આ માટે તમારે ઇ હોસ્પિટલ સેવાની જરૂર પડશે. ઇ હોસ્પિટલ સેવા માટે તમારે ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમ www.ors.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. તો સૌથી પહેલા આ વેબસાઇટ પર જાવ.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

પછી તમારી કોમ્પ્યૂટર સ્ક્રીન પર હોમ, અપોઇન્ટમેન્ટ જેવા ઓપ્શન આવશે. તેમાં અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો. પછી પોતાનો આધાર નંબર અહીં લખો અને સબમિટ બટન પર ક્લિક કરો.

ઓપ્શન પણ મળશે

ઓપ્શન પણ મળશે

વધુ તમને આ સાઇટની ડાબી બાજુએ તમારી બિમારી અને જરૂરિયાત મુજબ હોસ્પિટલ અને વિભાગની પસંદગી કરવાનો વિકલ્પ પણ મળશે. જેથી તમે તમારી બિમારીના આધારે તમારી પસંદગીની હોસ્પિટલની પસંદગી કરી શકો.

ઓનલાઇન

ઓનલાઇન

આ પછી તમને ઓનલાઇન ફોર્મ દેખાશે જેમાં તમારે કંઇ તારીખની અપોઇન્ટમેન્ટ લેવી છે તે જણાવવાનું રહેશે. બુકિંગ ડિટેલ પ્રાપ્ત કર્યા પછી એક કન્ફર્મેશન મેસેજ પણ આપશે. જે સ્પષ્ટ કરશે કે તમને અપોઇન્ટમેન્ટ મળી ગઇ છે. સાથે જ તમે ઓઆરએસ પર અપોઇન્ટમેન્ટની પ્રિન્ટ, પેમેન્ટ અને તેને કેન્સલ કરાવવાની સુવિધાનો લાભ પણ મેળવી શકો છો. વધુમાં જો તમારી જોડે આધાર કાર્ડ નથી તો તમે તમારો ફોન નંબર પણ દાખલ કરી શકો છો. અને અપોઇન્ટમેન્ટ મેળવી શકો છો.

English summary
Now you can book appointment online in government hospital using your Aadhar card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X