For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : SMS થી જાણો રોજ બદલતા પેટ્રોલના ભાવ

અહીં શીખો કેવી રીતે 16 જૂનથી રોજ બદલતા પેટ્રોલ અને ડિઝલના ભાવ તમે એપ કે SMS થી જાણશો.

|
Google Oneindia Gujarati News

આવનારા સમયમાં રોજ રોજ પેટ્રોલના ભાવ બદલાતા રહેશે. ભારતની તમામ સરકારી તેલની કંપનીઓ 16 જૂનથી રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવોની સમીક્ષા કરશે અને રોજ રોજ તેની કિંમત પણ બદલાશે. ત્યારે લોકો પેટ્રોલ અને ડિઝલના રોજ બદલાતા ભાવો વિષે જાણી શકે તે માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ખાસ તૈયારી કરી છે. કંપની તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ જ્યારે રોજ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ બદલાય ત્યારે તેની કિંમત વિષે સામાન્ય જનતાને પણ જાણકારી મળતી રહે.

petrol

કંપનીઓના કહેવા મુજબ ડિલરોએ વેચાણના પહેલા દિવસે જ બદલાયેલા ભાવની જાણકારી ગ્રાહકો સમક્ષ મુકવી પડશે. તમામ પેટ્રોલ પંપો પર આ બદલાયેલી કિંમતોની જાણકારી મળશે. તે સિવાય કસ્ટમર્સને ઇન્ડિયન ઓઇલના મોબાઇલ એપ કે એસએમએસ દ્વારા પણ પેટ્રોલ અને ડિઝલના રોજ બદલાતા ભાવ અંગે જાણકારી આપવામાં આવશે. ઇન્ડિયન ઓઇલના એપ fuel@ioc દ્વારા ગ્રાહક કોઇ પણ શહેરના બદલાયેલા ભાવ વિષે જાણી શકશે.

આ સિવાય ગ્રાહકો એસએમએસ કરી પણ નવી કિંમત વિષે જાણી શકશે. આ માટે ગ્રાહકોને RSP લખીને એક સ્પેસ આપીને ડિલર કોડ લખવો પડશે અને પછી તેને 9224992249 પર મોકલવાનું રહેશે. આ પછી તેને રિપ્લાયમાં રોજના આ બદલાયેલા ભાવ વિષે જાણકારી મળશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કહેવા મુજબ દેશના તમામ 26 હજાર ડીલરોને આ બદલાતી કિંમતોની જાણકારી આપવા માટે ખાસ રીતે તાલીમ આપવાની સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
How to check daily change in petrol and diesel prices SMS. Read here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X