For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરી છોડ્યા બાદ કેવી રીતે નિકાળશો PFના પૈસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અત્યારે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ના લાખો રૂપિયા ખાતાઓમાં એવા છે જેનો કોઇ દાવો કરનાર નથી. કારણ કે કદાચ આપણામાંથી ઘણા લોકોને ખબર નથી હોતી કે કોઇ કંપનીમાં કામ કરતી વખતે જમા થનાર આપણા પીએફના પૈસા કેવી રીતે નિકાળી શકાય છે. જો તમે નોકરી છોડતી વખતે પીએફ નિકાળવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે એક ગાઇડ લાઇનનું કામ કરી શકે છે.

epf-confusion

કયું ફોર્મ ભરવાનું હોય છે?
નોકરી છોડતી વખતે પીએફ ઉપાડવા માટેની અરજી કરવા માટે ફોર્મ-19 ભરવાનું હોય છે. આ ફોર્મ તમે ઇપીએફઓની વેબસાઇટ (http://www.epfindia.com/downloads_forms.html)થી પણ ડાઉનલોડ કરી શકો છો.

કોણ કરી શકે અરજી
પીએફ માટે અરજી નોકરી છોડનાર દરેક વ્યક્તિ કરી શકે છે. જો તમે કોઇ અન્ય સંસ્થામાં નોકરી કરવા ગયા છો, ત્યારે પણ જૂની કંપનીની ઓફિસમાં જમા પીએફના પૈસા ઉપાડી શકો છો. તેના માટે તમારે ફોર્મ 19 જ ભરવાનું રહેશે.

કર્મચારીનું મૃત્યું થતાં પરિવારના સભ્ય પણ અરજી કરી શકે છે. તેના માટે પરિવારના સભ્યએ ફોર્મ 20 ભરવું પડે છે.

ફોર્મમાં શું ભરશો
- તમારો મોબાઇલ નંબર જરૂર ભરો. કારણ કે એકાઉન્ટ અપડેટ થશે તો તેની જાણકારી તમારા મોબાઇલ પર એસએમએસના માધ્યમથી મળી જશે.
- ફોર્મમાં કોલમ ભરતી વખતે કોઇ ખામી ન રહે. શબ્દના ઉપર શબ્દ ના લખશો. સ્પષ્ટ અક્ષરો લખો.
- ગત કંપનીમાંથી નોકરી કેમ છોડી તેનું કારણ જરૂર ભરો.
- ઇપીએફ એકાઉન્ટ નંબર જરૂર ભરો.
- પીએફના દાવા પછે રકમની ચૂકવણી અરજદારના ખાતામાં કરવામાં આવે છે. એટલા માટે તમે એક એકાઉન્ટ નંબર જરૂર આપો.
- એકાઉન્ટ નંબરની સાથે બેંકનું નામ (જેમાં ખાતું છે) આઇએફએસસી કોડ જરૂર લખો.
- એક ખાલી ચેક પર ક્રોસનું ચિન્હ બનાવો અને તેના પર સહી કરો, તે ચેકને સાથે જમા કરો. ચેકમાં એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડની પુષ્ટિ થઇ જાય છે.
- બે હજારથી પીએફ રકમ હશે તો ચૂકવણી મનીઓર્ડરના માધ્યમથી કરવામાં આવશે. એટલા માટે ફોર્મમાં તમારું સાચું કાયમી સરનામું લખો.
- ફોર્મ ભર્યા બાદ ફોર્મ પર દર્શાવેલ સ્થાન પર ગત કંપનીના ટોચના અધિકારીઓની સહી પણ કરાવો.
અરજીની સાથે દાક્તરી પ્રમાણપત્ર જરૂર બીડો.

વિદેશ જતા રહ્યાં છો તો શું કરશો?
જો તમે વિદેશમાં જતા રહ્યાં છો તો આવી સ્થિતિમાં ભારતમાં પોતાની જૂની કંપનીમાંથી પીએફ ઉપાડવાની અરજી સાથે પાસપોર્ટ, વીઝા અથવા મુસાફરી ટિકિટની કોપી જરૂર લગાવો.

ક્યાં જમા કરશો ફોર્મ
પીએફ ફોર્મ ભર્યા અને બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તમારે અરજી કંપનીને આપવી પડશે. કંપની પોતાની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તમારા ફોર્મને ઇપીએફ ઓફિસને ફોરવર્ડ કરી દેશે. તમારું ફોર્મ જેવું ઇપીએફ ઓફિસને મળશે. આ દરમિયાન તમને વચ્ચે-વચ્ચે એસએમએસના માધ્યમથી જાણકારી મળતી રહેશે કે તમારી અરજી પ્રોસેસમાં છે.

ક્યાં સુધી આવશે તમારા ખાતામાં પૈસા
પીએફ અરજીની પ્રક્રિયાથી પસાર થયા બાદ એપ્રુવ કરી દેવામાં આવશે તો તેના એક-બે મહિનામાં પીએફના પૈસા તમારા ખાતામાં આવી જશે.

English summary
How to claim Employee provident Fund (EPF) amount after you left the job in any company. Here is the full detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X