For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સ્માર્ટફોનથી કેવી રીતે લેશો ડિજિટલ કેમેરા જેવી તસવીરો

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોનના આગમનથી ડિજિટલ કેમેરાની માંગ થોડી ઓછી થઇ ગઇ છે કારણ કે આજકાલના સ્માર્ટફોનમાં માત્ર હાઇ રિજ્યુલેશન કેમેરો જ નહીં પરંતુ તેમાં ઘણા બધા ફિલ્ટર અને અન્ય ફિચર્સ આપવામાં આવેલા હોય છે, જે એક સમયમાં માત્ર ડિજિટલ કેમેરામાં જ હોય છે. પરંતુ સ્માર્ટફોનથી ફોટો લેવાની પણ પોતાની એક પદ્ધતિ હોય છે. શું આપે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપના સ્માર્ટફોનમાં કેમેરાના કયા કયા ફિચર્ચ આપવામાં આવ્યા છે જેની મદદથી આપ માત્ર દિવસમાં નહીં પરંતુ રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકો છો,

પરંતુ તેની પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે...

- ફોનની બેટરી ચાર્જ હોવી જોઇએ કારણ કે લૉ બેટરીમાં આપ વધારે તસવીરો લઇ શકશો નહીં, અથવા તો આપનો ફોન જ ચાલું નહી થાય.
- કેમેરામાં જો હાથના નિશાન અથવા તો ધૂળમાટી લાગેલી હશે તો તેને સાફ કરી દો જેથી તસવીર સારી અને સ્પષ્ટ આવે.
- જ્યાં સુધી ફોટો ખેંચતી વખતે ડિજિટલ જૂમ અથવા તો સાધારણ જૂમનો પ્રયોગ કરવો નહીં તેના કારણે ફોટો બ્લર રહેવાના ચાન્સીસ વધી જાય છે.
- બને ત્યાં સુધી ફ્લેશનો પ્રયોગ ના કરો કારણ કે સ્માર્ટફોનની ફ્લેશ માત્ર મર્યાદિત વિસ્તારમાં જ પ્રકાશ પાડી શકે છે.

આપના સ્માર્ટફોનથી કેવી રીતે લેશો ડિજિટલ કેમેરા જેવી તસવીરો....

પહેલા કેમેરા એપ ઓપેન કરી લો

પહેલા કેમેરા એપ ઓપેન કરી લો

સ્માર્ટફોનથી જો આપને ફોટો લેવાની ઇચ્છા હોય તો પહેલા કેમેરા એપને ઓપન કરો જેથી ફોનનો કેમેરો બેસ્ટ વ્યૂ એડજસ્ટ કરવામાં સમય ના લે.

કેમેરા મોડ

કેમેરા મોડ

સ્માર્ટફોનમાં ડિફોલ્ડ ઓટો મોડ સેટ રહે છે પરંતુ જો આપ રાત્રે અથવા મુવીંગ ફોટોગ્રાફી કરી રહ્યા છો તો બીજા મોડનો ઉપયોગ પણ કરી શકો છો.

ઓટો ફોકસ

ઓટો ફોકસ

ઘણાબધા કેમેરામાં ઓટો ફોકસ ફીચર હોય છે. જેમકે આપ આ તસવીરમાં ગ્રીન કલરનું એક ચોસલુ જોઇ રહ્યા છો. કેમેરો સબજેક્ટને એની મેળે જ સિલેક્ટ કરે છે અને તેની પર કેટલી માત્રામાં પ્રકાશ રાખવો છે એટલે કે તેની બ્રાઇટનેસ કેટલી રાખવી છે તે કેમેરો જાતે જ નક્કી કરી લે છે. ત્યારે આ બોક્સ ગ્રીન કલરમાં થઇ જાય છે અને જો તે રેડ કલરનું જ રહે તો સમજવું આપની તસવીર બરાબર નહીં આવે.

ફોટો સાઇઝ

ફોટો સાઇઝ

જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ફોટોની સાઇઝ મોટી જ રાખો જેથી ક્યારેક તેને ફ્રેમ કરાવવાની જરૂર પડે ત્યારે તેની ફોટો ક્વોલિટી ખરાબ ના થાય.

 કેમેરા ફીચર

કેમેરા ફીચર

સ્માર્ટફોનના કેમેરામાં ઘણા અન્ય ફીચર્સ પણ હોય છે જેમ કે ઇમેજ સ્ટેબલાઇઝેશન, બસ્ટ મોડ આ તમામ મોડનો પ્રયોગ કરીને આપ વધારે સારી તસવીર લઇ શકો છો.

ફ્લેશ

ફ્લેશ

જ્યાં સુધી બને ત્યાં સુધી તસવીર ફ્લેશના સહારે તસવીર લેવાની કોશીશ ના કરો. ફ્લેશ ઓન કરવાથી આસપાસનો નેચરલ પ્રકાશ ખરાબ થઇ જાય છે. જેમકે આ તસવીર ફ્લેશ વગર ખેંચવામાં આવી છે.

માઇક્રો શૂટ

માઇક્રો શૂટ

જો આપને નાની-નાની વસ્તુઓની તસવીર લેવાની ઇચ્છા હોય તો તેના માટે કેમેરાને સબ્જેક્ટની વધારે નજીક ના લઇ જાવ તેનાથી તસવીર ઝાંખી આવશે. જો આપ સબ્જેક્ટને પકડી શકતા હોવ તો તેને કેમેરામાં જોઇને એડજસ્ટ કરી શકો છો કે તે સ્પષ્ટ દેખાય છે કે નહીં.

English summary
How do we take better pictures with our smartphones?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X