For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : તમે કમાઇ શકો છો Twitter થી, જાણો કેવી રીતે?

તમે ઘરે બેઠા ટ્વિટરના ઉપયોગથી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ માટે તમારું ટ્વિટર પર એકાઉન્ટ હોવું જરૂરી છે. ટ્વિટરથી કમાણી કેમ કરશો શીખો અહીં સરળ સ્ટેપમાં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ટ્વિટર શું છે તે વાત તો તમે બધા જ જાણતા હશો. ફેસબુકની જેમ જ ટ્વિટર પણ એક સોશ્યલ મીડિયા સાઇટ છે. જેમાં તમે પણ લોગ-ઇન કરી તમારું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. પણ શું તમને ખબર છે કે Twitter પર સક્રિય રહીને તમે પણ મહિનાના 20 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકો છે. અને આ વસ્તુ તમે નોકરી કરતા કે પોતાનો વેપાર કરતા પણ કરી શકો છો. અનેક લોકો ટ્વિટર પર આ રીતે જ કમાણી કરે છે. અને અમે પણ તમને ટ્વિટરના ઉપયોગથી ઘરે બેઠા કમાણી કેમ કરાય તે આજે જણાવાના છીએ. તો આ માટે શું કરવું પડશે. જાણો અહીં.

એકાઉન્ટ બનાવો

એકાઉન્ટ બનાવો

સૌથી પહેલા તો પોતાનું એક એકાઉન્ટ બનાવો ટ્વિટર પર. તમારું ટ્વિટર હેન્ડલ એટલે કે આઇડી તમે તમારા નામ સાથે બનાવો અને તેમાં તમામ જાણકારી આપો. ફેક આઇડીથી તમને ફોલોવર્સ તો મળી જશે પણ પૈસા કમાવાની વાત આવતા જ તમને પસ્તાવાનો વારો આવી શકે છે. તો પોતાનું જ આઇડી બનાવો. અને યાદ રાખો કે તમારું આઇડી આકર્ષક અને વ્યવસ્થિત હોય.

કરંટ અફેર્સ

કરંટ અફેર્સ

હવે તમે આમાં કરંટ અફેર્સ એટલે કે રોજિંદા જીવનમાં બનતી મહત્વની માહિતીઓ અપડેટ કરવાનું શરૂ કરો. થોડી પોતાની ક્રિએટીવીટીનો ઉપયોગ કરો. જેથી કરી લોકો તમારી ટ્વિટ વધુ ટ્વિટ અને રિટ્વિટ કરે. સાથે જ તમારા ફોલોવર્સ વધે. અને તમને જે ફોલો કરે તે લોકોને તમે પણ ફોલો કરી શકો છો. પણ હા દરેકને ફોલો કરવા કરતા જેની ફોલોવર્સની સંખ્યા વધુ હોય અને જે ઓથેટિંક આઇડી ધરાવતા હોય તેને ફોલો કરવાનો પ્રયાસ કરો. સાથે જ સુયોગ્ય હોશટેગ પર ટ્વિટ કરવાથી અને ટ્રેંડિગ ટોપિક્સ પર ટ્વિટ કરવાથી તમારા ફોલોવર્સની સંખ્યા વધી શકે છે.

50 હજાર ફોલોવર્સ

50 હજાર ફોલોવર્સ

જ્યારે તમારા ફોલોવર્સની સંખ્યા 50 હજાર ઉપર જતી રહે છે ત્યારે તમે કોઇ સ્થાનીક વિજ્ઞાપન એજન્સીનો સંપર્ક કરી શકો છો. બેંગલુરુ, મુંબઇ, દિલ્હીમાં તેવી અનેક જાહેરાતો બનાવતી કંપનીઓ છે જે ટ્વિટર કેમ્પેઇન માટે પૈસા આપે છે.

કમાણી

કમાણી

વર્તમાન સમયમાં જો તમારા 50 હજાર ફોલોવર્સ છે. તો તમને પ્રત્યેક ટ્વિટ માટે 10 રૂપિયા મળશે. અને તેમાં જ જો ફોલોવર્સ 1 લાખથી વધુ હોય તો 20 થી 30 હજાર રૂપિયા પ્રતિ ટ્વિટ મળે છે. જેટલા વધુ ટ્વિટ એટલા વધુ પૈસા. બેંગલુરુ, દિલ્હીમાં તો અનેક લોકો ટ્વિટ કરીને જ ખાલી 20 થી 25 હજાર રૂપિયા મહિને કમાઇ લેતા હોય છે. અને વધુ ફોલોવર્સ હોય તો 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે.

ભવિષ્યમાં ફાયદો

ભવિષ્યમાં ફાયદો

જો તમે પોતાને ટ્વિટર બ્રાંડ તરીકે રજૂ કરો છો. તો આગળ જઇને તમને એક -એક ટ્વિટ પર સારી કમાણી મળી શકે છે. આમ તમે તમારા પેન્શનની વ્યવસ્થા અત્યારથી જ કરી શકો છો. અને ટ્વિટર તો તમે મોબાઇલમાં પણ રાખી કોઇ પણ જગ્યાએથી ટ્વિટ કરી શકો છો. તો બસ આજથી શરૂઆત કરી લો જેથી વધુ ફોલોવર્સ પણ મળે અને તમારી કમાણી પણ જલ્દી શરૂ થાય.

English summary
How to earn money from twitter know in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X