For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રી ઇંટરનેટ એક્સેસ કરવાની કેટલીંક સરળ રીતો

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] હાલમાં સ્માર્ટફોન ઉપયોગ કરનારા લોકો એવું જાણવા ઇચ્છતા હોય છે કે શું ઇંટરનેટ ફ્રી એક્સેસ કરી શકાય છે. જ્યારે આજકાલ ઇંટરનેટ પર એટલી સુરક્ષા છે અને દરેક સંસ્થા ફ્રી ઇંટરનેટ પર રોકધામ લગાવવામાં કોઇ કોર-કસર નથી છોડતી.

આ બધા પછી પણ એવા કેટલીક રીતો છે જેના દ્વારા આપ ફ્રી ઇંટરનેટ એક્સેસ કરી શકો છો. જો આપને આ માહિતી જાણવામાં રસ હોય તો જરૂર વાંચો.

અમે આપને જણાવી રહ્યા છીએ કેટલીક રીતો...

પ્રોક્સી સર્વર

પ્રોક્સી સર્વર

પ્રોક્સી સર્વર આપના કમ્પ્યુટર અને ઇંટરનેટની વચ્ચે એક મીડ વે તરીકેનું કામ કરે છે. જ્યારે આપ ઇંટરનેટ ચલાવો છો તો સાઇટ આપના આઇપી એડ્રેસના સ્થાને પ્રોક્સી સર્વરની આઇપીને ડિટેક્ટ કરે છે. એક પ્રોક્સી સર્વર પર ઘણા કમ્પ્યુટર કામ કરે છે કારણ કે આ કોઇ એક વિશેષ કમ્પ્યુટર માટે નથી. મોટાભાગે, ફ્રી વેબ પ્રોક્સી આપના આઇપી એક અજાણ્યા આઇપીમાં બદલી નાખે છે જેનાથી આપના વાસ્તવિક લોકેશનની ખબર નથી પડતી. ઇંટરનેટ પર સર્ચ કરવા પર આપને આવી ઘણી પ્રોક્સી સર્વિસિસ મળી જશે જેને આપ ફ્રી ઇંટરનેટનો ઉપયોગ કરવામાં કરી શકો છો.

વીપીએન

વીપીએન

ફ્રી ઇંટરનેટ અનેબલ કરવા માટે વીપીએન પણ સારો વિકલ્પ છે. હોટ સ્પોટ શીલ્ડ એક ફ્રી અને સારો વીપીએન છે જે વિંડોઝ, મેક, એન્ડરોઇડ અને આઇઓએસ તમામ પર બરાબર કામ કરે છે. જેમકે આપ કોઇ એપ્લિકેશનને ડાઉનલોડ કરી ઉપયોગ કરો છો એવી જ રીતે આનો ઉપયોગ કરી શકો છો. સાઇબર ઘોસ્ટ, નોર્ડ વીપીએન, પ્યોર વીપીએન વગેરે પણ કંઇક આવી જ વીપીએન સેવાઓ છે જેનો આપ ઉપયોગ આપ ફ્રી ઇંટરનેટ માટે કરી શકો છો.

ટીઓઆર ટૂલ

ટીઓઆર ટૂલ

આના દ્વારા આપ બ્લોક કરવામાં આવેલી સાઇટ્સ એક્સેસ કરી શકો છો, અને આપની ઓળખની પણ જાણ થતી નથી. આ તમામ ડેટા એંકરેપ્ટિડ છે એટલા માટે કોણ ઉપયોગ કરી રહ્યું છે અને કઇ સાઇટ ઓપન કરી રહ્યું છે તે પણ નહીં ખબર પડે. આનાથી આપના સર્વિસ પ્રોવાઇડરને ખબર નહીં પડે અને આપની ઓળખ ગુપ્ત રહેશે. ફાયરફોક્સમાં તેના ઇનબિલ્ટ ઓપ્શન હોય છે એટલા માટે તે ફાયરફોક્સ પર વધારે સારી રીતે કામ કરે છે. આ પ્રકારે ઇંટરનેટ એક્સેસ કરવામાં જે વસ્તુ સૌથી વધારે મુશ્કેલી ઊભી કરે છે તે છે સ્પીડ. આ ટ્રાફિક ઘણા માધ્યમોથી થઇને પસાર થાય છે જે ઇંટરનેટને સ્લો કરી દે છે. તેમાં ઇંટરનેટની સ્પીડ ધીરી થઇ શકે છે. જો બીજું કોઇ વિકલ્પ ના હોય તો આપ આ રીત અપનાવી શકો છો.

પોર્ટેબલ એપ્સ

પોર્ટેબલ એપ્સ

એ પણ એક સારી એવી રીત છે ફ્રી નેટ એક્સેસ કરવાની. તેમાં આપ વગર એડમિનની પરમિશનના સોફ્ટવેર ઇંસ્ટોલ કરી શકો છો. આ રીત લોક્ડ કમ્પ્યુટર પણ કારગર છે. આપ આ પોર્ટેબલ એપ્સને નેટ દ્વારા ઉપયોગ કરતા તેને યૂએસબી અથવા મેમરી કાર્ડથી પણ એક્સેસ કરી શકાય છે. ઇંટરનેટ અને એંડ્રોઇડ પર એવી હજારો એપ્સ ઉપલબ્દ છે.

પ્રોક્સી વેબકાઇટ અને વીપી એનની તુલના

પ્રોક્સી વેબકાઇટ અને વીપી એનની તુલના

આ બંને સમાન રીતે કાર્ય કરતા આપને ઇંટરનેટ અને બ્લોક્ડ સાઇટ્સ એક્સેસ કરવામાં મદદગાર છે. આ બંનેનું કામ કરવાની રીત અલગ છે. જે લોકો પહેલીવાર તેનો ઉપયોગ કરે છે તેમનો ડેટા ઇંક્રીપ્ટ નથી થઇ શકતો જેના કારણે આપના સર્વિસ પ્રોવાઇડર અથવા ઓફિસ એડમિન માલૂમ કરી શકે છે કે આપ શું કરી રહ્યા છે. પ્રોક્સી વેબસાઇટની સાથે અન્ય પરેશાની છે કે તેમાં જાહેરાત હવે વધારે આવે છે. વેબસાઇટને પણ એવી પ્રોક્સીઝનો પહેલાથી જ જાણ હોય છે. એવામાં આપે વારંવાર પ્રોક્સી બદલવી પડશે જે માથાકૂટવાડુ કામ છે.

English summary
You want free internet connection, try one of the following methods.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X