For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To : બસ 2 મિનિટમાં આ રીતે લોક કરો તમારો આધાર ડેટા

શું તમને ખબર છે તમે તમારી આધાર ડિટેલ લોક કરાવી શકો છો? જાણો કેવી રીતે તમારા આધારની બાયોમેટ્રિક ડિટેલ લોક કરાવવી. જેથી કરીને કોઇ પણ તેનો દૂરઉપયોગ ના કરી શકે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની તરફથી હાલમાં જ 11.44 લાખથી પણ વધુ પાનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા. વધુમાં આધાર કાર્ડ લિક થવાને લઇને પણ અનેક માહિતીઓ અવાર નવાર પ્રચાર માધ્યમોમાં આવતી રહેતી હોય છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને હવે તમામ મહત્વના ડોક્યુમેન્ટથી લિંક કરવામાં આવ્યું છે. તેવામાં તમારી આધાર ડિટેલ મહત્વની બની શકે છે. ત્યારે તમારી આધાર ડિલેટને સલામત રાખવા અને તેનો દુરઉપયોગ ન થાય તે રોકવા માટે તમે શું કરી શકો તેવો વિચાર તમને પણ થતો હશે. આજે અમે આ સવાલનો જવાબ લઇને આવ્યા છીએ. આ રીતે તમે તમારા આધાર ડેટાને લોક કરાવી શકો છો. ગુજરાતીમાં નીચે સરળ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ સમગ્ર પ્રોસેસ શીખો.

લોક કરો તમારો બાયોમેટ્રીક ડેટા

લોક કરો તમારો બાયોમેટ્રીક ડેટા

જો તમને લાગતું હોય કે તમારી આધાર કાર્ડની ડિટેલનો કોઇ અયોગ્ય ઉપયોગ કરી શકે છે તો સુરક્ષાની દ્રષ્ટ્રિએ તમે તમારો આધાર ડેટા લોક કરાવી શકો છો. આ માટે યુઆઇડીએઆઇના સર્વર જઇને બાયોમીટ્રિક ડેટાને લોક કરી શકાય છે. જેથી કરીને કોઇ તમારો આધાર ડેટાનો એક્સેસ ના મેળવી શકે. તે પછી જ્યારે તમારે આધાર ડેટાની જરૂર પડે ત્યારે તમારે પહેલા તેને અનલોક કરવાનો અને પછી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી તમે પાછો તેને લોક કરી શકો છો.

કેવી રીતે લોક કરવું

કેવી રીતે લોક કરવું

સૌથી પહેલા યુઆઇડીએઆઇની વેબસાઇટ પર જઇને બાયોમેટ્રિક લોક કરવાની આ લિંક પર ક્લિક કરો. સાધા જ તે લિંક સુધી જવા માટે અહીં ક્લિક કરો.

ઓટીપી

ઓટીપી

તે પછી પેઝ ખુલવા પર તમારો 12 અંકોનો આધાર નંબર નાંખો અને પછી આધાર નંબરની નીચે રહેલી તસવીર પર લખેલો સિક્યોરિટી કોડ લખો. આ સિક્યોરિટી કોડ લખ્યા પછી જનરેટ ઓટીપી (Generate OTP) પર ક્લિક કરો.

ઓટીપી

ઓટીપી

ક્લિક કરતા જ તમારી પાસે તમારા મોબાઇલમાં એક ઓટીપી નંબર આવશે. ઉલ્લેખનીય છે કે આ ઓટીપી નંબર તમને તમારા આધાર સાથે રજિસ્ટ્રર કરાવેલા નંબર પર જ આવશે. જે પછી તમે પેજમાં જે ખાલી બોક્સ છે ત્યાં તમારો ઓટીપી નંબર નાખી. પણ વેરિફાઇ (Varify) પર ક્લિક કરો.

બાયોમીટ્રિક લોકિંગ

બાયોમીટ્રિક લોકિંગ

આ ખુલ્યા પછી જે પેઝ આવશે તેની પર તમને બાયોમેટ્રિક લોકિંગને સક્રિય કરવા માટે સિક્યોરીટી કોડ બનાવીને તમારે બોક્સમાં લખવો પડશે. અને પછી અનેબલ (ENABLE) પર ક્લિક કરવાનું છે. તમારા આધાર કાર્ડ પણ બાયોમેટ્રિક લોકિંગ અનેબલ થઇ જતા તે પછી કોઇ તમારા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ નહીં કરી શકે.

અનલોક

અનલોક

જ્યારે તમારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોઇ વેરિફિકેશન કરાવવું હોય તો તમે તમારા આધાર બાયોમેટ્રિક ડેટાને અનલોક પણ કરી શકો છો. પણ ધ્યાન રાખજો કે તમારો આધાર બાયોમેટ્રિક ડેટા ખાલી 20 મિનિટ માટે જ અનલોક થશે પછી પાછા લોક થઇ જશે. આ માટે ઉપર બતાવ્યા તેમ સ્ટેપ 1,2 અને 3 કરી ચોથા સ્ટેપમાં અનલોક પર ક્લિક કરવાનું રહેશે.

English summary
How to lock or unlock your aadhaar card biometric data. Read here in Gujarati with easy steps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X